અફઘાન સેનાનો પાકિસ્તાન પર હુમલો: 12 પાક. સૈનિકો માર્યા ગયા, સરહદ પર ભીષણ સંઘર્ષ
- પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વકર્યો (Afghanistan Pakistan Border Conflict)
- તાલિબાન સાથે અથડામણમાં 12 સૈનિકાના મોત
- અફઘાની સેનાએ અનેક ચોકી પર કબજો કર્યો
- કાબૂલમાં એરસ્ટ્રાઈક સામે તાલિબાનનો પ્રહાર
- નંગરહર અને કુનાર પ્રાંતમાં પાક. ચોકી પર કબજો
Afghanistan Pakistan Border Conflict : શનિવારે મોડી રાત્રે અફઘાન સેનાએ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કરીને સાત જેટલા અલગ-અલગ વિસ્તારોમાં ભારે હથિયારો સાથે આક્રમણ કર્યું હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 5 સૈનિકોને અફઘાન સેનાએ કસ્ટડીમાં લીધા હોવાની માહિતી મળી છે.
અફઘાન દળોએ પાકિસ્તાની સેનાના અનેક હથિયારો પણ જપ્ત કર્યા હતા અને એક મૃત સૈનિકના મૃતદેહને પોતાના કેમ્પમાં લઈ ગયા હતા. જોકે, પાકિસ્તાને પણ વળતો ગોળીબાર કર્યો હતો, જેના કારણે આખી રાત સરહદ પર બંને પક્ષો વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલતો રહ્યો હતો. હાલમાં સરહદી વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની રહી છે.
સરહદી ચોકીઓ પર કબજો અને સત્તાવાર પુષ્ટિ (Afghanistan Pakistan Border Conflict)
તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ કૂનાર અને હેલમંદ પ્રાંતોમાં ડ્યુરન્ડ રેખા (Durand Line) નજીક પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબ્જો જમાવ્યો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમના તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, 'તાલિબાન દળોએ કૂનાર અને હેલમંદ પ્રાંતોમાં ડ્યુરન્ડ રેખા પર આવેલી પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ પરથી નિયંત્રણ મેળવી લીધું છે.'
12 સૈનિકોના મોત, અનેક ઘાયલ (Afghanistan Pakistan Border Conflict)
સૂત્રોએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે આ સરહદી અથડામણોમાં ઓછામાં ઓછા 12 પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા છે અને અન્ય ઘણા ઘાયલ થયા છે. કૂનારના બહરામચા જિલ્લાના શાકિઝ, બીબી જાની અને સાલેહાન વિસ્તારો તેમજ પક્તિયાના આર્યુબ જિલ્લામાં પણ ઉગ્ર લડાઈ ચાલી હોવાના અહેવાલો છે. બીજી તરફ, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ કહ્યું છે કે તેમની સેના અફઘાનિસ્તાનને 'સંપૂર્ણ તાકાત' સાથે જવાબ આપી રહી છે.
કાર્યવાહી એરસ્ટ્રાઇકનો બદલો
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખોવરાઝમીએ આ સૈન્ય કાર્યવાહીને કાબુલ પર થયેલી એરસ્ટ્રાઇકનો બદલો ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની પવિત્રતાનું વારંવાર ઉલ્લંઘન કરવા અને અફઘાન ભૂમિ પર હવાઈ હુમલા કરવાના જવાબમાં અફઘાન સેનાએ સફળ કાર્યવાહી કરી છે.'
પાકિસ્તાનને કડક ચેતવણી અને આંતરરાષ્ટ્રીય ચિંતા
અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેના ફરીથી અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરશે, તો અફઘાન સશસ્ત્ર દળો પોતાના હવાઈ ક્ષેત્રની રક્ષા કરવા અને કડક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, કતારે બંને દેશો વચ્ચે વધી રહેલા સરહદી તણાવ પર ગહન ચિંતા વ્યક્ત કરી છે. કતારે બંને પક્ષોને સંયમ જાળવવા અને વાતચીતના માધ્યમથી મતભેદોનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે.
આ પણ વાંચો : ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ : હમાસે ટ્રમ્પની શાંતિ યોજનાને "બકવાસ" ગણાવી, સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર