પાલક ચણા દાળ પાલકથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. ખાસ કરીને તમે અત્યાર સુધી, પાલક પનીર, આલૂ પાલક સહિતની વાનગીઓ ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય દાળ પાલક ટ્રાય કરી છે ના તો આજે અમે તમારા માટે ચણા દાળ અને પાલકની રેસીપી લઇને આવી છુ જે ખાવાની મજા પડી જશે, તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણા દાળ પાલક..સામગ્રી : 1 બાઉલ – ચણાની દાળ700 ગ્રામ – પાલક2 નંગ – સમારેલી ડુંગળી 10 - 12 કળી – લસણ1 ટૂકડો – આદુ1 ચમચી – જીરૂ3 નંગ – લીલા મરચા (સમારેલા)1 ચમચી – લાલ મરચું 1/2 ચમચી – હળદર2 ચમચી – ધાણા પાવડર2 ચમચી – ટામેટાની પ્યુરી૩ ચમચી – તેલ સ્વાદાનુસાર – મીઠુંહીંગકોથમરીરીત : સૌ પ્રથમ ચણાની દાળને પલાળી લો. હવે પાલકને એકદમ ઝીણી સમારીને ધોઇ લો. હવે પાલકની ભાજી અને ચણાની દાળને પ્રેશર કુકરમાં ઉમેરો તેમા બે કપ પાણી નાખીને બાફી લો. ઢાંકણ બંધ કરીને 10-15 મિનિટ રહેવા દો. હવે તેજ આંચ પર 2 સીટી વાગવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી લો અને પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લો. દાળ અને પાલક બરાબર ગળી ગયા હશે. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા રાખો. તેમા હીંગ, આદુ અને લસણ ઉમેરી. તે બાદ ડુંગળી, જીરૂ અને લીલા મરચા ઉમેરીને બરાબર સાંતળી લો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા હવે મીઠું, લાલ મરચુ, હળદર અને ધાણા પાવડર ઉમેરીને સાંતળી લો. મસાલો બરાબર સાંતળી લો એટલે તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે ઉપરથી દાળ પાલક ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. તે બાદ 5 મિનિટ તેને ઉકળવા દો.હવે ગેસની આંચ બંધ કરીને એક બાઉલમાં કાઢી લો અને કોથમરી વડે ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે મસાલેદાર દાળ પાલક.જેને તમે રોટલી, પરોઠા, ભાખરી, ભાત, તંદૂરી રોટલી કે રૂમાલી રોટલી સાથે સર્વ કરી શકો છો.