એક બિલાડીએ આખુ પ્લેન કર્યું હાઇજેક, કલાકો સુધી મુસાફરો બંધક રહ્યા પછી અચાનક...
- પ્લેનના વાયરિંગમાં બિલાડી ઘુસી ગઇ હતી
- જેને પકડવા માટે બે દિવસ સુધી આખુ પ્લેન ફેંદ્યું
- જો કે બિલાડી કર્મચારીઓથી ન પકડાઇ પરંતુ જાતે જ જતી રહી
નવી દિલ્હી : કલ્પના કરો કે તમે એક વિમાનમાં મુસાફરી કરવા માટે તૈયાર છો. ફ્લાઇટ ટેકઓફ કરવાની તૈયારી કરી રહી છે પરંતુ અચાનક તમને ખબર પડે કે કોઇ ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટ ડિલે થઇ ગઇ છે. તમને ઉડ્યન માટે એક બે કલાકનો નહીં પરંતુ 2 દિવસ સુધી રોકાવું પડે. આખરે તમને ખબર પડે કે આ બધુ જ માત્ર એક બિલાડીના કારણે થઇ રહ્યું છે. યુરોપમાં ગત્ત દિવસોમાં એક એવી જ વિચિત્ર ઘટના જોવા મળી હતી. એક બિલ્લીએ રયાનએર જેટના હાઇજેક કરી લીધું. બિલ્લીના કારણે ઉડ્ડયન બે દિવસ વધારે સમય સુધી અટકાવવી પડી હતી.
બોઇંગ 737 પ્લેન જર્મનીથી ઉડવાનું હતું
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર બોઇંગ 737 ને ગત્ત અઠવાડીયે રોમથી જર્મની માટે ઉડવાનું હતું. ત્યારે ચાલક દળના સભ્યોને વિમાનની અંદરથી બિલાડીનો અવાજ સંભળાયો હતો. ક્રુ મેંબર્સે તુરંત જ બિલ્લીને શોધવાનું શરૂ કરી દીધું. વિમાનથી અનેક પેનલ પણ હટાવવામાં આવ્યા. આખરે તેમણે વિમાનના ઇલેક્ટ્રિકલ બેમાં છુપાયેલી બિલાડી દેખાઇ હતી. જો કે બિલ્લીને ત્યાંથી હટાવવી સરળ નહોતી. ક્રુ મેંબર્સને દિલ્હીને વિમાનમાંથી બહાર રાખવા માટે ભારે મહેનત કરવી પડી હતી.
આ પણ વાંચો : Rajkot: ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ! પ્રેમિકા પર હુમલો કરી પ્રેમીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
બે દિવસ સુધી બિલાડીએ તમામ પાયલોટને બંધક બનાવ્યા
બે દિવસ સુધી કર્મચારીઓ બિલ્લીને હટાવવા માટે હવાઇ જહાજથી પેનલ હટાવતા રહ્યા પરંતુ તે વિમાનના અલગ અલગ હિસ્સાઓમાં જતી રહેતી હતી. કર્મચારીઓ તે બાબતે પણ ચિંતિત હતા કે વિમાનના તે કોઇ ચોક્કસ હિસ્સામાં ફસાઇને મરી ન જાય. અથવા તો દોડાદોડીમાં કોઇ એવા સ્પેરપાર્ટને ન તોડી નાખે જેથી વિમાનને મોટુ નુકસાન થાય. બે દિવસ બાદઆખરે બિલાડી પોતાની મરજીથી વિમાનની બહાર નિકળી ગઇ હતી.
આ પણ વાંચો : વિશ્વનાં 5 એવા દેશ જ્યાં એક પણ ભારતીય નથી, નામ જાણીને જરૂર ચોંકી જશો