ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

12 કલાકમાં 1057 પુરૂષો સાથે શરીર સુખ માણવાનો દાવો કરનાર મહિલાને કાઢી મુકાઇ

મનઘડંત દાવાઓ કરવા માટે જાણીતા બોની બ્લુ હાલના સમયમાં બાલીની મુલાકાતે હતી. જ્યાં તેણે 12 કલાકમાં 1057 જેટલા પુરૂષો જોડે શરીર સુખ માણ્યું હોવાનો દાવો કર્યો હતો. જે બાદ સ્થાનિક દ્વારા તંત્રમાં ફરિયાદ કરવામાં આવતા તેના વિરૂદ્ધ દેશનિકાલની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, દેશનિકાલ કરવા પાછળ તેના સંબંધો નહીં, પરંતુ અન્ય મામલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
10:00 PM Dec 13, 2025 IST | PARTH PANDYA
મનઘડંત દાવાઓ કરવા માટે જાણીતા બોની બ્લુ હાલના સમયમાં બાલીની મુલાકાતે હતી. જ્યાં તેણે 12 કલાકમાં 1057 જેટલા પુરૂષો જોડે શરીર સુખ માણ્યું હોવાનો દાવો કર્યો હતો. જે બાદ સ્થાનિક દ્વારા તંત્રમાં ફરિયાદ કરવામાં આવતા તેના વિરૂદ્ધ દેશનિકાલની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, દેશનિકાલ કરવા પાછળ તેના સંબંધો નહીં, પરંતુ અન્ય મામલો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Bonnie Blue Deported From Bali : વિવાદીત બ્રિટિશ એડલ્ટ કન્ટેન્ટ બનાવતી બોની બ્લુને, ટિયા બિલિંગર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઇન્ડોનેશિયાના બાલીથી દેશનિકાલ કરવામાં આવી છે. આ સાથે તેના પર ઓછામાં ઓછા 10 વર્ષ માટે ઇન્ડોનેશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાએ શુક્રવારે બોની બ્લુને દેશમાંથી દેશનિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે. બોની બ્લુએ 2025 ની શરૂઆતમાં દાવો કર્યો હતો કે, તેણીએ 12 કલાકમાં 1,057 પુરુષો સાથે સેક્સ કરીને વિશ્વ રેકોર્ડ તોડ્યો છે, જેને લઈને તે મીડિયાની હેડલાઇન્સમાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા અને ફીજીથી પણ તગેડવામાં આવી

બોની બ્લુને અગાઉ આ જ પ્રકારના વિવાદોને કારણે ઓસ્ટ્રેલિયા અને ફીજીથી દેશનિકાલ કરવામાં આવી છે. હવે બાલીમાં આ ઘટના બની હતી, જ્યાં બોની વાદળી પિકઅપ ટ્રકમાં ફરતી હતી અને એડલ્ટ કન્ટેન્ટનું શૂટિંગ કરતી હતી. પોલીસે "જવાબદાર નાગરિક" ની ફરિયાદના આધારે એક સ્ટુડિયો પર દરોડો પાડ્યો હતો, અને બોની અને અન્ય ત્રણ પુરુષો (બે બ્રિટિશ અને એક ઓસ્ટ્રેલિયન) ની અટકાયત કરવામાં આવી હતી. શરૂઆતમાં તેના પર ઇન્ડોનેશિયાના પોર્નોગ્રાફી કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં 15 વર્ષ સુધીની જેલ અને ભારે દંડ થઈ શકે છે.

આ કારણોસર દેશનિકાલ કર્યો

તપાસમાં બોની બ્લુ સામે પોર્નોગ્રાફીના કોઈ પુરાવા મળ્યા નથી. તેના બદલે, તેને તેના ટુરિસ્ટ વિઝાનો દુરુપયોગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે, જેમાં લાઇસન્સ વિના વાહન ચલાવવા અને વાહન રજીસ્ટર ન કરાવવાનો સમાવેશ થાય છે. કોર્ટે બોની પર દંડ (આશરે 10-20 પાઉન્ડ) લાદ્યો છે, અને તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. ઇમિગ્રેશન ચીફ હેરુ વિનાર્કોએ કહ્યું, "તે વેકેશન પર આવી હતી, પરંતુ કન્ટેન્ટ બનાવવા માટે તેના વિઝાનો દુરુપયોગ કર્યો હતો." કોર્ટમાંથી બહાર નીકળતી વખતે બોની હસતી અને કેમેરા સામે ચુંબન કરતી જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષના છોકરાઓ સાથે ફિલ્મ બનાવી

અગાઉ, શાળાની રજાઓ દરમિયાન 18 વર્ષના છોકરાઓ સાથે એડલ્ટ કન્ટેન્ટ બનાવ્યું હતું, જેના કારણે ઓસ્ટ્રેલિયામાં બોનીના વિઝા રદ કરવામાં આવ્યા હતા. ફીજીમાં પણ, તેણીને "પ્રતિબંધિત" જાહેર કરીને દેશનિકાલ કરવામાં આવ્યો જતો. બોની બ્લુ તેના વિવાદાસ્પદ સ્ટંટ માટે જાણીતી છે. તેની આદત યુવાનોને મફત સેક્સ ઓફર કરવાની, તેમનું ફિલ્માંકન કરવાની અને તેમને ઓનલાઈન પોસ્ટ કરવાની છે. તે ઓન્લીફેન્સ પર લાખો રૂપિયા કમાય છે, પરંતુ ઘણા દેશોમાં તેનું કામ અનૈતિક અને ગેરકાયદેસર માનવામાં આવે છે. આ ઘટના બાલીમાં વિદેશી પ્રવાસીઓ દ્વારા અયોગ્ય વર્તન પર વધી રહેલા કડક પગલાંને પ્રતિબિંબિત કરે છે. નગ્ન ફોટા અથવા અયોગ્ય સામગ્રી માટે ઘણા અન્ય પ્રભાવકોને પણ દેશનિકાલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો -------  Elon Musk ની કંપની SpaceX લાવશે IPO, વિશ્વવની મૂલ્યવાન કંપની બનવા તરફ આગેકૂચ

Tags :
AdultContentCreatorBaliBonnieBlueDeportationGujaratFirstgujaratfirstnewsGujaratiNewsOnlyFansStar
Next Article