ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સત્યનો વિજય : ન્યૂ જર્સી અક્ષરધામ મંદિર કેસમાં નવો ધડાકો, BAPS ના મંદિર સામેના ષડયંત્રનો પર્દાફાશ

અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય થયો છે અને સત્યનો વિજય થયો છે. મહત્વનું છે કે,...
09:14 AM Jul 16, 2023 IST | Dhruv Parmar
અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય થયો છે અને સત્યનો વિજય થયો છે. મહત્વનું છે કે,...

અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS) ના નિર્માણ કાર્યના હવનમાં હાડકાં નાંખનારા કેટલાંક હિંદુ ધર્મ વિરોધી તત્વોનો આખરે પરાજય થયો છે અને સત્યનો વિજય થયો છે. મહત્વનું છે કે, આ મંદિરના નિર્માણ કાર્યમાં રોડા ઉભા કરવાના આશયથી બનાવવામાં આવેલા એક આંતર રાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેની સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરનારા અને ડાબેરી વિચારધારા ધરાવતાં તત્ત્વો ખુલ્લાં પડી ગયા છે.

રાજસ્થાનમાં સિરોહી સ્થિત પથ્થર ઘડાઈ સંઘ (PGS)એ જણાવ્યું છે કે અક્ષરધામ મંદિરમાં કામ કરી રહેલા કામદારોએ મુકેલા આરોપો ખોટા છે અને આ આરોપો દબાણ હેઠળ કરવામાં આવ્યા હતા. પથ્થર ઘડાઈ સંગઠન એ ભારતીય મજદુર સંઘ (BMS) સાથે સંકળાયેલ છે. તેણે તેની રિલિઝમાં જણાવાયું હતું કે ઘણા કારીગરોએ BAPS સંપ્રદાય સામે ન્યૂ જર્સીની કોર્ટમાં દાખલ કરેલી સિવિલ ફરિયાદમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

તેમાંથી કેટલાક કારીગર સ્વયંસેવકોએ એડવોકેટ આદિત્ય એસ બી સોનીનો સંપર્ક કરીને જણાવ્યું છે કે અમેરિકામાં સ્વાતી સાવંત નામના કોઈ એડવોકેટે તેમને ગેરમાર્ગે દોર્યા હતા અને ફરિયાદમાં તેમનું નામ લખાવી દીધું હતું. હવે તેઓ આ ફરિયાદમાંથી નીકળી જવા માંગે છે. આ કારીગરોએ વર્ષોથી ભારત અને અમેરિકામાં BAPS ના મંદિરો માટે સેવા આપી છે. આ દરમિયાન તેમણે BAPSના મંદિરોમાં કોઈ દબાણ કે જાતિવાદનો સામનો કરવો પડ્યો નથી. આ કારીગરોએ સ્પષ્ટતા કરી છે કે BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તેમને બહુ પ્રેમપુર્વક રાખવામાં આવે છે અને તેમની કાળજી રખાય છે.

એડવોકેટ સોનીએ કહ્યું કે, આ કારીગરોને અમેરિકાની એડવોકેટ સ્વાતી સાવંત તરફથી ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ સત્ય વાત જાહેર કરશે તો તેઓને ખોટાં કેસમાં ફસાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. લગભગ એક ડઝન જેટલા ફરિયાદીઓએ હવે તેમની ફરિયાદ પાછી ખેંચી લઈને આ કેસમાંથી પોતાના નામ દૂર કરવા નિર્ણય લીધો છે તથા અમેરિકન કોર્ટમાં આ અંગે મદદ માટે આદિત્ય સોનીને વિનંતી કરી છે. રિલિઝમાં જણાવાયા પ્રમાણે કારીગરો હવે આ કેસમાંથી ખસી ગયા છે અને કોર્ટમાંથી તેમનો ક્લેમ પણ પાછો ખેંચી લીધો છે.

તમને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ મંદિર તરફથી આ તમામ કારીગરોને એર ટિકિટ, અમેરિકામાં રહેવાની જગ્યા, કપડા, આરોગ્ય સેવાઓ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. એટલું જ નહીં, પરંતુ ભારતમાં રહેતાં તેઓના પરિવારોને પણ ઘણી સવલતો પૂરી પાડી હતી.

BAPS મંદિર સામેની ફરિયાદ શું છે?

તમને જણાવી દઈએ કે, મે 2021 માં ન્યૂ જર્સીની એક કોર્ટમાં કારીગરોના અધિકારોના ભંગની એક સિવિલ ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદના આધારે FBI અને બીજી એજન્સીઓ 11 મે 2021 ના રોજ સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં દાખલ થઈ હતી અને બાંધકામ સાઈટ પર કામ કરતા 134 માંથી 110 કામદારોને લઈ જવાયા હતા. તેમાંથી કેટલાકે એવો આરોપ મુક્યો હતો કે તેમની સામે તેમની જાતિના કારણે ભેદભાવ રાખવામાં આવે છે, અત્યંત ઓછું વેતન ચુકવાય છે અને તેમણે બહુ ખરાબ પરિસ્થિતિમાં કામ કરવું પડે છે.

આ પણ વાંચો : UAEના રાષ્ટ્રપતિએ PM MODI ને પહેરાવી ફ્રેન્ડશીપ બેલ્ટ…!

Tags :
baps temple in usanew jersey baps templeNew Jersey Swaminarayan Templenew jersey temple forced labornew jersey temple laborworld
Next Article