ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારત અને કેનેડા વચ્ચેના તણાવનો મામલો, આંતરાષ્ટ્રીય લેવલે પણ ચર્ચાનો વિષય બન્યો

ખાલીસ્તાની આંતકવાદ મામલે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.બંને દેશોએ એકબીજાના રાજદ્રારીને હાંકી કાઢ્યા છે અને નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. ત્યારે આ મુદ્દો હવે આંતરાષ્ટ્રીય લેવલે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.   ભારત અને...
09:28 AM Sep 21, 2023 IST | Hiren Dave
ખાલીસ્તાની આંતકવાદ મામલે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.બંને દેશોએ એકબીજાના રાજદ્રારીને હાંકી કાઢ્યા છે અને નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. ત્યારે આ મુદ્દો હવે આંતરાષ્ટ્રીય લેવલે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.   ભારત અને...

ખાલીસ્તાની આંતકવાદ મામલે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.બંને દેશોએ એકબીજાના રાજદ્રારીને હાંકી કાઢ્યા છે અને નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. ત્યારે આ મુદ્દો હવે આંતરાષ્ટ્રીય લેવલે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

 

ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વણસી રહ્યા છે,, જેને લઈ બંને દેશોએ પોતાના નાગરિકોમાં એક એડવાઈઝરી પણ જાહેર કરી છે,,લાંબા સમયથી ચાલતા બંને દેશો વચ્ચે તણાવનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. હવે જ્યારે આ મુદ્દો એક આંતરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે ત્યારે આને લઈને વિવિધ દેશોમાં પણ ચર્ચા જાગી છે,,મહત્વનું છે કે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો G20 પહેલા નિજ્જરનો મુદ્દો ઉઠાવવાનો માગતા હતા,, પરતું આ મુદ્દે કેનેડાનો સાથ આપવા અન્ય દેશો આગળ આવ્યા નહીં, એનું કારણે કે સીધી રીતે કોઈ દેશ ભારતની નારાજગીનો ભાગીદાર બનવા માગતું નથી,, ભારત સાથે કોઈ દેશ સીધો મુકાબલો કરીને ટીકા કરવા માંગતું નથી.

 

બીજી તરફ કેનેડા 'જો બાયડન' સમજી શકતા નથી

એક અહેવાલ પ્રમાણે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો G20 પહેલા નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો અને અન્ય દેશોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો જસ્ટિન ટ્રૂડોએ અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સરકારના વડાઓ સાથે પણ વાત કરી હતી,, અમેરિકાએ ટ્રુડો પર ધ્યાન ન આપ્યું કેમ કે બાયડન માટે આ સમય ઊંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલવા જેવો છે.  કેનેડા તેમના માટે જૂનું સાથી છે, પરંતુ હવે કોઈ દેશ ભારત સાથે સીધો મુકાબલો કરવા માંગતો નથી, એક તરફ કેનેડા છે તો બીજી તરફ કેનેડા 'જો બાયડન' સમજી શકતા નથી કે કેનેડાને સમર્થન આપવું કે ભારતને,, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પણ ટ્રુડોના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી જ્યારે સુનક અને ટ્રુડો નજીકના મિત્રો માનવામાં આવે છે,, તો આ તરફ ઓસ્ટ્રેલિયાએ ભારતને ખાતરી આપી હતી કે તેના રાજદ્વારીઓ અન્ય સ્થળોની સુરક્ષા સાથે બાંધછોડ કરશે નહીં. અહેવાલો એવું પણ કહે છે કે ભારત સિવાય ચીન અને ઈરાન પણ કેનેડાની સરકાર પર આરોપ લગાવતા રહ્યા છે કે કેનેડામાં તેમના નાગરિકો અને રાજદ્વારીઓને હેરાન કરવામાં આવે છે અને ત્યાંની સરકાર આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી.

 

 કેનેડાની સરકાર ભારતની મદદથી ચીન પર અંકુશ મેળવ્યો  હતી

મહત્વનું છે કે ભારતીય વિદેશ મંત્રાલયે આ ચાર દેશોને ઘણા સમય પહેલા કહ્યું હતું કે ભારત વિરોધી લોકોની ગતિવિધિઓને કારણે આ દેશોની છબી ખરાબ થઈ રહી છે. અહીં એ સામે આવ્યું છે કે ગયા વર્ષ સુધી કેનેડાની સરકાર ભારતની મદદથી ચીન પર અંકુશ મેળવવા માંગતી હતી અને તેણે વ્યૂહાત્મક યોજના પણ બહાર પાડી હતી, પરતું ગત વર્ષે બાલીમાં ડિનર દરમિયાન ટ્રૂડો અને શી જિનપિંગ વચ્ચેની ચર્ચાઓ બાદ કેનેડાએ ભારતી નારાજગી મેળવી લીધી છે,,જે બાદ અમેરિકા પણ ટ્રૂડોને સહયોગ આપવા તૈયાર નથી,, એવામાં G20ની બેઠકમાં PM મોદીએ જસ્ટિન ટ્રૂડો સાથેની બેઠકમાં ખાલિસ્તાન મુદ્દો ઉઠાવી ખાલિસ્તાનની ઉગ્રવાદી વિચારધારાનો વિરોધ કરી ચિંતા વ્યક્ત કરી હતી,, પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત વિરૂદ્ધ થનાર કોઈ પણ આતંકી કે અલગતાવાદી વિચારધારાને ચલાવી નહીં લેવાય,, જે બાદ ખાલિસ્તાન મુદ્દાને લઈ ટ્રૂડોએ નીચું જોવાનો વારો આવ્યો હતો..અને એના પલટવારમાં ટ્રૂડોએ કેનેડા સંસદમાં નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો હતો,, બીજી તરફ કેનેડામાં ચૂંટણીઓ નજીક આવે છે અને કોઈ મુદ્દો બચ્યો નથી સત્તામાં રહેવા ટ્રૂડોએ આ મુદ્દો ઉછાડ્યો હતો, પણ હવે ટ્રૂડોની લોકપ્રિયતા ગુમાવવાનો ભય લાગી રહ્યો છે..

આ  પણ  વાંચો -બ્રિટનના PM ઋષિ સુનકનો ભારત પ્રેમ છલકાયો, ભારતને UNSCનું સ્થાયી સભ્યપદ આપવા કરી માંગ

 

Tags :
becamediscussionIndia and Canadainternational levelissuetension betweentopic
Next Article