એવું કહેવાય છે કે શિવરાત્રી આવે એટલે વાતાવરણ માંથી ઠંડી શિવ શિવ કરીને વિદાય લે. હવે ઉનાળાની શરૂઆત થવા લાગી છે અને ધીરે ધીરે તડકો આકરો થતો જઇ રહ્યો છે. તડકો શરૂ થતા જ હવે શરૂ થશે સ્કીનની સમસ્યા. તડકાને કારણે સામાન્ય રીતે લોકોમાં સનબર્નની સમસ્યા વધે છે. જો સાચવવામાં ન આવે તો સ્કીનની સમસ્યા ઉનાળામાં ખુબ વધી જાય છે. ઉનાળામાં સ્કીનની સંભાળ આવશ્યક બની જાય છે. જો સંભાળ રાખવામાં ન આવે તો સ્કીન ડેમેજ થઇ જશે. ટેનીંગની સમસ્યાથી છુટકારા માટે માર્કેટમાં અનેક ક્રીમ અને લોશન તો મળે છે પણ કેમિકલનો ઉપયોગ ચહેરા માટે કે તમારી નાજુક ચામડી માટે ઠીક નથી. તે શોર્ટ ટર્મ ફાયદો બેશક કરાવી શકે છે પણ લાંબા ગાળે તેનાથી નુકસાન જઇ શકે છે. તમારી સ્કીન શુષ્ક થઇ જશે અને કાળાશને કારણે તમારી સુંદરતા પણ ઘટી જશે. કેટલાક ઘરગથ્થુ ઉપચારો એવા છે જે તમે અપનાવો તો સ્કીન ટેનીંગની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. આજે અમે તમને એેવાજ કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીશું જેનાથી તમે ટેનીંગની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો. કાકડીનો ઉપયોગએક તાજી કાકડી છીણી લો. તેમાં દૂધ અને લીંબુના રસના ટીપાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા, હાથ, ગરદન પર જ્યાં જરૂર હોય ત્યાં લગાવો. બરાબર સુકાઈ ગયા પછી ધોઈ લો.હળદર, ચણાનો લોટ અને દૂધની પેસ્ટ ચણાના લોટમાં થોડી હળદર મિક્સ કરો અને દૂધની મદદથી ઝીણી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ટેનિંગ એરિયા પર લગાવો અને તેને સુકાવા દો. આ ફેસ પેકને હુંફાળા પાણીથી ધોઇ લો. લીંબુનો ઉપયોગ લીંબુ બ્લીચિંગ તરીકે કામ કરે છે. જેનો ઉપયોગ તમે ટેનિંગથી લઈને પિગમેન્ટેશન, ગોરો રંગ મેળવવા માટે કરી શકો છો. ચહેરા અને હાથ, પગ પર લીંબુનો રસ લગાવો અને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. તમે લીંબુ સાથે મધ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. આનાથી ટેનિંગ દૂર થશે અને સાથે જ ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહેશે.બટાકાનો ઉપયોગ બટાકાના ટુકડાને છીણી લો અને તેનો રસ કાઢી લો. આ રસને ટેનિંગ એરિયા પર લગાવો અને સૂકાયા પછી ધોઈ લો. ડાર્ક અંડરઆર્મ્સથી છુટકારો મેળવવા માટે તમે બટાકાના રસનો ઉપયોગ પણ કરી શકો છો.દહીંનો ઉપયોગ એક બાઉલમાં દહીં લો, તેમાં હળદર ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને નહાવાના ઓછામાં ઓછા 20 મિનિટ પહેલા લગાવો અને ટેન થયેલી ત્વચાથી છુટકારો મેળવો.