Afghanistan Snowfall : અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષાથી 61 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
- છેલ્લા ત્રણ દિવસમાં કુદરતી હોનારતે મચાવ્યો હાહાકાર (Afghanistan Snowfall Disaster )
- 15 પ્રાંતોમાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- હિમવર્ષાને કારણે 458 મકાનો સંપૂર્ણ જમીનદોસ્ત
- ત્રણ દિવસમાં 61 લોકોના થયા મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
અફઘાનિસ્તાન (Afghanistan) અત્યારે કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. દેશના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority) દ્વારા શનિવારે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં પડેલી ભારે હિમવર્ષા (Heavy Snowfall) અને વરસાદને (Rainfall) કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 61થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Afghanistan Snowfall : 15 પ્રાંતોમાં ભારે તારાજી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા યુસુફ હમ્મદ (Yusuf Hammad) ના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના કુલ 34 પ્રાંતોમાંથી 15 પ્રાંતોમાં આ કુદરતી આફતની ગંભીર અસર જોવા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, 61 લોકોના મોત થયા છે અને 110 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, અંદાજે 458 ઘરો સંપૂર્ણ અથવા આંશિક રીતે ધરાશાયી થયા છે. પશુપાલન પર નિર્ભર પરિવારોને પણ મોટો ફટકો પડ્યો છે, કારણ કે સેંકડો પ્રાણીઓના પણ મોત નિપજ્યા છે.
په تیرو درو ورځو کې د بارانونو او درنو واورو د ورښت له امله د تلفاتو او خساراتو معلومات!
راپور ویونکی: حافظ محمد یوسف حماد، له پېښو سره د مبارزې آمادکۍ ملي ادارې د اطلاعاتو او نشراتو رئیس او ویاند#آمادگی_پاسخ_بازسازی#چمتووالی_ځواب_وینه__بیارغونه#AfghanistanNDMA pic.twitter.com/jpRcQmXNfD
— ANDMA - له پېښو سره د مبارزې آمادګۍ ملي اداره (@AfghanistanNDMA) January 24, 2026
બચાવ કામગીરીમાં અવરોધ
પહેલેથી જ આર્થિક સંકટ (Economic Crisis) સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાન માટે આ આફત પડ્યા પર પાટું સમાન છે. અધિકારીઓ અને બચાવ ટુકડીઓ બંધ થઈ ગયેલા રસ્તાઓ ફરીથી ખોલવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અનેક અંતરિયાળ ગામડાઓ હિમવર્ષાને કારણે મુખ્ય મથકોથી સંપર્કવિહોણા બની ગયા છે, જેના કારણે ત્યાં સુધી મદદ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
હવામાન પરિવર્તનની ગંભીર અસર
અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ (Vulnerable) દેશ છે. અહીં હિમવર્ષા અને અચાનક આવતા પૂર (Flash Floods) વારંવાર મોટી જાનહાનિનું કારણ બને છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 ની વસંત ઋતુમાં આવેલા પૂરને કારણે પણ 300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દર્શાવે છે કે દેશમાં કુદરતી આપત્તિઓનું જોખમ સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો: Trump Warning to Canada : "ચીન તમને ગળી જશે", ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પર કેમ બગડ્યા?


