ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વોશિંગ્ટનમાં PM Modi નું ભવ્ય સ્વાગત, ભારતીયોને પણ મળ્યા,જુઓ તસવીરો

વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસના બીજા દિવસે ભારતીયોમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ આઠમી અને પ્રથમ રાજકીય  મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. અહીં પીએમ મોદીને ગાર્ડ...
12:00 PM Jun 22, 2023 IST | Hiren Dave
વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસના બીજા દિવસે ભારતીયોમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ આઠમી અને પ્રથમ રાજકીય  મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. અહીં પીએમ મોદીને ગાર્ડ...

વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસના બીજા દિવસે ભારતીયોમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ આઠમી અને પ્રથમ રાજકીય  મુલાકાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. અહીં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા.

 

આ દરમિયાન પીએમ મોદીએ એરબેઝ પર હાજર લોકો સાથે મુલાકાત કરી હતી. અહીં પણ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

પીએમ મોદી જ્યાં રોકાયા છે તે હોટલની અંદર અને બહાર મોટી સંખ્યામાં ભારતીયો તેમના સ્વાગત માટે હાજર હતા.

 

PMએ વિદેશી ભારતીયોને મળ્યા અને શુભેચ્છા પાઠવી. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં એક બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

 

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડેનની મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમણે વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી.

અહીં વડાપ્રધાન અમેરિકા અને ભારતના વિદ્યાર્થીઓને મળ્યા હતા. આ વિદ્યાર્થીઓ બંને દેશોની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ એવા ઉદ્યોગોમાં સફળ થવાનું કૌશલ્ય શીખી રહ્યા છે.

આપણ  વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વોશિંગ્ટન ડીસી, એરપોર્ટ પર અપાયુ ગાર્ડ ઓફ ઓનર

 

Tags :
AmericaIndiaJoe Bidenpm modiWashington
Next Article