Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Abu Dhabi : ઇરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે BAPS ના સંતો બન્યા માનવતા, સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના (Israel-Iran War) માહોલમાં જ્યાં હજારો લોકો દેશ છોડીને સુરક્ષાની શોધમાં નીકળી રહ્યા છે, ત્યાં BAPS ના સંતો અબુધાબીમાં માનવતા, સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના (Pujya Brahmavihari Das Swami) માર્ગદર્શન હેઠળ અનેક સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોને સહાય, માર્ગદર્શન અને સહારો આપવા માટે સતત સેવા આપી રહ્યા છે.
abu dhabi   ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે baps ના સંતો બન્યા માનવતા  સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ
Advertisement
  1. ઇરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે યુએઈમાં BAPS નાં સંતો-સ્વંયસેવકો દ્વારા સેવાકાર્ય
  2. પોતાના જીવને જોખમમાં મૂકી લોકોની મદદે આવ્યા BAPS નાં સંતો-સ્વંયસેવકો
  3. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સેવાકાર્ય
  4. અનેક સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોને સહાય, માર્ગદર્શન, સહારો આપી આપી રહ્યા છે સેવા
  5. મહંત સ્વામી મહારાજ દ્વારા પણ સતત ટેલિફોનિક વાત કરી સંતો-સ્વંયસેવકોની ખબર અંતર પૂછાઈ
  6. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાધુ બ્રહ્મવિહારીદાસજી સાથે ટેલિફોનિક વાતચીત કરી

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના (Israel-Iran War) માહોલમાં જ્યાં હજારો લોકો દેશ છોડીને સુરક્ષાની શોધમાં નીકળી રહ્યા છે, ત્યાં BAPS ના સંતો અબુધાબીમાં માનવતા, સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના (Pujya Brahmavihari Das Swami) માર્ગદર્શન હેઠળ અનેક સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોને સહાય, માર્ગદર્શન અને સહારો આપવા માટે સતત સેવા આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં BAPS દ્વારા કરવામાં આવતી સેવા માત્ર મદદ પૂરતી નથી, પરંતુ “વસુધૈવ કુટુંબકમ્” આખી દુનિયા એક પરિવાર છે, તે સંદેશને જીવંત બનાવે છે. જ્યારે, દુનિયા યુદ્ધ અને અશાંતિની વાત કરે છે, ત્યારે સંતો શાંતિ, સેવા અને માનવતાનો માર્ગ બતાવે છે.

છેલ્લા 8 થી વધુ દિવસથી ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ દરમિયાન અન્ય ખાડી દેશોમાં પણ મિસાઇલ હુમલા થયા છે. ત્યારે યુએઈમાં (UAE) જ્યાં એક તરફ મિસાઇલ અને ડ્રોન હુમલા થયા ત્યારે આવા કપરાં સમયમાં પણ અબુધાબીમાં BAPS નાં સંતો માનવતા, સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ બીએપીએસ સંસ્થાનાં અનેક સ્વયંસેવકો યુદ્ધની સ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સહાય, માર્ગદર્શન અને સહારો આપી રહ્યા છે અને સતત સેવા આપી રહ્યા છે.

Advertisement

કપરા સમયમાં પણ “વસુધૈવ કુટુંબકમ્” ના સંદેશને જીવંત બનાવી રહી BAPS સંસ્થા

આવી પરિસ્થિતિમાં પણ BAPS દ્વારા કરવામાં આવતી સેવા માત્ર મદદ પૂરતી જ નથી, પરંતુ “વસુધૈવ કુટુંબકમ્” આખી દુનિયા એક પરિવાર છે, તે સંદેશને જીવંત બનાવી રહી છે. જ્યારે, દુનિયા યુદ્ધ અને અશાંતિની વાત કરે છે, ત્યારે સંતો શાંતિ, સેવા અને માનવતાનો માર્ગ બતાવે છે. સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, યુદ્ધના સમયે પણ પોતાના જીવની પરવા કર્યા વિના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ સ્વયંસેવકો-સેવિકાઓએ હૃદયપૂર્વક સેવા આપી છે અને સાચા શાંતિદૂત બની રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ યુરોપમાં જ્યારે હજારે લોકો ફસાઈ ગયા હતા ત્યારે પોલેન્ડ ખાતે BAPS ના વરિષ્ઠ સાધુ બ્રહ્મવિહારીદાસજીના સંકલનથી હજારો લોકોને ગરમ ભોજન-પ્રસાદની સેવા પૂરી પાડવામાં આવી હતી. સાથે જ રહેવાની વ્યવસ્થા માટે રાહત કેમ્પની પણ સુવિધા ઊભી કરવામાં આવી હતી.

