ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Israel-Hamas War : નવા વર્ષના પ્રારંભમાં જ ઇઝરાયલ પર રોકેટથી હુમલા, હમાસે લીધી જવાબદારી, કહ્યું- આ સમય..!

ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે યુદ્ધ અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. નવા વર્ષની શરૂઆતમાં જ હમાસે ફરી એકવાર ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે ઇઝરાયલ પર લગભગ 20 રોકેટ લોન્ચ...
04:09 PM Jan 01, 2024 IST | Vipul Sen
ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે યુદ્ધ અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. નવા વર્ષની શરૂઆતમાં જ હમાસે ફરી એકવાર ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે ઇઝરાયલ પર લગભગ 20 રોકેટ લોન્ચ...

ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે યુદ્ધ અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. નવા વર્ષની શરૂઆતમાં જ હમાસે ફરી એકવાર ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે ઇઝરાયલ પર લગભગ 20 રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જો કે, અત્યાર સુધી આ હુમલાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

રિપોર્ટ મુજબ, હમાસે આ હુમલાઓની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે, તેના અલ-કસમ બ્રિગેડે રોકેટ છોડ્યા હતા. હમાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "હાલમાં, અલ-કસમ બ્રિગેડ નાગરિકો સામે જાયોની નરસંહારના જવાબમાં તેલ અવીવ શહેર અને તેની બહારના વિસ્તારોમાં 'M90' રોકેટથી બોમ્બમારો કરી રહી છે. જણાવી દઈએ કે, અગાઉ 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. ત્યારબાદ ગોળીબાર કરીને હમાસના આતંકી ઇઝરાયલના (Israel-Hamas War) 200થી વધુ નાગરિકોને બંધક બનાવીને સાથે લઈ ગયા હતા.

અત્યાર સુધી લગભગ 21,822 પેલેસ્ટિનિયન માર્યા

દરમિયાન, 1200 ઇઝરાયલ (Israel-Hamas War) માર્યા ગયા હતા. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે 27 ઓક્ટોબરના રોજ ગાઝાની અંદર એક જમીની આક્રમણ શરૂ કર્યું. ત્યાર પછી અત્યાર સુધી લગભગ 21,822 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટાભાગે નાના બાળકો અને મહિલાઓ સામેલ છે. જ્યારે 56,451થી વધુ પેલેસ્ટિનિયન ઘવાયા છે.

ખાન યુનિસ વિસ્તારમાં પણ ભીષણ સંઘર્ષ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો અને હમાસ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે, જેના કારણે પેલેસ્ટિનિયનો તેમના ઘર છોડીને આશ્રય લઈ રહ્યા છે.

આ પણ વાંચો - JAPAN : નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Earthquake in JapanGujarat FirstGujarati NewsInternational NewsJapanNew-Year-2024
Next Article