1800 ફ્લાઈટ્સ રદ, 20 હજાર લેટ; જાણો અમેરિકામાં કુદરતના પ્રકોપ વિશે!
- US winter storm
- ભારે હિમવર્ષાથી અમેરિકામાં ઈમરજન્સી!
- 1800 ફ્લાઈટ્સ રદ, 20 હજાર ફ્લાઈટ લેટ
- અનેક શહેરોમાં બરફવર્ષાથી વીજળી ગુલ
- ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં ચારેતરફ બરફ જ બરફ
- રસ્તાઓ પર અનેક ફૂટ સુધી બરફ જામ્યો
- એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર લોકો અટવાયા
- હજુ 48 કલાક સુધી બરફવર્ષાની આગાહી
US winter storm : અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ નાતાલ અને નવા વર્ષની ઉજવણીના મૂડમાં છે, ત્યારે અમેરિકાના અનેક રાજ્યો કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરપૂર્વ અને ગ્રેટ લેક્સ વિસ્તારોમાં શિયાળાના ભયાનક વાવાઝોડાએ (Winter Storm) એવો કહેર મચાવ્યો છે કે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી જેવા આધુનિક શહેરો બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા છે. આ પરિસ્થિતિને જોતા અનેક રાજ્યોમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી છે.
1,800 થી વધુ ફ્લાઈટ્સ રદ
હિમવર્ષાનો સૌથી મોટો ફટકો પરિવહન સેવાઓને પડ્યો છે. આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં 1,800 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને અંદાજે 20,000 જેટલી ફ્લાઈટ્સ મોડી પડી છે. વેકેશન ગાળવા નીકળેલા હજારો પ્રવાસીઓ એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે. રસ્તાઓ પર અનેક ફૂટ બરફ જામી જવાને કારણે વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો છે.
America | ભારે બરફવર્ષાથી અમેરિકામાં ઈમરજન્સી! | Gujarat First
ભારે બરફવર્ષાથી અમેરિકામાં ઈમરજન્સી!
1800 ફ્લાઈટ્સ રદ, 20 હજાર ફ્લાઈટ લેટ
અનેક શહેરોમાં બરફવર્ષાથી વીજળી ગુલ
ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં ચારેતરફ બરફ જ બરફ
રસ્તાઓ પર અનેક ફૂટ સુધી બરફ જામ્યો
એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર… pic.twitter.com/i773EEiJ3J— Gujarat First (@GujaratFirst) December 28, 2025
ન્યૂયોર્કમાં 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો (US winter storm)
અમેરિકાના ન્યૂયોર્ક સહિતના પૂર્વીય રાજ્યોમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ખાસ કરીને ન્યૂયોર્ક શહેરમાં છેલ્લા 4 વર્ષની સૌથી ભયાનક હિમવર્ષા નોંધાઈ છે. પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કમાં 4.3 ઇંચ બરફ પડતા જાન્યુઆરી 2022 પછીનો નવો રેકોર્ડ સર્જાયો છે, જ્યારે કેટ્સકિલ્સ જેવા પહાડી વિસ્તારોમાં તો બરફના થર 10 ઇંચની સપાટીએ પહોંચી ગયા છે. ન્યૂજર્સી અને કનેક્ટિકટમાં પણ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 9 ઇંચથી વધુ બરફ પડવાને કારણે તંત્રએ તાત્કાલિક કટોકટીના પગલાં ભરવા પડ્યા છે. વધતા જતા જોખમને જોતા ગવર્નર કેથી હોચુલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડક સૂચનાઓ લાગુ કરી છે અને નાગરિકોને પોતાની સુરક્ષા માટે અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.
'બ્લેક આઈસ' અને પાવર કટના સંકટે વધારી ચિંતા
અમેરિકામાં ભારે હિમવર્ષા બાદ હવે જનજીવન માટે નવા પડકારો ઊભા થયા છે, જેમાં હવામાન વિભાગે ખાસ કરીને 'બ્લેક આઈસ' અને વીજ પુરવઠો ખોરવાઇ જવા બાબતે ગંભીર ચેતવણી આપી છે. જ્યારે રસ્તાઓ પર જમા થયેલો બરફ ઓગળ્યા બાદ ફરીથી થીજી જાય છે, ત્યારે તે કાચ જેવો પારદર્શક અને જોખમી લપસણો સ્તર બનાવે છે, જે વાહનચાલકોને દેખાતો ન હોવાથી જીવલેણ અકસ્માતોનું જોખમ અનેકગણું વધી જાય છે. આ ઉપરાંત, ભીના બરફના અતિશય વજનને કારણે અનેક સ્થળે ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઈને વીજળીના તાર પર પડ્યા છે, જેના લીધે હજારો પરિવારો અત્યંત ઠંડીમાં અંધારપટનો સામનો કરી રહ્યા છે. આમ, માત્ર બરફ પડવો જ નહીં, પણ તેની આડઅસર તરીકે સર્જાયેલી આ સ્થિતિએ તંત્ર અને નાગરિકો બંનેની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
કેલિફોર્નિયામાં કાદવનું સામ્રાજ્ય
દેશની બીજી તરફ, કેલિફોર્નિયામાં પણ સ્થિતિ સારી નથી. ત્યાં ભારે વરસાદ અને શિયાળુ વાવાઝોડાને કારણે કાદવના પૂર (Mudslides) આવ્યા છે, જેમાં અનેક કારો ફસાઈ ગઈ છે. પૂર્વથી પશ્ચિમ સુધી અમેરિકા અત્યારે કુદરત સામે ઝઝૂમી રહ્યું છે.
આ પણ વાંચો : Guatemala Bus Accident: અમેરિકાના ગ્વાટેમાલા હાઇવે પર પેસેન્જર બસ ખીણમાં ખાબકી,15 લોકોના મોત


