તમને ઉનાળામાં દ્રાક્ષ ખાવાની ખૂબ મજા આવતી હશે, પરંતુ શું તમે ક્યારેય તેને તમારા ચહેરા પર લગાવવાનું વિચાર્યું છે? જો તમે નવિચાર્યું હોય તો હવે વિચારી લો કારણ કે દ્રાક્ષને ચહેરા પર લગાવવાના ઘણા ફાયદા છે. તે શુષ્ક ત્વચાને રીપેર કરે છે અને ચહેરાનેઅનેક ગણી ચમક આપે છે. તમે ઘરમાં રહેલી એક કે બે વસ્તુઓને મિક્સ કરીને દ્રાક્ષનો ફેસ પેક બનાવી શકો છો. આ ફેસ પેકબનાવવા માટે પણ ખૂબ જ સરળ છે.દ્રાક્ષ, ગાજર, મલાઇ અને ચોખાનો લોટઆ ફેસ પેક બનાવવા માટે તમારે થોડી દ્રાક્ષને મિક્સરમાં પીસીને તેમાં એક ચમચી મલાઈ, એક ચમચી ચોખાનો લોટ અને સમાનમાત્રામાં એટલે કે માત્ર એક ચમચી ગાજરનો રસ નાખવો પડશે. તેને સારી રીતે મિક્સ કરીને ફેસ પેક બનાવો. હવે આ તૈયાર પેકને ચહેરાઅને ગરદન પર સારી રીતે લગાવો, તેને 15-20 મિનિટ સુધી રાખો અને ધોઈ લો. ચહેરો ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.દ્રાક્ષ અને મધઆ ફેસ પેક તમે ખુબ ઝડપથી તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે, 10-12 દ્રાક્ષને પીસીને પેસ્ટ બનાવો અને તેમાં એક ચમચી મધઅને ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમે તેને અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારી શુષ્ક ત્વચા ફરી ચમકીલી બની જશે.