ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan Landmine Blast: મેચ જોવા જઈ રહેલા બાળકો બન્યા લેન્ડમાઈનના શિકાર

Pakistan Landmine Blast: આજરોજ ભારત (India) ના પાડોશી દેશમાં એક ભયાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. આ બ્લાસ્ટ લેન્ડમાઈન (Landmine) માં થયો હતો. એક બાળકે લેન્ડમાઈન (Landmine) પર પગ મૂક્યો હતો. તેના કારણે આ વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાનમાં લેન્ડમાઈનના કારણે બાળકોએ...
06:49 PM Apr 13, 2024 IST | Aviraj Bagda
Pakistan Landmine Blast: આજરોજ ભારત (India) ના પાડોશી દેશમાં એક ભયાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. આ બ્લાસ્ટ લેન્ડમાઈન (Landmine) માં થયો હતો. એક બાળકે લેન્ડમાઈન (Landmine) પર પગ મૂક્યો હતો. તેના કારણે આ વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાનમાં લેન્ડમાઈનના કારણે બાળકોએ...
Pakistan Landmine Blast

Pakistan Landmine Blast: આજરોજ ભારત (India) ના પાડોશી દેશમાં એક ભયાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. આ બ્લાસ્ટ લેન્ડમાઈન (Landmine) માં થયો હતો. એક બાળકે લેન્ડમાઈન (Landmine) પર પગ મૂક્યો હતો. તેના કારણે આ વિસ્ફોટ થયો હતો.

એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન (Pakistan) ના અશાંત પ્રાત ખબૈર પખ્તુનખ્વામાં ફરી એકવાર ભયાવહ વિસ્ફોટ નોંધાયો હતો. આ વિસ્ફોટ (Landmine) માં ઘટના સ્થળ પર 3 બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ છે. તે ઉપરાંત આ ઘટના વોલીબોલ મેચ જોવા જઈ રહ્યા બાળકો સાથે ઘટી હતી.

એક બાળકે લેન્ડમાઈન પર પગ મૂક્યો

અહેવાલ અનુસાર, પખ્તુનખ્વામાં આવેલા આદિવાસી દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના વાના શહેરમાં ઘટના ઘટી હતી. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાળકો મંડોકાઈ વિસ્તારમાં બે સ્થાનિક ટીમો વચ્ચે યોજાયેલી વોલીબોલ મેચ જોવા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાળકે લેન્ડમાઈન (Landmine) પર પગ મૂક્યો, જેના કારણે વિસ્ફોટ થયો.

લેન્ડમાઈનને લઈ પોલીસે તપાસ જાહેર કરી

બીજી બાજુ ઘાયલ બાળકની સારવાર ડેરા ઈસ્માઈલ ખાનની જિલ્લા હોસ્પિટલમાં થઈ રહી છે. ઘાયલ બાળકને ડેરા ઈસ્માઈલ ખાનની જિલ્લા હોસ્પિટલમાં ખસેડતા પહેલા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિસ્તારમાં લેન્ડમાઈન (Landmine) કોણે બિછાવી હતી.

આ પણ વાંચો: Australia : સિડની મોલમાં જાહેરમાં છરી વડે લોકો પર ઘાતકી હુમલો! અફરાતફરીનો માહોલ સર્જાયો

Tags :
childrenGujaratFirstkhyberlandmine explosionpakhtunkhwaPakistanPakistan Landmine Blast
Next Article