ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UAE: ઈસ્લામ ધર્મમાં દારૂ હરામ છે, તો પછી કેમ UAEએ દેશોમાં દારૂનું વેચાણ થશે શરૂ

ઈસ્લામમાં દારૂનું વેચાણ થશે ગલ્ફના ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતે એક કોમર્શિયલ કંપનીને દેશમાં દારૂનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ મહિને રાજધાની અબુધાબીમાં દારૂનું ઉત્પાદન શરૂ થશે. ગલ્ફ દેશોના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ કંપનીને દેશની અંદર દારૂનું...
07:08 PM Dec 14, 2023 IST | Aviraj Bagda
ઈસ્લામમાં દારૂનું વેચાણ થશે ગલ્ફના ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતે એક કોમર્શિયલ કંપનીને દેશમાં દારૂનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ મહિને રાજધાની અબુધાબીમાં દારૂનું ઉત્પાદન શરૂ થશે. ગલ્ફ દેશોના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ કંપનીને દેશની અંદર દારૂનું...

ઈસ્લામમાં દારૂનું વેચાણ થશે

ગલ્ફના ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતે એક કોમર્શિયલ કંપનીને દેશમાં દારૂનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ મહિને રાજધાની અબુધાબીમાં દારૂનું ઉત્પાદન શરૂ થશે. ગલ્ફ દેશોના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ કંપનીને દેશની અંદર દારૂનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ મામલાની વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે ઈસ્લામમાં દારૂને હરામ માનવામાં આવે છે અને યુએઈ ગલ્ફના મુખ્ય ઈસ્લામિક દેશોમાંથી એક છે.

કેમ UAEએ દેશોએ દારૂંના વેચાણને આવકારો આપ્યો

UAEએ રેસ્ટોરન્ટ 'ક્રાફ્ટ બાય સાઇડ હસ્ટલ' ને સેલ્ફ ક્રાફ્ટેડ ટેપ બીયર વેચવા માટે લાયસન્સ આપ્યું છે. UAE બિયર અને સ્પિરિટ્સ લિકર સ્ટોર્સમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ નવા નિયમો હેઠળ, તમામ પેકેજ્ડ પ્રોડક્ટ્સ હજુ પણ વિદેશમાં ઉત્પાદન કરવાની રહેશે.
વર્ષ 2021માં અબુ ધાબીમાં દારૂ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવા માટે એક નાની નોટિસ જારી કરવામાં આવી હતી. ક્રાફ્ટ બાય સાઇડ હસ્ટલ આ નિયમમાં ફેરફાર હેઠળ બીયર બનાવનારી પ્રથમ રેસ્ટોરન્ટ બની છે.યુએઈ અને આસપાસના ગલ્ફ પ્રદેશમાં સામાજિક રૂઢિચુસ્ત કાયદાઓ તાજેતરના વર્ષોમાં બદલાઈ રહ્યા છે કારણ કે તેમની તેલ પર નિર્ભરતા ઓછી કરી છે.

UAEએ દેશો જીવનશૈલીમાં પરિવર્તન કરી રહ્યાં

તો બીજી તરફ મુસ્લિમ દેશોમાં બિયર, વાઇન અને સખત દારૂનું વેચાણ કરતી દુકાનોની સંખ્યામાં હવે વધારો થયો છે, અને સમગ્ર દુબઈમાં આલ્કોહોલ લાઇસન્સ સાથે ફ્રી-સ્ટેન્ડિંગ રેસ્ટોરન્ટ્સ અને પબ્સ છે. પરંતુ UAE ની અર્થવ્યવસ્થા અને પ્રવાસીઓ વધી રહ્યાં છે. જેના કારણે ત્યાંની જીવનશૈલીમાં પરિવર્તન જરૂરી છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનના વચગાળાની જામીન 8 જાન્યુ. સુધી લંબાવ્યાં

Tags :
#alchoholgulfcountryLiquorshopUAE
Next Article