ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Temple : ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે આ 55 દેશના વડા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અપાયું આમંત્રણ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ રામોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે આ ઐતિહાસિક દિવસે નવનિર્મિત મંદિરમાં રામલ્લાને બિરાજમાન કરાશે. આ અદ્ભુત પ્રસંગે પીએમ મોદી (PM Modi) પણ ત્યાં હાજર...
04:22 PM Jan 14, 2024 IST | Vipul Sen
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ રામોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે આ ઐતિહાસિક દિવસે નવનિર્મિત મંદિરમાં રામલ્લાને બિરાજમાન કરાશે. આ અદ્ભુત પ્રસંગે પીએમ મોદી (PM Modi) પણ ત્યાં હાજર...

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ રામોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે આ ઐતિહાસિક દિવસે નવનિર્મિત મંદિરમાં રામલ્લાને બિરાજમાન કરાશે. આ અદ્ભુત પ્રસંગે પીએમ મોદી (PM Modi) પણ ત્યાં હાજર રહેશે. ઉપરાંત, રાજનીતિ, રમતગમત અને આધ્યાત્મ ક્ષેત્રની ઘણી હસ્તીઓને પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ અપાયું છે. સાથે જ 5 દેશોમાંથી લગભગ 100 અગ્રણી લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ ફાઉન્ડેશનના (VHP) સંસ્થાપક અને વૈશ્વિક પ્રમુખ સ્વામી વિજ્ઞાનાનંદે કહ્યુંં કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ માટે રાજદૂતો અને સંસદસભ્યો સહિત 55 દેશોના લગભગ 100 વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય,કોરિયન રાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે ભગવાન રામના વંશજ હોવાનો દાવો કરે છે.

આ દેશોના વડાઓને આમંત્રણ

જે દેશોને રામ મંદિર (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બોત્સ્વાના, બેલારુસ, કેનેડા, કોલંબિયા, ડોમિનિકા, ડેનમાર્ક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC), ઇથોપિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, ફિજિ, ફિનલેન્ડ, જર્મની, ગુયાના, ઘાના, હંગેરી, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, જમૈકા, કોરિયા, કેન્યા, માલાવી, મલેશિયા, મેક્સિકો, મોરેશિયસ, મ્યાનમાર, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, નાઇજિરિયા, સ્પેન, સ્વીડન, સિંગાપોર, સુરીનામ, સિએરા લિયોન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાન્ઝાનિયા, તાઈવાન, થાઈલેન્ડ, ત્રિનિદાદ, ટોબેગો, વેસ્ટ ઈન્ડિઝ, UK, યુગાન્ડા, USA, ઝામ્બિયા અને વિયેતનામને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

વિહિપના સંયુક્ત મહાસચિવ સ્વામી વિજ્ઞાનાનંદના (Swami Vigyannananda) જણાવ્યા અનુસાર, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઘણા દેશોના વડાઓ ભાગ લેશે. તેમણે માહિતી આપી હતી કે, તમામ VVIP વિદેશી પ્રતિનિધિઓ 20 જાન્યુઆરીએ લખનૌ પહોંચશે. ત્યારબાદ 21મી જાન્યુઆરીએ સાંજ સુધીમાં અયોધ્યા પહોંચશે.

 

આ પણ વાંચો - North Korea: ફરી બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો! દક્ષિણ કોરિયા-જાપાન એલર્ટ

Tags :
AyodhyaDenmarkGujarat FirstGujarati Newsnational newspm modiRam Mandir Pran Pratishtha MahotsavSwami VigyannanandaukUSAUttar PradeshVHPVietnam
Next Article