Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર,જાણો સમગ્ર અહેવાલ

ભારત સરકાર તરફથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાની સાથે જ વિશ્વના અનેક દેશોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો બાદ હવે મલેશિયા પણ પુરવઠાની અછત અને ચોખાના વધેલા ભાવથી સંઘર્ષ કરી રહ્યું છે. મલેશિયાની સરકારે ભારત...
મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચ્યો હાહાકાર જાણો સમગ્ર અહેવાલ
Advertisement

ભારત સરકાર તરફથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકતાની સાથે જ વિશ્વના અનેક દેશોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો બાદ હવે મલેશિયા પણ પુરવઠાની અછત અને ચોખાના વધેલા ભાવથી સંઘર્ષ કરી રહ્યું છે. મલેશિયાની સરકારે ભારત સમક્ષ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે અપીલ કરી છે.

Advertisement

સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રની મોદી સરકારે જુલાઈ 2023 માં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ હોવાથી આવી સ્થિતિમાં, વૈશ્વિક ચોખા બજારને અસર થઈ છે અને ઘણા દેશો ચોખાના વધતાં ભાવ અને ચોખાના પુરવઠાની અછતને લઈને સંઘર્ષ કરી રહ્યા છે.

Advertisement

મલેશિયામાં દુકાનો બહાર લાગી લાંબી લાઈનો

મલેશિયા પોતાના કુલ ચોખાના વપરાશના 38 ટકા જેટલા ચોખાની આયાત કરે છે. પરંતુ ભારત દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ મલેશિયામાં ચોખાની અછત ઊભી થઈ છે. ચોખા ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ચોખાના પેકેટો ખતમ થઈ ગયા છે. લોકોમાં ચોખા ખરીદવાની હોડ લાગી છે.

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે દેશમાં પૂરતા પ્રમાણમાં ચોખાનો પુરવઠો છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાટમાં ચોખા ન ખરીદવા અપીલ કરવામાં આવી છે. આયાતી ચોખાના ભાવમાં વધારાને કારણે ઊભી થતી પુરવઠાની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ વધારશે.મલેશિયાના મંત્રીનું કહેવું છે કે દેશમાં ચોખાની કોઈ અછત નથી, પરંતુ આયાતી ચોખાના ભાવમાં ભારે વધારાને કારણે ગ્રાહકો સસ્તા ચોખા માટે સ્થાનિક અનાજ તરફ દોડી રહ્યા છે. જેના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આના ઉકેલ માટે યોગ્ય પગલાં લઈ રહી છે.

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે સ્થાનિક ચોખાની કિંમત 2.60 રિંગિટ પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. આ ચોખાની સૌથી ઓછી કિંમત છે. આવી સ્થિતિમાં, જ્યારે આયાતી ચોખાના ભાવમાં અચાનક 36 ટકાનો વધારો થયો, ત્યારે ઘણા ગ્રાહકોએ આયાતી ચોખામાંથી સ્થાનિક ચોખા તરફ સ્વિચ કરવું પડ્યું.તેમણે આગળ કહ્યું હતું કે, "આપણા દેશમાં ચોખાની કોઈ અછત નથી. હું લોકોને ફરી એકવાર કહેવા માંગુ છું કે ગભરાશો નહીં. તમારે જેટલા ચોખા જોઈએ તેટલા જ ખરીદો."

મલેશિયાએ ભારતને કરી અપીલ

મળતી માહિતી મુજબ  મલેશિયાની કુલ વસ્તી લગભગ 3.2 કરોડ છે અને તે પોતાની જરૂરિયાતના લગભગ 38 ટકા ચોખાની આયાત કરે છે. ગત સપ્તાહે, મલેશિયાની સરકારે ભારત દ્વારા ચોખાની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી હતી. મલેશિયાના મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે ભારત સહિત 19 દેશો દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ ઊંચા ભાવે આયાત કરાયેલા ચોખા મદદરૂપ સાબિત નહીં થાય.

ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે પણ વાતચીત

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રીની આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થઈ છે જ્યારે બુધવારથી દક્ષિણપૂર્વ એશિયાના કૃષિ અને વન મંત્રીઓની બેઠક યોજાવાની છે. મંત્રીએ કહ્યું છે કે આ બેઠકમાં ખાદ્ય સુરક્ષા અને ચોખાના સંકટ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન મલેશિયાના મંત્રી ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના ખાદ્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે.

ભારતે જુલાઈમાં લગાવ્યો હતો ચોખાની નિકાસ પર પ્રતિબંધ

ભારત સરકારે આગામી તહેવારોની મોસમ દરમિયાન સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે 20 જુલાઈના રોજ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2022-23માં ચોખાની કુલ વૈશ્વિક નિકાસમાં ભારતનો ફાળો 40 ટકા હતો.2022-23માં ભારતની બિન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 42 લાખ ડોલર હતી, જ્યારે ગયા વર્ષે આ નિકાસ 26.2 લાખ ડોલર હતી.

આ પણ  વાંચો-NOBEL PRIZE : આ વૈજ્ઞાનિકોને મળ્યો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

Tags :
Advertisement

.

×