Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sudan Drone Attack: સુદાનમાં RSF ના હુમલામાં આઠ બાળકો સહિત 24 લોકોના મોત

સુદાનમાં સત્તાની લાલસામાં ખેલાઈ રહેલા લોહિયાળ ખેલમાં હવે નિર્દોષ વિસ્થાપિતો પણ સુરક્ષિત રહ્યા નથી. ઉત્તર કોર્ડોફાનમાં જીવ બચાવવા ભાગી રહેલા પરિવારોના વાહન પર RSF દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ હુમલામાં 8 માસૂમ બાળકો સહિત 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. શું છે આ આકાશી હુમલા પાછળનું કારણ અને કેમ સુદાનમાં માનવતા મરી પરવારી છે? જાણો આ ભયાનક નરસંહારની પૂરી વિગત.
sudan drone attack  સુદાનમાં rsf ના હુમલામાં આઠ બાળકો સહિત 24 લોકોના મોત
Advertisement

  • ઉત્તર કોર્ડોફાનના રાહદ નજીક રહેણાંક વિસ્તારમાં ત્રાટક્યું મોતનું ડ્રોન  (Sudan Drone Attack:)
  • અર્ધલશ્કરી જૂથ RSF પર હુમલો કરવાનો ગંભીર આરોપ, મચી ભારે અફરાતફરી
  • 2023 થી ચાલતા સત્તા સંઘર્ષમાં અત્યાર સુધી 40,000 થી વધુ લોકોના મોત
  • ગૃહયુદ્ધને કારણે 1.4 કરોડ લોકો બેઘર બનતા દુનિયાનું સૌથી મોટું માનવતાવાદી સંકટ

Sudan Drone Attack:  આફ્રિકન દેશ સુદાન (Sudan) છેલ્લા ત્રણ વર્ષથી ભયાનક ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યો છે. સેના અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસ (Rapid Support Forces - RSF) વચ્ચેના સત્તા સંઘર્ષે દેશની શાંતિ હણી લીધી છે. આ લોહિયાળ જંગમાં શનિવારે વધુ એક કાળજું કંપાવનારી ઘટના બની છે. સુદાનના ઉત્તર કોર્ડોફાન પ્રાંતમાં (North Kordofan Province) આવેલા રાહદ નજીક એક ભયાનક ડ્રોન હુમલો (Drone Attack) કરવામાં આવ્યો હતો, જેમાં 8 નિર્દોષ બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

RSF પર હુમલાનો આરોપ

સ્થાનિક અહેવાલો મુજબ, આ હુમલો કુખ્યાત અર્ધલશ્કરી જૂથ RSF દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે. જોકે, આ જૂથ દ્વારા હજુ સુધી હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ જૂથ સુદાનની સત્તા કબજે કરવા માટે રાષ્ટ્રીય સેના સામે લોહિયાળ જંગ લડી રહ્યું છે. નિર્દોષ નાગરિકો આ બે જૂથોની લડાઈમાં હોમાઈ રહ્યા છે.

Advertisement

Advertisement

Sudan Drone Attack: વિશ્વનું સૌથી મોટું માનવતાવાદી સંકટ

એપ્રિલ 2023 થી સુદાનની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સેના અને RSF વચ્ચેનો વિવાદ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) ના સત્તાવાર આંકડા મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, રાહત એજન્સીઓનો દાવો છે કે વાસ્તવિક મૃત્યુઆંક આનાથી અનેક ગણો વધારે હોઈ શકે છે.યુદ્ધના કારણે સુદાનમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળ્યો છે. અંદાજે 14 મિલિયન (1.4 કરોડ) થી વધુ લોકો પોતાના ઘર છોડીને વિસ્થાપિત થયા છે, જે તેને વર્તમાન સમયનું સૌથી મોટું માનવતાવાદી સંકટ (Humanitarian Crisis) બનાવે છે.

આ પણ વાંચો: SIPRI Report : ભારતે બદલી Nuclear Policy ? હવે શાંતિકાળમાં પણ પરમાણુ મિસાઈલો રહેશે સજ્જ

Tags :
Advertisement

.

×