Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહી છે 3 મહામારી, બાળકોનાં વોર્ડમાં પણ હવે જગ્યા નથી

Diseases in America :અમેરિકાના લોકો હાલ એક સાથે ત્રણ ત્રણ મહામારીનો સામનો કરી રહ્યા છે. અનેક હોસ્પિટલોમાં તો બાળકોના વોર્ડમાં પણ જગ્યા ઓછી પડી રહી છે.
અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહી છે 3 મહામારી  બાળકોનાં વોર્ડમાં પણ હવે જગ્યા નથી
Advertisement
  • બર્ડ ફ્લુની સમસ્યામાં થઇ રહ્યો છે વધારો
  • રેબિટ ફિવરના કારણે સૌથી વધારે સમસ્યા
  • અમેરિકાની હોસ્પિટલોમાં તમામ બેડ છે ફુલ

Diseases in America :અમેરિકાના લોકો હાલ એક સાથે ત્રણ ત્રણ મહામારીનો સામનો કરી રહ્યા છે. અનેક હોસ્પિટલોમાં તો બાળકોના વોર્ડમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. અચાનકથી આવેલી આ બિમારીના કારણે હેલ્થ સિસ્ટમ પર અસર પડી રહી છે. સમગ્ર દેશમાં ડરનો માહોલ પણ છે. આ બિમારીઓમાં બર્ડ ફ્લુ, રેબિટ ફિવર અને રેસ્પિરેટરી સિંસિટિયલ વાયરસ (RSV) નો ખતરો છે. શિયાળાની આ સિઝનમાં કેટલીક બિમારીઓ સામાન્ય છે. નબળી ઇમ્યૂનિટી ધરાવતા લોકો તેનો શિકાર બની જાય છે. ત્રણેય બિમારીઓમાંથી સૌથી ખતરનાક કોણ છે...

બર્ડ ફ્લૂ (Bird Flu)

ગત્ત થોડા સમયથી બર્ડ ફ્લુ (H5n1 Virus) નો સતત વધી રહેલો ખતરો ચિંતાનો વિષય બની ચુક્યો છે. યુએસમાં આ વાયરસના કારણે માણસોમાં સંક્રમણ વધવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર લુઇસિયાનામાં એક વ્યક્તિનું આ વાયરસના કારણે મોત થઇ ચુક્યું છે. આ વાયરસથી ઇંસાનોના મોતની આ પહેલી ઘટના છે.

Advertisement

સીડીસીનું કહેવું છે કે, યુએસમાં અત્યાર સુધી માણસોમાં H5N1 વાયરસના અત્યાર સુધીમાં 66 કેસ આવી ચુક્યા છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્જા પણ કહે છે. આ વાયરલ ઇન્ફેક્શન છે, જે પક્ષીઓ, ગાયો અને અને જંગલી જાનવરોમાં ફેલાય છે. કેટલાક સ્થળો પર માણસોમાં પણ ફેલાવાનો મામલો સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : Gujarat રાજ્યના શિક્ષણ મંત્રીએ AAP નેતા ચૈતર વસાવાની ઝાટકણી કાઢી

બર્ડ ફ્લુના લક્ષણ
તાવ, ખાંસી, થાક લાગવો, કંજક્ટિવાઇટિસ, માંસપેશીઓમાં દુખાવો, ગળો ખરાબ થવો, ઉલ્ટી થવી અને ઝાડા થવા. સતત બંધ અને વહેતું નાક, શ્વાસ લેવામાં તકલીફ

રેબિટ ફિવર (Rabbit Fever)

અમેરિકામાં પણ સસલાના તાવનો રોગ સતત વધી રહ્યો છે. સીડીસી અનુસાર, છેલ્લા દાયકામાં તેના કેસોમાં 50% થી વધુનો વધારો થયો છે. સસલાના તાવને તુલેરેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ઝૂનોટિક રોગ છે જે સસલા અને અન્ય પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. આ રોગ ખૂબ જ ગંભીર હોઈ શકે છે. તેમાં તાવ, થાક અને ત્વચા પર જખમ જેવા લક્ષણો જોવા મળે છે. આ ચેપ ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સીધા સંપર્ક દ્વારા મનુષ્યોમાં થઈ શકે છે. તેમના કરડવાથી, ચેપગ્રસ્ત માંસ ખાવાથી અથવા ચેપગ્રસ્ત માટી કે પાણીના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. જો સસલાના તાવની સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે 60% કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે. તેનું જોખમ 5-9 વર્ષના બાળકો, વૃદ્ધો અને આદિવાસી લોકોમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત

રેબિટ ફીવરના લક્ષણો

તીવ્ર તાવ
શરદી: શરદી ઘણીવાર તાવ સાથે હોય છે.
થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ભૂખ ન લાગવી
સોજો લસિકા ગાંઠો
ત્વચાના જખમ
ગળામાં દુખાવો, સોજો, દુખાવો
આંખોમાં બળતરા, સોજો અને લાલાશ
શ્વાસ લેવામાં તકલીફ
ઝાડા અને ઉલટી

શ્વસનક્રિયા અને કોષોને અસર પહોંચાડતો વાઇરસ

ફોર્ચ્યુન મેગેઝિન અનુસાર, અમેરિકા રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (RSV) અને નોરોવાયરસના પ્રકોપનો પણ સામનો કરી રહ્યું છે. શિયાળાની ઋતુમાં આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. RSV એક સામાન્ય વાયરસ છે. જે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઝડપથી અસર કરે છે. આનાથી શ્વસનતંત્રમાં ગંભીર ચેપ લાગી શકે છે.

આ ઉપરાંત, નોરોવાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને પેટના વાયરસ પણ કહેવામાં આવે છે. આના કારણે પાચનતંત્ર પર અસર પડે છે. ઉલટી અને ઝાડા શરૂ થાય છે. શાળાઓ અને હોસ્પિટલોમાં આનું જોખમ વધુ છે અને તેના ફેલાવાની શક્યતા પણ વધુ છે.

આ પણ વાંચો : Patan: 'બનાસ ડેરી' લખેલા ટેન્કરમાં મળ્યો લાખોનો દારૂ, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ

Tags :
Advertisement

.

×