ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Afghanistan Earthquake : વિનાશક ભૂકંપને લીધે અફઘાનિસ્તાનના અંદાજિત 1100 નાગરિકો માર્યા ગયા

અફઘાનિસ્તાનના કુનાર અને નંગરહારમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 1100 નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 2500 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે. વાંચો વિગતવાર.
10:15 AM Sep 02, 2025 IST | Hardik Prajapati
અફઘાનિસ્તાનના કુનાર અને નંગરહારમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 1100 નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 2500 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે. વાંચો વિગતવાર.
Afghanistan Earthquake Gujarat First-02-09-2025

Afghanistan Earthquake : કુનાર અને નંગરહારમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 1100 નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 2500 ઘાયલ થયા છે. હજારો ઘરો નાશ પામ્યા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પહાડો પરથી પથ્થરો પડવા લાગ્યા, ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા અને આખો વિસ્તાર ધ્રૂજી ગયો. તાલિબાની અને આંતરરાષ્ટ્રીય ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. પહાડી રસ્તાઓ બંધ થઈ જતાં રેસ્ક્યૂ ઓપરેશન અવરોધાઈ રહ્યા છે.

Afghanistan Earthquake Gujarat First-02-09-2025-

Afghanistan Earthquake નું કેન્દ્રબિંદુ જલાલાબાદથી 27 કિમી ઉત્તર પૂર્વમાં નોંધાયું

અફઘાનિસ્તાન હિન્દુ કુશ પર્વતમાળામાં સ્થિત છે. જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો (પૃથ્વીના ઉપરના સ્તરો) એકબીજા સાથે અથડાય છે. આના કારણે ભૂકંપ અવારનવાર બને છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતના કુઝ કુનાર જિલ્લામાં હતું. જે જલાલાબાદ શહેરથી લગભગ 27 કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ માત્ર 8 કિલોમીટર હતી. જે તેને વધુ વિનાશક બનાવે છે કારણ કે, ઊર્જા ઝડપથી સપાટી પર પહોંચે છે. ભૂકંપ રાત્રે આવ્યો હતો જ્યારે મોટાભાગના લોકો સૂતા હતા. ત્યારબાદ 17 થી વધુ આફ્ટરશોક આવ્યા હતા, જેમાં 4.5 અને 5.2 ની તીવ્રતાનો સમાવેશ થાય છે.

Afghanistan Earthquake Gujarat First-02-09-2025--

આ પણ વાંચોઃ  India US military exercise : ટેરિફ વિવાદ વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે મેગા મિલિટ્રી ડ્રિલ, પાકિસ્તાન માટે શું છે સીધો સંદેશ?

અનેક ગામોમાં 90% લોકો માર્યા ગયા

આ કુદરતી કહેરમાં 1000 થી વધુ ઘરો નાશ પામ્યા છે. પર્વતોમાંથી પથ્થરો તૂટી પડ્યા, જેના કારણે ભૂસ્ખલન થયું અને રસ્તાઓ બ્લોક થઈ ગયા. માટી અને પથ્થરથી બનેલા ઘરો તરત જ તૂટી પડ્યા. એક ગામમાં એક આખું ઘર તૂટી પડતાં એક વ્યક્તિએ તેની પત્ની અને ચાર બાળકો ગુમાવ્યા. ભૂકંપથી કુનાર અને નંગરહાર પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયા. કુનારના ચાકી, નુરગલ, નુરગલ, સોકી, વાટપુર, મનોગી અને ચાપાદરે જિલ્લામાં ડઝનબંધ ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા. વાદિર, શોમાશ, મસૂદ અને અરિત ગામમાં 90% જેટલા લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. એકલા અંદારલાચક ગામમાં 79 લોકોના મોત થયા. જ્યારે મઝાર-એ-દારામાં ડઝનબંધ મૃતદેહો મળી આવ્યા. નાંગરહારના દરાઈ નૂર જિલ્લામાં 12 મૃત્યુ અને 255 ઘાયલ થયા, જ્યારે લગમાનમાં 80 લોકો ઘાયલ થયા. નુરિસ્તાનમાં પણ નુકસાન થયું. રસ્તાઓ કાટમાળથી બંધ હોવાથી બચાવ કાર્યકરોને કલાકો સુધી ચાલવું પડ્યું. ભારે પવન અને હળવા વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

આ પણ વાંચોઃ Sudan's Landslide : સુદાનમાં ભયંકર ભૂસ્ખલનમાં આખું ગામ નાશ પામ્યું

Tags :
1100 People DiedAfghanistan EarthquakeGujarat Firstrescue-operation
Next Article