Turkey School Shooting : 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં કર્યો અંધાધૂંધ ગોળીબાર, 9 ના મોત
- Turkey School Shooting : તુર્કીમાં લોહીયાળ ખેલ ! 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં મચાવ્યો તાંડવ, 6 લોકોના મોત.
- જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા માસૂમો, કહરામનમારસમાં સ્કૂલ શૂટિંગની ઘટનાથી તુર્કી સ્તબ્ધ.
- નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર બન્યો હુમલાખો, 5 બંદૂકો સાથે વર્ગખંડમાં મચાવી તબાહી.
- સતત બીજા દિવસે શાળામાં ગોળીબાર, રાષ્ટ્રપતિ એર્દોઆને વ્યક્ત કર્યો શોક
Turkey School Shooting : તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારની (School Shooting) હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. દક્ષિણ પ્રાંત કહરામનમારસની એક શાળામાં 14 વર્ષના એક વિદ્યાર્થીએ આડેધડ ફાયરિંગ (Indiscriminate Firing) કરીને 9 લોકોના જીવ લીધા છે અને 13 અન્ય લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. હુમલાખોર વિદ્યાર્થી પોતે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે.
Turkey School Shooting : પિતાની સર્વિસ રિવોલ્વર લઈને પહોંચ્યો હતો હુમલાખોર
મીડિયા રિપોર્ટસ અનુસાર સ્થાનિક ગવર્નર મુકરરેમ ઉનલુરે (Governor Mukerrem Unluer) મીડિયાને જણાવ્યું હતું કે, હુમલાખોર કિશોર આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. તે તેના નિવૃત્ત પોલીસ અધિકારી પિતાની 5 બંદૂકો અને 7 મેગેઝિન બેકપેકમાં છુપાવીને શાળામાં લાવ્યો હતો. તેણે બે અલગ-અલગ વર્ગખંડોમાં પ્રવેશીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલા દરમિયાન જીવ બચાવવા માટે અનેક વિદ્યાર્થીઓ શાળાની બારીઓમાંથી કૂદી પડ્યા હતા, જેના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Kahramanmaraş’ta gerçekleşen, tüm Türkiye’yi derinden üzen silahlı saldırıdan etkilenen tüm vatandaşlarımıza, tüm ailelerimize, özellikle sevgili yavrularımıza geçmiş olsun dileklerimi iletiyorum.
Bu elim saldırıda maalesef pırıl pırıl evlatlarımızı ve fedakâr bir eğitimcimizi…
— Recep Tayyip Erdoğan (@RTErdogan) April 15, 2026
હુમલાખોરનું મોત અને પોલીસ તપાસ
ગૃહમંત્રી મુસ્તફા સિફ્ત્સીએ (Interior Minister Mustafa Ciftci) પુષ્ટિ કરી છે કે આ હુમલામાં હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે, જોકે તેણે આત્મહત્યા (Suicide) કરી છે કે પોલીસની ગોળીબારમાં માર્યો ગયો છે તે હજુ સ્પષ્ટ નથી. પોલીસે હુમલાખોરના પિતા ઉગુર મેર્સિનલી અને તેની માતાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ઈજાગ્રસ્ત 13 લોકોમાંથી 6 ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રાષ્ટ્રપતિ એર્દોઆનની પ્રતિક્રિયા
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને (President Recep Tayyip Erdogan) આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે અમારા તેજસ્વી બાળકો અને એક સમર્પિત શિક્ષક ગુમાવ્યા છે." તેમણે ખાતરી આપી હતી કે તપાસના તમામ પાસાઓ સ્પષ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તુર્કીમાં આ પ્રકારના સ્કૂલ શૂટિંગની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે, પરંતુ બે દિવસમાં આ બીજી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: Donald Trumpએ હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખોલવાની કરી મોટી જાહેરાત!


