ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dawood Ibrahim: પાકિસ્તાનના કરાચીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદનું ઘર ક્યાં છે ? ISI કેવી રીતે તેની રક્ષા કરી રહ્યું ?

દાઉદના વેવાઈએ આપ્યું નિવેદન અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર વચ્ચે દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે એક ખાનગી મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે... તેને...
05:22 PM Dec 19, 2023 IST | Aviraj Bagda
દાઉદના વેવાઈએ આપ્યું નિવેદન અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર વચ્ચે દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે એક ખાનગી મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે... તેને...

દાઉદના વેવાઈએ આપ્યું નિવેદન

અંડરવર્લ્ડ ડોન અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર વચ્ચે દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે એક ખાનગી મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે... તેને નજરકેદ કરવામાં આવ્યો હોવાના સમાચાર તદ્દન ખોટા છે અને દાઉદ વિશે જો કંઈ પણ કહેવું હશે તે પાકિસ્તાન સરકાર કહેશે.

દાઉદના ઘરની રક્ષા કેમ ISI કરી રહ્યું ?

તે ઉપરાંત એક નવી માહિતી સામે આવી છે કે દાઉદ ઈબ્રાહિમના ઘર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ધરની ચારેય તરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે દાઉદ અને તેના ઘરની રક્ષા માટે પાકિસ્તાન સરકાર દ્વારા ISI ને જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી બાજુ દાઉદના ઘરમાં ના બરાબર અથવા ખાસ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.

કરાચીમાં દાઉદના ઘરનું સરનામું

પાકિસ્તાનમાં કરાચીના ક્લિફ્ટન વિસ્તાર એક ખાસ ઓળખ ધરાવે છે, પરંતુ ક્લિફ્ટનની ઓળખ 'બે તલવાર' તરીકે થાય છે. આ પાકિસ્તાનના સૌથી પોશ વિસ્તારોમાંથી એક છે. દરિયા કિનારે વસેલા આ વિસ્તારમાં માત્ર રઈસ અને અત્યંત ખાસ લોકો જ રહે છે, પરંતુ પોશ અને દો તલવાર હોવા ઉપરાંત આજકાલ આ વિસ્તારની એક નવા કારણથી ઓળખાય છે. આ કારણ છે ડોન દાઉદ ઈબ્રાહિમ. ત્યારે દાઉદ ઈબ્રાહિમનો કરાચીની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી શેરી નંબર 30 માં બંગલો છે. આ બંગલાનો નંબર 37 છે.

આ બંગલાના દરેક ખૂણા પર ISIના સુરક્ષાકર્મીઓ તૈનાત છે. તેથી ઘરની અંદર માત્ર અમુક જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે. કારણ કે... દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના અહેવાલો વચ્ચે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ હવે દાઉદના બંગલા તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં, આ રસ્તા પર કોઈને પણ અવરજવર કરવા દેવામાં આવી રહી નથી.

આ પણ વાંચો: કેમ યુરોપિયન યુનિયને એલોન મસ્કની કંપની ‘X’ની તપાસ શરૂ કરી?

Tags :
Dawood HospitalisedDawood IbrahimkarachiPakistan
Next Article