Advertisement

ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાધુ બ્રહ્મવિહારીદાસજી સાથે ટેલિફોનિક વાતચીત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) દ્વારા જ્યારે સાધુ બ્રહ્મવિહારીદાસજી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે સાધુ-સંતો અમારા માટે પ્રાર્થના કરતા હોય છે પરંતુ, અત્યારે એવો સમય છે કે અમે પણ આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ. યુદ્ધના વાતાવરણ દરમિયાન યુએઈમાં રહીને બીએપીએસનાં સાધુ-સંતો 'શૂરવીર ભારતીય સંત'ના જીવંત ઉદાહરણરૂપ બન્યા છે. આ માત્ર ભારત માટે જ નહીં, વિશ્વભરના લોકો માટે એક ઉત્તમ દાખલો પૂરો પાડશે.

અબુ ધાબીમાં લોકોની સેવા કરતા સંતોની રક્ષા માટે પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાર્થના

આ કપરા સમયમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજ (Pujya Mahantaswami Maharaj) પણ નિરંતર સ્વયંસેવકોની સંભાળ રાખી રહ્યાં છે, અબુ ધાબીમાં (Abu Dhabi) લોકોની સેવા કરતા સંતોની રક્ષા માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ ટેલિફોનિક કોલ દ્વારા આશીર્વચન પણ પાઠવી રહ્યાં છે. સાધુ બ્રહ્મવિહારીદાસજી સહિત 13 સંતો, પૂ. મહંત સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સેવાભાવનાથી સતત કામગીરી થઈ રહી છે. યુએઈના મિનીસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો. એક્ઝિસ્ટન્સ શેખ નાહ્યાન મુબારક અલ નાહ્યાનની (Sheikh Nahyan Mubarak Al Nahyan) જ્યારે સાધુ બ્રહ્મવિહારીદાસજી સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે, આધ્યાત્મિક ગુરુઓ તો ઘણા પ્રકારના હોય છે, કેટલાક માત્ર વચનોથી તો કેટલાક અંતરથી સેવા કરે. પરંતુ, આપના ગુરુ મહારાજ પૂ. મહંત સ્વામી મહારાજ સૌને સેવા આપી રહ્યાં છે. એવા મુશ્કેલ સમયમાં જ્યાં લોકો દેશ છોડીને જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તમારા જેવા સંતો અહીં રોકાઈને સૌને હિંમત-વિશ્વાસ અને હૂંફ આપી રહ્યા છે. આ એક ઉત્તમ સેવા છે.

આ પણ વાંચો - BAPS ના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈતથી આવતા લોકોને BAPS ના સ્વયંસેવકોએ કરી મદદ

છેલ્લા 8 દિવસથી વધુ દિવસથી ચાલી રહેલા ઇરાન-ઇઝરાયલ યુદ્ધનાં (Israel-Iran War) કારણે માત્ર યુએઈમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોને જ નહીં પણ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા લોકોની પણ સેવા કરી છે. જેમ કે, અમેરિકાથી કુવૈતના રસ્તે આવતા 20 જેટલા લોકોને આપણા BAPS નાં સ્વયંસેવક મદદ કરી. તેમને ભોજન, દવા, એર-ટિકીટ, ટ્રાન્સપોર્ટેશન, સહિતની સેવા પૂરી પાડી છે. સાઉદી અરેબિયા અને ઓમાનથી આવતા લોકોને પણ ભારત પરત ફરવા માટેની મદદ કરી. 8 થી 10 જેટલા સ્વયંસેવકો યુએઈ સ્થિત ઇન્ડિયન એમ્બસીના સંપર્કમાં રહીને જે કોઈ ભારતીયોને જરૂરી મદદ જોઈતી હોય તે પણ પૂરી પાડી છે.

જરૂરિયાતમંદોને મદદ કરવી એ ભયનો સૌથી શક્તિશાળી ઉપચાર : પૂ. મહંત સ્વામી મહારાજ

પ. પૂ. મહંત સ્વામીએ સેવાના સંદર્ભમાં સૌને એક વાક્યમાં કહ્યું હતું કે, જરૂરિયાતમંદોને મદદ કરવી એ ભયનો સૌથી શક્તિશાળી ઉપચાર છે. તેમણે કહ્યું હતું કે, મુશ્કેલ સમયમાં આપણે ભેગા રહી એકબીજાને હૂંફ-હિંમત આપીએ એનાથી મોટી કોઈ સેવા નથી. ભગવાન સ્વામિનારાયણ પણ કહેતા કે દેશકાળ, આપત્તિ કે માંદગી આવે ત્યારે હિંમત હારી જવાથી તે ટળી જતી નથી પણ જે હિંમત રાખે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો - BAPS : સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્યતા-દિવ્યતાથી ઉજવાયો ફૂલદોલ રંગોત્સવ

Tags :
Advertisement

.

×