Quake in Iran: શું પરમાણુ પરીક્ષણને કારણે ઈરાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો? સો. મીડિયામાં ચર્ચા
. USGS મુજબ ગેરાશ વિસ્તાર ભૂગર્ભીય રીતે સક્રિય છે
. પરંતુ યુદ્ધના માહોલને કારણે લોકો તેને પરમાણુ પરીક્ષણ માની રહ્યા છે
. IAEA એ ઈરાની પરમાણુ મથકો સુરક્ષિત હોવાનું કહ્યું છે
. પણ ઈરાને દાવો કર્યો છે કે નાતાન્ઝ સાઈટ પર હુમલો થયો છે
Quake in Iran: અમેરિકાના જીઓલોજિકલ સર્વે (U.S. Geological Survey - USGS) પ્રમાણે, દક્ષિણ ઈરાનના ગેરાશ (Gerash) વિસ્તારમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યોછે. એજન્સીએ કહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ગેરાશ ઈરાનના ફાર્સ પ્રોવિન્સ (Fars province) માં આવેલું છે. ગેરાશ (Gerash) નું ભૌગોલિક સ્થાન અરેબિયન ( Arabian) અને યુરેશિયન (Eurasian) ટેક્ટોનિક પ્લેટ્સ (tectonic plates) મળે છે, તે ઝાગ્રોસ ફોલ્ડ (Zagros fold) અને થર્સ્ટ બેલ્ટ (thrust belt) પાસે છે. જેના કારણે અહીં ઘણાં ભૂકંપના કંપન અનુભવાય છે. મધ્ય-પૂર્વમાં ગેરોશનો વિસ્તાર ભૂગર્ભીય સક્રિયતા ધરાવતા ક્ષેત્રોમાંથી એક છે. જેને કારણે આ વિસ્તારમાં 4ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો : US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!
Iran એ ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું?
જો કે ગેરાશમાં આવેલા 4.3ની તીવ્રતાના ભૂકંપને કારણે સોશયલ મીડિયા પર ઈરાન (Iran) ના ઈઝરાયલ-અમેરિકા (Israel - US) સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે આશંકાઓ અને ચર્ચાઓ વહેતી થઈ છે. સોશયલ મીડિયા પર કેટલીક ચર્ચાઓમાં આ કંપનનું કારણ ઈરાનના ગુપ્ત ન્યૂક્લિયર ટેસ્ટને કારણે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ભૂગર્ભીય પરમાણુ પરીક્ષણો (Nuclear Tests) ની પેટર્ન કુદરતી રીતે આવતા ભૂકંપોથી અલગ હોય છે. ભૂગર્ભીય પરમાણુ પરીક્ષણમાં પ્રાથમિક તરંગો ઘણાં મજબૂત હોય છે અને સેકન્ડરી વેવ્સ ઘણાં નબળાં હોય છે. ગેરાશમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે નોંધાયું છે અને તે આ વિસ્તારની ટેક્ટોનિક એક્ટિવિટી સાથે મેળ ખાતી હોવાનું હાલ અનુમાન છે.
અન્યત્ર ચાલતી સિસ્મિક એક્ટિવિટીએ પણ આમા વધારો કર્યો છે. ગત કેટલાક સપ્તાહોથી અમેરિકાના નેવાદા (Nevada) માં 100 જેટલા નાના ભૂકંપ નોંધાયા છે. તેને કારણે સંભવિત પરમાણુ ગતિવિધિઓ સાથે જોડતી ઓનલાઈન થિયરીઓ પણ વહેતી થઈ છે.
આ પણ વાંચો : શું Crude Oil ની કિંમતો 120 ડૉલરને પાર કરશે? JPMorganની ચેતવણી
US માં થઈ રહી છે પરમાણુ ગતિવિધિઓ?
આ કંપનો અમેરિકાની તોનોપાહ (Tonopah) ટેસ્ટ રેન્જ નજીક નોંધાયા હતા. આ અતિ સંવેદનશીલ મિલિટ્રી ટેસ્ટિંગ ફેસિલિટીને લઈને ઘણી થિયરીઓ પણ ચર્ચામાં છે. નાના ભૂકંપોને કારણે આંતરરાષ્ટ્રીય મીડિયા અને વ્યૂહાત્મક વર્તુઓળમાં અમેરિકા દ્વારા ઈરાન સામેની લશ્કરી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવામાં આવે તેવી શક્યતાઓ પણ વહેતી થઈ છે.
International Atomic Energy Agency (IAEA) ના પ્રમુખે સોમવારે જ કહ્યુ છે કે તેમની એજન્સીને એવા કોઈ સંકેત મળ્યા નથી કે અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાના કોઈપણ પરમાણુ સંસ્થાનોને નુકશાન થયું હોય કે તેને નિશાન બનાવાયા હોય.
International Atomic Energy Agency (IAEA) ખાતે ઈરાનના રાજદૂત રેઝા નજાફી (Reza Najafi) એ કહ્યુ છે કે ચાવીરુપ ન્યૂક્લિયર સાઈટ નાતાન્ઝ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આમા વધુ કોઈ માહિતી આપી નથી.
ગત વર્ષ 12 દિવસના યુદ્ધમાં નાતાન્ઝ સહીતની ઈરાનની ન્યૂક્લિયર ફેલિસિટીઝને ઈઝરાયલ અને અમેરિકાએ નિશાન બનાવી હતી. IAEA ના નિરીક્ષકોને ત્યારથી અહીં મુલાકાત લેવાની ઈરાન દ્વારા પરવાનગી આપવામાં આવી નથી.
આ પણ વાંચો : US Israel Iran War: ઈરાનની Mosaic રણનીતિ, 4 દિવસના યુદ્ધમાં જ હાંફવા લાગ્યા ટ્રમ્પ!


