Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

73 વર્ષ બાદ આ મુસ્લિમ દેશમાં હટશે દારૂ પરનો બેન! જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

સાઉદી અરેબિયા હવે આંશિક રીતે આલ્કોહોલ પરનો પ્રતિબંધ હટાવવાની તૈયારી કરી રહ્યું છે. જાણો આ નિર્ણય પાછળની વ્યૂહરચના, MBSના સુધારા અને વર્લ્ડ એક્સ્પો 2030ની ભૂમિકા.
73 વર્ષ બાદ આ મુસ્લિમ દેશમાં હટશે દારૂ પરનો બેન  જાણો કેમ લેવામાં આવ્યો આ મોટો નિર્ણય
Advertisement
  • સાઉદી અરેબિયામાં આલ્કોહોલ પરનો બેન હટશે
  • MBSના સુધારા અને વર્લ્ડ એક્સ્પો 2030ની ભૂમિકા
  • 73 વર્ષ બાદ એક મોટું સામાજિક પરિવર્તન

Saudi Arabia Alcohol Ban: સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે, જે શરિયા કાયદાના કડક પાલન માટે જાણીતો છે. તે હવે તેના ઈતિહાસમાં પ્રથમ વખત જાહેરમાં આલ્કોહોલના વેચાણને મંજૂરી આપવા તરફ આગળ વધી રહ્યું છે. આ નિર્ણય ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને વર્લ્ડ એક્સ્પો 2030 જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે દેશને તૈયાર કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યો છે.

73 વર્ષ બાદ એક મોટું સામાજિક પરિવર્તન

1932માં જ્યારે સાઉદી અરેબિયાની રચના થઈ ત્યારે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 1952માં વધુ કડક કાયદાઓ લાદવામાં આવ્યા હતા. જો કે, હવે 73 વર્ષ બાદ આને સાઉદી અરેબિયાના ઈતિહાસમાં એક મોટું સામાજિક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

Advertisement

સત્તામાં આવ્યા પછી, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ દેશમાં ઘણા સુધારા કર્યા જે એક સમયે અકલ્પનીય માનવામાં આવતા હતા. તેમના શાસનમાં મહિલાઓને વાહન ચલાવવાની છૂટ આપવામાં આવી. સિનેમા અને કોન્સર્ટ જેવા જાહેર મનોરંજનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વિદેશી પ્રવાસીઓને વિઝા આપવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી. આ પછી, આલ્કોહોલ પર આંશિક છૂટ આપવાનો નિર્ણય એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. આલ્કોહોલ પર MBSનો મત, સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોને જાળવી રાખીને વૈશ્વિક સંવાદિતા સ્થાપિત કરવા તરફનું એક મોટું પગલું છે.

Advertisement

દારૂ ક્યાં મળશે? શું હશે નિયમો?

સાઉદી સરકારના પ્રસ્તાવ મુજબ, દારૂ ફક્ત 600 પર્યટન સ્થળોએ જ ઉપલબ્ધ રહેશે. વેચાણ ફક્ત લાયસન્સ ધરાવતી 5-સ્ટાર હોટલ, રિસોર્ટ અને વિદેશી ઝોનમાં જ થશે. 20% થી વધુ આલ્કોહોલ ધરાવતા પીણાં હજુ પણ પ્રતિબંધિત રહેશે. સ્થાનિક નાગરિકો માટે હજુ પણ પ્રતિબંધ ચાલુ રહેશે. જાહેર સ્થળો, દુકાનો અથવા ઘરોમાં દારૂ રાખવો અથવા તેનું સેવન કરવું હજુ પણ ગુનો ગણાશે. આ નીતિ માત્ર બિન-મુસ્લિમ વિદેશી પ્રવાસીઓ માટે છે જેઓ દુબઈ, બહેરીન જેવા પ્રતિસ્પર્ધી દેશો જેવો અનુભવ મેળવવા માંગે છે.

આ પણ વાંચો :  Sri Lanka Salt Crisis: ભારતે પાડોશી દેશને મોકલ્યુ 3050 મીટ્રિક ટન મીઠું!

સાઉદી સરકારે સુધારણા તરફ પગલાં લીધાં

સાઉદી અરેબિયા 2030માં વર્લ્ડ એક્સપો અને 2034માં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વિદેશી પ્રવાસીઓ અને પ્રતિનિધિઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સાઉદી સરકારે સુધારણા તરફ પગલાં લીધાં છે. 1 ઓક્ટોબર, 2030 થી 31 માર્ચ, 2031 દરમિયાન રિયાધમાં યોજાનારા વર્લ્ડ એક્સ્પો 2030 એ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરના દેશો તેમની સંસ્કૃતિ, ટેકનોલોજી અને વિકાસનું પ્રદર્શન કરશે. આ વૈશ્વિક પ્લેટફોર્મની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આલ્કોહોલ પર છૂટછાટ આપવામાં આવી રહી છે.

2024માં ખુલી પહેલી દારૂની દુકાન

2024માં રિયાધના ડિપ્લોમેટિક ઝોનમાં પહેલી દારૂની દુકાન ખોલવામાં આવી હતી. તે ફક્ત બિન-મુસ્લિમ વિદેશી રાજદ્વારીઓ માટે જ ખોલવામાં આવી હતી. આ માટે, મોબાઇલ એપ દ્વારા ગ્રાહકની ઓળખ અને ખરીદીને નિયંત્રિત કરવામાં આવી હતી. જોકે, દુકાનની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હતો. આ સાઉદીની નવી નીતિનો એક નિયંત્રિત અને મર્યાદિત પ્રયોગ હતો, જેનાથી જાણી શકાયું કે સુધારા કેવી રીતે અમલમાં મૂકી શકાય તે પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વિના.

આ પણ વાંચો :  લિવરપૂલ પરેડ દરમિયાન કાર ચાલકે અનેક લોકોને કચડ્યા, 47 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×