Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kuwait : નવા અમીર શેખ મેશાલને PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહી આ વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર તરીકે પદભાર સંભાળનાર અને નવા શાસક શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબર અલ-સબાહને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે...
kuwait   નવા અમીર શેખ મેશાલને pm મોદીએ પાઠવી શુભેચ્છા  કહી આ વાત
Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર તરીકે પદભાર સંભાળનાર અને નવા શાસક શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબર અલ-સબાહને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે અને કુવૈતમાં ભારતીય સમુદાય સતત વિકાસ પામશે.

Advertisement

Advertisement

PM મોદીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરી લખ્યું કે, 'કુવૈત રાજ્યના અમીર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ હિઝ હાઇનેસ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબર અલ-સબાહને શુભેચ્છાઓ અને અભિનંદન. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં અમારા સંબંધો વધુ મજબૂત થશે અને કુવૈતમાં ભારતીય સમુદાયનો વિકાસ યથાવત રહેશે.' જણાવી દઈએ કે, તાજેતરમાં કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ સબાહનું નિધન થયું હતું. ત્યાર બાદ હવે તેમના ભાઈ શેખ મેશાલને નવા અમીર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Pakistan: લાહોરમાં પૂર્વ CJPના નિવાસસ્થાને વિસ્ફોટ, બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×