દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે તે હંમેશા સુંદર દેખાય. તેની સુંદરતાને ઉંમરની અસર પણ પ્રભાવિત પણ ન કરે તેવું સપનું દરેક સ્ત્રીનું હોય છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઉંમરની અસર સૌથી પહેલા તમારા ચહેરા પર દેખાવા લાગે છે. ઉંમર વધવાની સાથે જ ચહેરા પર કરચલીઓની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને આ સમસ્યા સૌપ્રથમ આંખોની નજીક દેખાવા લાગે છે. તમે જોયું હશે કે જ્યારે તમે હસો છો ત્યારે આંખોની આસપાસની ત્વચા સંકોચવા લાગે છે.ઘણી સ્ત્રીઓને આ સમસ્યા સમય પહેલા એટલે કે 35 કે 40 વર્ષની ઉંમરે દેખાવા લાગે છે. તે તમારી સુંદરતાને અસર કરે છે. તમારી ત્વચા જો અંદરથી સ્વસ્થ હશે તો આ સમસ્યા તમને લાંબા સમય સુધી નહીં થાય. આંખની પાસેની ત્વચા આમ પણ ખુબ સંવેદનશીલ અને પાતળી હોય છે તેથી ત્યાં એજીંગ ઇફેક્ટ ખુબ ઝડપી થાય છે. સાથે જ , શરીરમાં કોઈપણ પ્રકારના પોષણની ઉણપ, ઉંમરની અસર, તણાવ વગેરેની અસર પણ અહીં સૌથી પહેલા જોવા મળે છે. જેનાકારણે કરચલીઓની સમસ્યા શરૂ થાય છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આ સાથે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. એલોવેરા માસ્ક લગાવોએલોવેરા એ વાળ અને ત્વચા બંને માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરામાં હીલિંગ ગુણધર્મો છે, તેથી તેને લગાવવાથી ઘણો ફાયદો થશે. સૌથી પહેલા કરચલીવાળી જગ્યા પર એલોવેરા લગાવો અને 5 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ઘણા રિપોર્ટ્સમાં એવું જાણવા મળ્યું છે કે દરરોજ એલોવેરા લગાવવાથી કરચલીઓની સમસ્યા ઓછી કરી શકાય છે. ઉપરાંત, તેમાં રહેલ કોલેજન ફાયદો કરે છે અને તમારી ત્વચાને હાઇડ્રેટેડ પણ રાખે છે. રાત્રે ઓલિવ ઓઈલથી માલિશ કરોજો તમારી આંખોની આસપાસ કરચલીઓ પડવા લાગી હોય તો ઓલિવ ઓઈલથી માલિશ કરવાનું શરૂ કરો. રાત્રે સૂતા પહેલા થોડું ઓલિવ ઓઈલ લો અને તેને આંખોની આસપાસની ત્વચા પર લગાવો. હવે મસાજ રોલરથી અથવા તમારા હાથથી હળવા હાથે મસાજ કરો. આમ દરરોજ કરો, તેનાથી આંખોનો થાક તો દૂર થશે જ સાથે સાથે આંખોની આસપાસની સૌથી સંવેદનશીલ જગ્યા મોઇશ્ચરાઇઝ પણ થશે.વિટામિન સી સીરમથી પણ ફાયદો થશેઘણી સ્ત્રીઓ કરચલીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરળ ઉપાય અજમાવવાનું પસંદ કરે છે. આ કિસ્સામાં, તમે વિટામિન સી સીરમનો ઉપયોગ કરી શકો છો. વિટામિન સીમાં એન્ટી ઑકિસડન્ટ હોય છે જે ત્વચામાં કોલેજન બનાવે છે. તે જ સમયે, વિટામિન સીસીરમ કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. સાથે જ, ત્વચાને હાઇડ્રેટ રાખે છે, જેનાથી સ્કીનમાં બર્નીંગની સમસ્યા પણ ઓછી થાય છે. ઇંડાની સફેદી વાપરોઈંડાની સફેદીનો ઉપયોગ વાળ અને ત્વચાની સંભાળની દિનચર્યામાં અલગ અલગ રીતે થાય છે. એક બાઉલમાં થોડો ઈંડાનો સફેદભાગ લો અને તેને મિક્સ કરો. આ પેસ્ટને તમારી કરચલીઓ પર લગાવો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી રહેવા દો. જ્યારે તમારી ત્વચા ખેંચાવા લાગે ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. ઈંડાની સફેદી કરચલીઓ ઘટાડે છે અને કોલેજનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. જો તમને તેનાથી એલર્જી હોય, તો તમે તેને ટાળી શકો છો. કરચલીઓ ઓછી કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખોકરચલીઓ ટાળવા માટે, તમે તમારી જાતને કેટલીક ખરાબ ટેવોથી દૂર રાખો. ધૂમ્રપાન, વધુ પડતી ખાંડનું સેવન વગેરે. આ સાથે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવો. વધુ તડકામાં રહેલ યુવી કિરણો ત્વચામાં હાજર કોલેજનને અસર કરે છે. જેના કારણે કરચલીઓની સમસ્યા શરૂ થાય છે.આ સિવાય પૂરતું પાણી, ફળ, આરોગ્યપ્રદ આહાર અને પૂરતી ઊંઘ લેવાની આદત પણ કેળવો. આ બાબતોનું પાલન કરવાથી કરચલીઓની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. આ સિવાય ચહેરાની કસરતને તમારી દિનચર્યામાં સામેલ કરો અને ઘરગથ્થુ ઉપાયોઅને આ વસ્તુઓને અનુસરવાથી ચહેરાની ત્વચા હંમેશા યુવાન અને કરચલીઓ મુક્ત દેખાશે.