Bangladesh General Election : ચૂંટણી પહેલા PM શેખ હસીનાએ કર્યા ભારતના વખાણ, કહી આ વાત!
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન (Bangladesh General Election) થઈ રહ્યા છે. બાંગ્લાદેશ સંસદની 300 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જણાવી દઈએ કે, આ ચૂંટણીના પરિણામ 8મી જાન્યુઆરીએ જાહેર થાય તેવી શક્યતાઓ છે. દેશના વિવિધ વિસ્તારોમાં સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમ જ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની ( Sheikh Hasina) સત્તારૂઢ અવામી લીગની સતત ચોથી વખત જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
શેખ હસીનાએ ભારતના વખાણ કર્યા
જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની (Khaleda Zia) મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રવિવારે મતદાન મથકોની (Bangladesh General Election) સુરક્ષા માટે લગભગ 8 લાખ પોલીસ, અર્ધલશ્કરી દળો અને પોલીસ સહાયકો દેશભરમાં તૈનાત કરાયા છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વખાણ કર્યા છે. ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, આપણે (બાંગ્લાદેશ) ભાગ્યશાળી છીએ કે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે. તેમણે 1971 માં મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમે વર્ષો સુધી ભારતમાં આસરો લીધો : શેખ હસીના
પીએમ હસીનીએ સાલ 1975માં તેમના પરિવારના નરસંહારને યાદ કરતા કહ્યું હતું કે, અમે વર્ષો સુધી ભારતમાં આસરો લીધો હતો. તેના પછી અમે બાંગ્લાદેશ પરત આવ્યા અને અવામી લીગને (Awami League) ફરીથી ઊભી કરી. શેખ હસીનાએ દેશના વિકાસ માટે લોકશાહીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, તેમની સરકારે વર્ષોથી લોકોના લોકતાંત્રિક અધિકારોને મજબૂત કર્યા છે. પીએમ હસીનાએ કહ્યું કે, હું આ સુનિશ્ચિત કરવા માગું છું કે આ દેશમાં લોકતંત્ર યથાવત રહે અને લોકતંત્ર વગર આપણે વિકાસ કરી શકતા નથી. આ સાથે તેમણે બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) પર દેશમાં હિંસા ફેલાવવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તે લોકો વિકાસની વિરુદ્ધ છે. રવિવારની ચૂંટણી (Bangladesh General Election) માટે 42 હજારથી વધુ મતદાન મથક તૈયાર કરાયા છે.
આ પણ વાંચો - Bangladesh Election: Bangladesh માં 7 જાન્યુઆરીએ ઈતિહાસ રચાશે