પાકિસ્તાનમાં ફરી એર સ્ટ્રાઈક, 12 તાલિબાની માર્યા ગયા, 100થી વધુ ઘાયલ
- અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે લડાઈ વધુ ઉગ્ર બની (Afghanistan Pakistan Border Clash)
- પાકિસ્તાની સેનાએ અફઘાન પોસ્ટ પર કર્યો હુમલો
- સ્પિન બોલ્ડક સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ
- અથડામણમાં 12 જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા
Afghanistan Pakistan Border Clash : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પરની લડાઈ વધુ ઉગ્ર બની છે. વહેલી સવારે લગભગ 4 વાગ્યે સ્પિન બોલ્ડક (Spin Boldak) સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ, જેમાં 12 જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની સેનાએ (Pakistan Army) અફઘાન પોસ્ટ પર અચાનક હુમલો કર્યો અને અનેક ટેન્કો ધ્વસ્ત કરી દીધી હોવાનો દાવો કર્યો છે. આ સિવાય, ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) ના કુર્રમ જિલ્લામાં પણ સૈન્ય સંઘર્ષ થયો હતો. અફઘાન સૈનિકોએ સ્પિન બોલ્ડક અને કુર્રમમાં ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ પણ સંપૂર્ણ તાકાત સાથે વળતો હુમલો (Counter-Attack) કર્યો હતો.
એકબીજાની ચોકીઓ કબજે કરવાના દાવા
માહિતી મુજબ, બંને દેશોની સેનાઓ એકબીજાના સૈનિકોને મારવા, હથિયારો જપ્ત કરવા, લશ્કરી ચોકીઓ (Military Posts) પર કબજો કરવા અને ટેન્કો નષ્ટ કરવાના દાવા કરી રહી છે. આ અથડામણ એવા સમયે શરૂ થઈ છે જ્યારે બે દિવસ પહેલા જ સાઉદી અરેબિયા અને કતારના હસ્તક્ષેપ પછી તણાવ સમાપ્ત થયો હતો.
#BREAKING: A perfect shot from Pakistani forces hit an Afghan Taliban tank position. pic.twitter.com/jJwE4u8RxH
— PakUrdu (@PakUrdu_) October 14, 2025
પાકિસ્તાનનો સૈનિકોનો દાવો:
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમના હુમલામાં તાલિબાની ચોકીઓ નષ્ટ થઈ ગઈ છે અને તાલિબાની ટેન્કો પણ ધ્વસ્ત થઈ છે. તેમના મતે, તાલિબાની લડાકુઓ ચોકીઓ અને હથિયારો છોડીને ભાગી ગયા છે. સરહદ પર પાકિસ્તાની સેના હાઇ એલર્ટ (High Alert) પર તૈનાત છે.
અફઘાનિસ્તાનનો સૈનિકોનો દાવો:
અફઘાન સેનાએ દાવો કર્યો છે કે તાલિબાનનું એક ડ્રોન (Drone) ખૈબર પખ્તુનખ્વાના સરહદી વિસ્તારોમાં ઘૂસ્યું અને પાકિસ્તાની અડ્ડા પર વિસ્ફોટકોથી હુમલો કરીને પરત ફર્યું. વધુમાં, અન્ય એક ડ્રોન પાકિસ્તાની પોસ્ટ પર પડ્યું અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું. અફઘાન સેનાએ દાવો કર્યો કે તેમણે પાકિસ્તાની સૈનિકો પાસેથી 15 મિનિટની અંદર હથિયારો છીનવી લીધા હતા અને તેમને ઠાર કર્યા હતા.
ISIS-K આતંકીઓને સોંપવાની માંગ
બીજી તરફ, અફઘાનિસ્તાને પાકિસ્તાન પાસે ISIS-ખોરાસન (દાએશ) ના આતંકવાદીઓ (Terrorists) ને અફઘાનિસ્તાનને સોંપી દેવાની માંગણી કરી છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાન પર હુમલો કરવાનું કાવતરું (Conspiracy) ઘડી રહ્યા છે.
પાકિસ્તાન વિરુદ્ધ સંઘર્ષમાં સાથ આપવાની જાહેરાત
આ આતંકીઓના નામમાં શહાબ અલ-મુહાજીર, અબ્દુલ હકીમ તૌહીદી, સુલતાન અઝીઝ અને સલાહુદ્દીન રજબનો સમાવેશ થાય છે. વળી, અફઘાનિસ્તાનને સમર્થન આપવા માટે TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના બે જૂથો એક થઈ ગયા છે અને તેમણે પાકિસ્તાન વિરુદ્ધ સંઘર્ષમાં સાથે આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ખુલ્લી ચેતવણી: "હથિયાર છોડો, નહીં તો અમે છોડાવીશું"


