ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Accident : પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત,બાળકો સહિત 11 લોકોના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ ઘટના બસ અને વ્હીલ વચ્ચે અકસ્માત બાળકો સહિત 11 લોકોના મોત 10  ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા Pakistan Accident પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત ((Pakistan Accident ))થયો છે, જેમાં ઓછામાં ઓછા 11...
07:17 PM Apr 07, 2025 IST | Hiren Dave
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ ઘટના બસ અને વ્હીલ વચ્ચે અકસ્માત બાળકો સહિત 11 લોકોના મોત 10  ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા Pakistan Accident પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત ((Pakistan Accident ))થયો છે, જેમાં ઓછામાં ઓછા 11...
Pakistan Accident

Pakistan Accident પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં એક ભયાનક માર્ગ અકસ્માત ((Pakistan Accident ))થયો છે, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે, થ્રી-વ્હિલર વાહન અથડાયા બાદ પેસેન્જર બસના ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી.

ઘટનાસ્થળે 8ના મોત

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પેસેન્જર બસ ઝરાંવાલાથી લાહોર જઈ રહી હતી. બસ એક વાહન સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રોડ પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી ત્રણનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સ્થાનિક લોકોએ મદદ કરી

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

આ  પણ  વાંચો -બડાઈની બબાલમાં બાળકોની બલિ...ગાઝા યુદ્ધમાં 18 મહિનામાં 17000 બાળકોનું થયું મૃત્યુ

CM મરિયમ નવાઝે દુઃખ વ્યક્ત કર્યું

પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઈજાગ્રસ્તોને સારી તબીબી સુવિધાઓ આપવા પણ કહ્યું છે. આ અકસ્માતથી સમગ્ર પંજાબમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Tags :
11killedGujarat FirstIslamabadPakistanPunjabRoadAccident
Next Article