ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Terrorist News: Lashkar-e-Tayyiba ના વધુ એક આતંકવાદીનુ થયુ મોત

Terrorist News: ભારત પર આતંકવાદી હુમલાઓથી આતંક મચાવનાર મચાવનારા આતંકવાદીઓ હવે એક પછી એક ખતમ થઈ રહ્યા છે. મુંબઈ હુમલામાં આતંકવાદીઓને તાલીમ આપનાર Lashkar-e-Tayyiba ના સ્થાપક સભ્ય Hafiz Abdul Salam Bhuttavi નું મૃત્યુ થયું છે. UN એ Lashkar-e-Tayyiba ના આતંકવાદી...
11:33 PM Jan 11, 2024 IST | Aviraj Bagda
Terrorist News: ભારત પર આતંકવાદી હુમલાઓથી આતંક મચાવનાર મચાવનારા આતંકવાદીઓ હવે એક પછી એક ખતમ થઈ રહ્યા છે. મુંબઈ હુમલામાં આતંકવાદીઓને તાલીમ આપનાર Lashkar-e-Tayyiba ના સ્થાપક સભ્ય Hafiz Abdul Salam Bhuttavi નું મૃત્યુ થયું છે. UN એ Lashkar-e-Tayyiba ના આતંકવાદી...
Another terrorist of Lashkar-e-Tayyiba was killed

Terrorist News: ભારત પર આતંકવાદી હુમલાઓથી આતંક મચાવનાર મચાવનારા આતંકવાદીઓ હવે એક પછી એક ખતમ થઈ રહ્યા છે. મુંબઈ હુમલામાં આતંકવાદીઓને તાલીમ આપનાર Lashkar-e-Tayyiba ના સ્થાપક સભ્ય Hafiz Abdul Salam Bhuttavi નું મૃત્યુ થયું છે. UN એ Lashkar-e-Tayyiba ના આતંકવાદી ભુતાવીના મોતની પુષ્ટિ કરી છે. ભુતાવી Lashkar-e-Tayyiba ના સ્થાપક હાફિઝ સઈદ અને તેના નાયબની નજીક હોવાનું કહેવામાં આવતું હતું.

UN ની વેબસાઈટમાં માહિતી આપવામાં આવી

આતંકવાદી Hafiz Abdul Salam Bhuttavi ના મોતના સમાચાર ગl વર્ષે મે મહિનામાં જ આવ્યા હતા પરંતુ તેની પુષ્ટિ થઈ શકી ન હતી. આ સમાચારના 8 મહિના પછી હવે, સંયુક્ત રાષ્ટ્રએ તેની વેબસાઈટ પર સત્તાવર રીતે તેની પુષ્ટિ કરી છે. UN ની વેબસાઈટમાં માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાનમાં આવેલ પંજાબ ક્ષેત્રમાં પોલીસ કસ્ટડીમાં તેનું મોત નિપજ્યું હતું.

છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

આતંકવાદી Hafiz Abdul Salam Bhuttavi એ પંજાબના મુરીદકેમાં લશ્કરનું મુખ્ય મથક સ્થાપ્યું હતું. જો કે Hafiz Abdul Salam Bhuttavi પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો ચીફ હતો. તે ઉપરાંત Lashkar-e-Tayyiba ના સંસ્થાપક હાફિઝ સઈદની ખૂબ નજીક માનવામાં આવતો હતો. જમાત-ઉદ-દાવા સંગઠને કહ્યું હતું કે, 77 વર્ષીય Hafiz Abdul Salam Bhuttavi આતંકવાદી કામકાજોમાં નાણાં પૂરા પાડવાના કેસમાં 2019 થી લાહોરથી 60 કિલોમીટર દૂર શેખુપુરા જિલ્લા જેલમાં કેદ હતો. ત્યારે એક દિવસે 29 મેના રોજ ભુતાવીને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: Singapore Police: હવે, સિંગાપોર આયાત કરશે ભારતના પોલીસ કર્મીઓ

Tags :
26/11terrorattackGujaratFirstIndiaLashkar-e-TayyibaPakistanterroristTerrorist News
Next Article