સાંપ્રદ સમયમાં લોકો નાની ઉમરમાંજ અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે બિમારીનું મૂળ પણ પોતાની રહેણી કહેણી જ હોય છે. લોકોની પોતાની ટેવ અને આદતો જ અનેક બીમારીઓને ખુલ્લુ આમંત્રણ નોતરે છે અને બીમારીઓનો શિકાર બનાવે છે ત્યારે જાપાન એ એક આશ્ચર્યજનક સંશોધન કરી સૌકોઈને આકર્ષ્યા છે. જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન1. એસિડિટી : માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ ‘માનસિક તાણ’નું વધુ પ્રભુત્વ ધરાવે છે.2. હાયપરટેન્શન : માત્ર ‘મીઠું’ કે તેનાથી બનેલા ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે ‘લાગણીઓના મેનેજમેન્ટ’ માં ભૂલોને લીધે પણ થાય છે.3. કૉલેસ્ટ્રોલ : માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ ‘વધુ આળસ’ અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.4. અસ્થમાં : ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર ‘દુઃખની લાગણીઓ’ ફેફસાંને અસ્થિર બનાવે છે.5. ડાયાબિટીસ : માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને ‘હઠીલું વલણ’ સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે.6. કિડની પત્થરો : ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ ‘લાગણીઓ અને ધિક્કાર’ જવાબદાર છે.7. સ્પૉંડિલાઈટિસ : ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને ‘ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ’ ને લીધે.જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો શું કરવું?ગુસ્સો ના કરો.એકબીજા ને માફ કરો.બીજા પાસે બહુ અપેક્ષાઓ ના રાખો.તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાની એટલે કડક અભિગમ ના રાખો.અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે એટલે અહમ ના રાખો.કમ ખાવ ગમ ખાવ.પૂરતી ઊંઘ લો.નિયમિત જીવન જીવો.ખોટી ચર્ચા અને દલીલોથી બચો.દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેકને માન આપો.તમારાથી નાની ઉંમરનાંઓને મદદરૂપ થાવ અને તમારાથી મોટાંઓને સન્માન આપો. કારણ કે પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્ય કાળ.મનને ઠીક કરો.સદાય પ્રસન્ન રહો.નિયમિત યોગ કે કસરતો કરો.ધ્યાન પ્રાણાયામ કરો, જે તમારા આત્મા અને મનને મજબૂત કરશે.આ જ દિનચર્યાને અનુસરી સ્સ્થવ રહો મસ્ત રહો તમારા જીવનનો આનંદ માણો.ઉપર આપેલ તમામ માહિતી જાણકારી અને માન્યતાઓને આધારિત પણ હોઈ શકે છે. જેની પૂષ્ટી Gujarat 1st ન્યુઝ નથી કરતું.