🤧એલર્જીથી થતી વિવિધ સમસ્યાઓ અને તેના કુદરતી ઉપચારો : એલર્જી શરીરની અંદર અનેક સમસ્યાઓ નોતરે છે.વાતાવરણમાં રહેલા ધૂળના રજકણો, પોલન, ઘણી વખત અમુક આહાર, દવાઓ, જીવાત વગેરે એલર્જીની તકલીફો કરે છે.ઘણી વ્યક્તિઓનું શરીર આ પદાર્થો સામે વધુ સંવેદનશીલ હોય છે અને માટે જ તેમની અંદર સામાન્ય શરદી , ખાસીની તકલીફો, નાકમાંથી સતત પાણી વહેવું, ક્યારેક નાક બંધ થઈ ગયું હોય તેમ લાગવું, ખંજવાળ આવવી, અશક્તિ નો અનુભવ થવો, આંખોમાં બળતરા થવા, આંખો લાલ થઇ જવી, ગળામાં ખરાશ અનુભવાવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. શરીર નું આ પ્રકાર નું અજુગતું રીએકશન ઘણી વખત વારસાગત પણ હોઈ શકે છે. એલર્જી ને જડ મૂળ થી દૂર કરવાના કુદરતી ઉપાયો 🤧૧. એલર્જીની તકલીફમાં રાહત મેળવવાં માટે તાજા ફાળો અને શાકભાજીના રસ જેવા કે સફરજન, ગાજર , બીટ, પાલક, આદુ વગેરે તથા મધ પણ ફાયદાકારક સાબિત થાય છે. 🤧૨. કઇ વસ્તુ અને પદાર્થની એલર્જી છે તે જાણવું સૌથી જરૂરી છે. કારણભૂત પદાર્થને જાણી તેને સમયપૂર્તું આહાર અને વાતાવરણમાંથી દૂર કરવું જરૂરી છે. લોહીની તપાસ પરથી પણ વ્યક્તિને શેની એલર્જી છે તે જાણી શકાય છે .🤧૩. અઠવાડિયે 1 દિવસનો ઉપવાસ કરવાથી અને એક કે બે દિવસ સુધી ફક્ત ફળો અને બાફેલા શાકભાજીનું જ સેવન કરવાથી શરીર ને એલર્જી અને હાનિકારક પદાર્થો માંથી મુક્ત કરી શકાય છે. 🤧૪. શટ ક્રિયાઓ જેવી કે જલ નેતી, સૂત્ર નેતી, નૌલી, કપાલ ભાતિ, વસ્ત્ર ધાઉતી વગેરે શરીરમાંથી એલર્જીને દૂર કરવામાં સહાયક બને છે.🤧૫. વિવિધ આસનો જેવા કે પશ્ચિમોત્તાનાસન, હલાસન, સર્વાંગાસન, શીર્ષાસન, ધનુરાસન, ભુજંગાસન, મત્સ્ય આસન વગેરે એલર્જી ને દૂર કરવામાં ઘણા જ ઉપયોગી છે. 🤧૬. વિટામીન સી યુક્ત આહાર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ એલર્જીની તકલીફોમાંથી રાહત અપાવે છે. 🤧૭. નાસ લેવાથી શ્વસનતંત્રની એલર્જીની તકલીફોમાં રાહત મળે છે. એલર્જીની મોટાભાગની સમસ્યાઓ વારસાગત હોય છે તથા શરીર અમુક આહાર કે પદાર્થોથી સંવેદનશીલ હોય ત્યારે જોવા મળે છે ..આ સમસ્યાઓને ઘરગથ્થુ ઉપચારો, જીવનશૈલીમાં સામાન્ય ફેરફારો કરવાથી તથા હોમિયોપથીની સારવારથી કાયમી મટાડી શકાય છે.