Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harvard University Aliens Report: આપણી વચ્ચે જ એલિયન્સ રહી રહ્યા છે! વૈજ્ઞાનિકોએ કર્યું જાહેર

Harvard University Aliens Report: અવાર-નવાર વિશ્વભરમાં વૈજ્ઞાનિકો દ્વારા એલિન્સને લઈ માહિતી જાહેર કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત અનેક પ્રાચીન સ્થળો ઉપર પણ Aliens હોવાના પુરાવાઓ મળી આવ્યા હોય, તેવું વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા...
harvard university aliens report  આપણી વચ્ચે જ એલિયન્સ રહી રહ્યા છે  વૈજ્ઞાનિકોએ કર્યું જાહેર
Advertisement

Harvard University Aliens Report: અવાર-નવાર વિશ્વભરમાં વૈજ્ઞાનિકો દ્વારા એલિન્સને લઈ માહિતી જાહેર કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત અનેક પ્રાચીન સ્થળો ઉપર પણ Aliens હોવાના પુરાવાઓ મળી આવ્યા હોય, તેવું વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા Aliens ને લઈ એક ચોંકાવનાર દાવો કરવામાં આવ્યો છે.

  • વિશ્વના વિભિન્ન ખૂણાઓ પર UFO ના અહેવાલો

  • અભ્યાસમાં અનેક સચોટ સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો

  • અજાણ્યા અને છુપાયેલા સ્થાનોને લઈ મૂંઝવણમાં

તાજેતરમાં Harvard University એ એક અહેવાલ જાહેર કર્યો છે, જે મુજબ એવું માનવામાં આવે છે કે Aliens પૃથ્વી પર જ વસવાટ કરી રહ્યા છે. Aliens ગુપ્ત રીતે માનવ જાતિ ઉપર નજર રાખી રહ્યા છે. આ અહેવાલમાં જણાવ્યું છે કે, ક્રિપ્ટોટેરેસ્ટ્રીયલ પ્રાણીઓ પરથી બે અનુમાન લગાવી શકાય છે. એક Aliens ગુપ્ત રીતે રહી રહ્યા છે અથવા તેઓ એક બુદ્ધિમાન જૂથ અથવા સંસ્થા સાથે ગુપ્ત રીતે જોડાયેલા છે. જોકે તાજેતરમાં નાસા દ્વારા વિશ્વના વિભિન્ન ખૂણાઓ પર UFO ના અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

અભ્યાસમાં અનેક સચોટ સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો

Harvard University ના હ્યુમન ફલોરીશિંગ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં અનેક સચોટ સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીન માનવ સભ્યતાઓ, માનવ સિવાયની પ્રજાતિઓ, પરીઓ અને રહસ્યમય વસ્તુઓના અસ્તિત્વ પરનો આ અભ્યાસ છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં સમગ્ર ઇતિહાસમાં અસામાન્ય હાડપિંજરના અવશેષો, કથિત ભૂગર્ભ સભ્યતાઓ અને અન્ય દુનિયાના જીવો સાથેની મુલાકાતોની નોંધાયેલી શોધની સમીક્ષા કરવામાં આવી હતી.

અજાણ્યા અને છુપાયેલા સ્થાનોને લઈ મૂંઝવણમાં

એન્ટાર્કટિકા અને સમુદ્રની ઊંડાઈ જેવા સ્થળોએ છુપાયેલી સુવિધાઓના દાવાઓએ UFO અને Aliens ની શોધ વિશે વૈજ્ઞાનિકોને પરેશાન કર્યા છે. આમાંના ઘણા દાવાઓમાં કોઈ પ્રયોગમૂલક પુરાવાનો અભાવ હોવા છતાં, તેઓ હજુ પણ અજાણ્યા અને છુપાયેલા સ્થાનોને લઈ મૂંઝવણમાં છે.

આ પણ વાંચો: Philippines Airport: મહિલાએ એરપોર્ટ પર નિવસ્ત્ર થઈને વિરોધ જાહેર કર્યો, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×