ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નાઇજીરીયામાં ફ્યુલ ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ, 18 લોકોના મોત

નાઇજીરીયામાં ફ્યુલ ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે, જેમાં 18 લોકો બળીને ખાખ થઈ ગયા છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલાની તપાસ હાથ ધરી છે.
06:26 PM Jan 26, 2025 IST | MIHIR PARMAR
નાઇજીરીયામાં ફ્યુલ ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે, જેમાં 18 લોકો બળીને ખાખ થઈ ગયા છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલાની તપાસ હાથ ધરી છે.
Explosion in fuel oil tanker in Nigeria

Explosion in fuel oil tanker in Nigeria : નાઇજીરીયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ફ્યુલ ઓઇલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે લોકોને ઘટના સ્થળની આસપાસના વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અઠવાડિયા પહેલા પણ એક મોટો અકસ્માત થયો હતો.

બ્રેક અચાનક ફેલ થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો

નેશનલ રોડ સેફ્ટી એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇજીરીયાના દક્ષિણપૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ જતા ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે ફ્યુલ ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો :  બાંગ્લાદેશની યુનુસ સરકારને ઝટકો, ટ્રમ્પે યુએસ સહાય અટકાવી

ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ

એક નિવેદનમાં, ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા, ઓલુસેગુન ઓગુંગબેમિડેએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છ, જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આગમાં 18 લોકો એટલા ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.

આવી ઘટના એક અઠવાડિયા પહેલા પણ બની હતી

આફ્રિકાના સૌથી મોટા ઓઈલ ઉત્પાદક નાઇજીરીયામાં ઓઈલ ટેન્કરો સાથે થતા અકસ્માતો સામાન્ય બની ગયા છે, જેના માટે અધિકારીઓ ખરાબ રસ્તાઓ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને જવાબદાર ઠેરવે છે. એક અઠવાડિયા પહેલા, દેશના ઉત્તર ભાગમાં બનેલી ઘટનામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો :  બોમ્બ કરતા પણ ભયાનક તોફાનની આગાહી, લોખંડને પણ ભાંગીને ભુક્કો કરે તેવી શક્તિ

Tags :
18 people diedbrakes of a tanker suddenly faileddriver lost controlExplosion in fuel oil tanker in NigeriaExpresswayextinguish the firefire brigade teamસ spotfuel oil tankerGujarat Firsthuge explosionInformationMajor accidentMihir ParmarNational Road Safety AgencyNigeriapolicesoutheastern Nigeriatanker hit dozen vehicles
Next Article