સીરિયામાં ભોજન માટે મચી ભાગદોડ, અનેક લોકોનાં મોત અનેક ઘાયલ
- દમિશ્કની ખ્યાતનામ મસ્જિદમાં કાર્યક્રમનું આયોજન
- ભોજન અથવા તો રાશન કિટ માટે લોકોમાં ભાગદોડ મચી
- 5 લોકોનાં મોત જ્યારે અનેક ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી
દમિશ્ક : દમિશ્કમાં ઉમય્યદ મસ્જિદમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન લાખો લોકો એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન ભાગદોડ સર્જાતા પ્રાથમિક રીતે 5 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત 5 બાળકો પણ ઘાયલ થયા છે. કેટલાક બાળકોને ફ્રેક્ચર અને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકો ભાગદોડના કારણે બિમાર પણ પડ્યા છે. દુર્ઘટના બાદ બચાવ કર્મચારીઓ અને સુરક્ષા દળ દ્વારા રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સીરિયાના દમિશ્કની પ્રખ્યાત ઉમય્યદ મસ્જિદમાં કાર્યક્રમ
સીરિયાની રાજધાની દમિશ્કની પ્રખ્યાત ઉમય્યદ મસ્જિદમાં શુક્રવારે થયેલી ભાગદોડમાં ત્રણ મહિલાનું દર્દનામ મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ બાળકો ઘાયલ થઇ ગયા. સીરિયામાં સિવિલ ડિફેન્સ સમુહ, વ્હાઇટ હેલમેટ્સના અનુસાર ઘટના દરમિયાન અનેક બાળકોને ફ્રેક્ચર, ગંભીર ઇજાઓ થઇ છે. કેટલાક લોકો બેહોશ પણ થઇ ગયા છે. હાલ સ્થાનિક તંત્ર રાહત અને બચાવકામગીરી ચલાવી રહ્યું છે.
આ પણ વાંચો : Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!
એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન
આ દુર્ઘટના એક નાગરિક દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન થઇ હતી. જેમાં લોકો વચ્ચે કોઇ અફવા ફેલાયા બાદ ભાગદોડ મચી ગઇ હતી. વ્હાઇટ હેલમેને જણાવ્યું કે, અમારી ટીમોએ અન્ય બચાવ કર્મચારીઓ સાથે મળીને એક યુવતીને મેડિકલ સહાય આપવામાં આવી. મસ્જિદથી એક મહિલાના શબને બહાર કાઢવામાં આવ્યું છે. જો કે હજી પણ રાહત અને બચાવકામગીરી ચાલી રહી છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં ભોજન સમારંભ અથવા તો રાશન કીટ વહેંચવામાં આવે તેવી માહિતી મળતા લોકો તે લેવા માટે દોડ્યા અને તેમાં ભાગદોડમાં લોકોનું મોત થયું.
આ પણ વાંચો : BZ Finance Scam ને લઈ CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા