Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Canada Firing: કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરાઈ, ટોરેન્ટોમાં સરાજાહેર કરાયો ગોળીબાર

Canada Firing : કેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની નિર્મમ હત્યા થઈ છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો (UTSC) કેમ્પસ પાસે ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં 20 વર્ષીય ભારતીય શિવાંક અવસ્થીનું દુઃખદ મોત થયું છે. વિદ્યાર્થીની હત્યાથી કેનેડામાં વસતા ભારતીય નાગરિકોમાં ભયની સાથે ભારે રોષ વ્યાપ્યો છે.
canada firing  કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરાઈ  ટોરેન્ટોમાં સરાજાહેર કરાયો ગોળીબાર
Advertisement
  • Canada Firing : કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા
  • યુનિવર્સિટી કેમ્પરમાં ભીષણ ગોળીબાર કરાયો
  • ગોળી વાગતા 20 વર્ષીય શિવાંક અવસ્થીનું મોત થયું
  • મૃતક શિવાંક અવસ્થી ટોરેન્ટોમાં કરતો હતો PhD

Canada Firing : કેનેડામાં વસતા ભારતીયોની જિંદગીનો કોઈ ભરોસો નથી. કારણ કે, સૌ કોઈ જાણે છે કે, કેનેડામાં ગમે ત્યારે ભારતીય નાગરિકની હત્યા થઈ શકે છે. આ ભયની વચ્ચે કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા થઈ છે. મળતી માહિતી મુજબ ટોરેન્ટોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો (University of Toronto Scarborough) (UTSC) કેમ્પસ નજીક આ ઘટના ઘટી છે. જેમાં શિવાંક અવસ્થી પર હાઈલેન્ડ ક્રીક ટ્રેલ (Highland Creek Trail) અને ઓલ્ડ કિંગ્સટન (Old Kingston) રોડ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ શિવાંકને ગોળી મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શિવાંકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નોંધનીય છે કે, આ વર્ષે ટોરેન્ટોમાં 40થી વધુ હત્યાના કેસ નોંધાયા છે. સુરક્ષાના કારણોસર ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

Canada Firing FITING 01_GUJARAT_FIRST

Advertisement

Canada Firing : ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો

ટોરેન્ટોમાં આવેલા ભારતીય દૂતાવાસે (Indian Embassy) ઘટનામાં શોકની લાગણી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરી હતી. જેમાં દૂતાવાસે જણાવ્યું કે, "યુવા ભારતીય ડૉક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના આકસ્મિક અવસાનથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. દૂતાવાસ પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધીને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યું છે."

Advertisement

ઘટનાથી અન્ય વિધ્યાર્થીઓમાં રોષ

આ ઘટના બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં ગોળીબાર થયો તે કેમ્પસની અંદરનો ભાગ છે. આ ભાગમાં અવારનવાર વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. વિદ્યાર્થીઓએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સરાજાહેરમાં આવી ઘટના બને તે ચિંતાજનક બાબત છે. ઘણા વિદ્યાર્થીઓએ હવે મોડી સાંજના ક્લાસ અને પરીક્ષાઓમાં હાજરી આપવા અંગે ભય વ્યક્ત કર્યો છે.

કોણ હતો મૃતક શિવાંક અવસ્થી?

શિવાંક અવસ્થી માત્ર તેજસ્વી વિદ્યાર્થીની સાથે તે યુનિવર્સિટીની 'ચીયરલીડિંગ ટીમ' (Cheerleading team)નો સક્રિય સભ્ય પણ હતો. યુનિવર્સિટીની 'ચીયરલીડિંગ ટીમ'એ મૃતકને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સભ્યોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લખ્યું કે, શિવાંક હંમેશા પ્રેક્ટિસ દરમિયાન સૌનું મનોબળ વધારતો હતો. તેના ચહેરા પર સ્મિત રહેતું હતું. તે હંમેશા યુનિવર્સિટી પરિવારનો હિસ્સો રહેશે. કેનેડામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીયો વિરુદ્ધ હિંસાની આ બીજી મોટી ઘટના ઘટી છે. થોડા સમય પહેલા કેનેડામાં 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની પણ હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો--- Perfect Masala Chai: જીવનનું અમૃત ‘ચા’, ક્યાક તમે પણ ખોટી પદ્ધતિથી નથી બનાવતા ને, શીખી લો પરફેક્ટ રીત...

આ પણ વાંચો---Bollywood: ધુરંધરે કાર્તિક-અનન્યાની ફિલ્મને આપી ધોબીપછાડ, પહેલા દિવસે જ ફિલ્મનું ખરાબ પ્રદર્શન!

Tags :
Advertisement

.

×