ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાંગ્લાદેશ પછી ભારતના પડોશમાં બની શકે છે એક નવો દેશ, વિદ્રોહી સૈન્ય વિજયના આરે

યુનાઈટેડ લીગ ઓફ અરાકાન (ULA) અને તેની સૈન્ય શાખા અરાકાન આર્મી એક એવા લક્ષ્ય હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે, જે ત્રણ મહિના પહેલા અશક્ય લાગતું હતું. આ લક્ષ્ય સ્વતંત્ર દેશ બનાવવા માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો છે.
04:10 PM Jan 05, 2025 IST | MIHIR PARMAR
યુનાઈટેડ લીગ ઓફ અરાકાન (ULA) અને તેની સૈન્ય શાખા અરાકાન આર્મી એક એવા લક્ષ્ય હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે, જે ત્રણ મહિના પહેલા અશક્ય લાગતું હતું. આ લક્ષ્ય સ્વતંત્ર દેશ બનાવવા માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો છે.
araka-myanmar

ભારતના પડોશનો એક ખૂણો વિદ્રોહની આગથી હોમાય રહ્યો છે. અહીં એક નવું રાષ્ટ્ર ઉભરી શકે છે તેવી સ્થિતિ છે. વિદ્રોહી સેના મ્યાનમાર સરકાર પાસેથી એક પછી એક ભૌગોલિક વિસ્તારો છીનવી રહી છે. અહીં બળવાખોરોની સ્થિતિ એવી છે કે ભારત અને ચીને તેમના કરોડો ડોલરના રોકાણને બચાવવા માટે દરમિયાનગીરી કરવી પડી છે.

અરાકાન આર્મીનુ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનુ લક્ષ્ય

યુનાઈટેડ લીગ ઓફ અરાકાન (ULA) અને તેની સૈન્ય શાખા અરાકાન આર્મી એક એવા લક્ષ્ય હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે, જે ત્રણ મહિના પહેલા અશક્ય લાગતું હતું. આ લક્ષ્ય સ્વતંત્ર દેશ બનાવવા માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો છે. અરાકાન આર્મીએ મ્યાનમારના સંઘના રખાઈન (અગાઉનું અરાકાન) રાજ્યના 18માંથી 15 નગરો પહેલેથી જ કબજે કરી લીધા છે. જો કે, ત્રણ મહત્વપૂર્ણ સ્થાનો હજુ પણ મ્યાનમાર (બર્મા)ની લશ્કરી સત્તાના હાથમાં છે. આ સ્થાનો બંગાળની ખાડીમાં સ્થિત સિત્તવે બંદર છે. આ બંદરને કલાધન મલ્ટિમોડલ પ્રોજેક્ટ હેઠળ ભારત દ્વારા ધિરાણ આપવામાં આવ્યું છે. બીજા સ્થાને ચીનની મદદથી બનેલ ક્યોકફ્યુ પોર્ટ અને ત્રીજું સ્થાન મુઆનાંગ શહેર છે.

અરકાન આર્મીનો બાંગ્લાદેશ સાથેની સરહદ પર સંપૂર્ણ કબજો

વર્ષ 2024 ના છેલ્લા દિવસે, બળવાખોર અરાકાન આર્મીએ ગ્વા શહેર પર કબજો કર્યો. આ શહેરનું વ્યૂહાત્મક મહત્વ એ હકીકત પરથી જાણી શકાય છે કે, તે પશ્ચિમી સૈન્યના પ્રાદેશિક કમાન્ડનું મુખ્ય મથક છે. થોડા દિવસ પહેલા જ અરકાન આર્મીએ સેનાના હાથમાંથી મંગદાવ શહેર છીનવી લીધું હતું અને આ સાથે જ અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની સરહદ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. જો આ બળવાખોર જૂથો સમગ્ર રખાઈન રાજ્યને કબજે કરવામાં અને સ્વતંત્રતાની ઘોષણા કરવામાં સફળ થાય છે, તો તે 1971 માં બાંગ્લાદેશના જન્મ પછી એશિયામાં પ્રથમ સફળ અલગતાવાદી લશ્કરી કાર્યવાહી હશે. પરિણામે, ભારતના પડોશમાં એક નવા દેશનો જન્મ થઈ શકે છે.

આ પણ વાંચો :  George Sorosને US નું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, મસ્કએ કર્યો વિરોધ

હૈગાંગ કરારનો સહારો

રખાઈન રાજ્યનાં વિવિધ વિસ્તારો અને ચીન રાજ્યના વ્યૂહાત્મક શહેર પલેટવા પર નિયંત્રણ સ્થાપિત કર્યા પછી, યુનાઈટેડ લીગ ઓફ અરાકાન-અરકાન આર્મી લશ્કરી જુન્ટા સાથે વાતચીત કરવા સંમત થઈ છે. આ માટે બંને પક્ષોએ ચીન દ્વારા મધ્યસ્થી કરાયેલા હૈગાંગ કરારનો સહારો લીધો છે. જાન્યુઆરી 2024 માં હસ્તાક્ષર કરાયેલ ચીનની આગેવાની હેઠળના કરારમાં કહેવામાં આવ્યું છે કે, "અમે હંમેશા લશ્કરી ઉકેલોને બદલે રાજકીય વાતચીત દ્વારા વર્તમાન આંતરિક મુદ્દાઓને ઉકેલવા માટે તૈયાર છીએ."

ભારત અને ચીન પર વિશ્વાસ છે

એક નિવેદનમાં, યુનાઈટેડ લીગ ઓફ અરાકાને 'વિદેશી રાષ્ટ્રો'ને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો. યુનાઈટેડ લીગ ઓફ અરાકાનનું આ નિવેદન ચીની ભાષામાં પણ જારી કરવામાં આવ્યું છે. આમાં ULAએ કહ્યું છે કે, તે વિદેશી રોકાણ એટલે કે ભારત અને ચીનના રખાઈન રાજ્યમાં રોકાણને સુરક્ષિત કરશે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સક્રિય નેતૃત્વની પ્રશંસા કરતા અરાકન આર્મીએ કહ્યું કે, અરાકન પીપલ્સ રિવોલ્યુશનરી ગવર્નમેન્ટ તમામ વિદેશી રોકાણોનું સ્વાગત કરે છે અને માન્યતા આપે છે, જે અરાકાન ક્ષેત્રને ફાયદો કરશે અને તેના વિકાસ અને પ્રગતિમાં મદદ કરશે. અરાકાન આર્મીએ જણાવ્યું હતું કે, સરકાર રોકાણ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ અને વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોની સલામતીની ખાતરી કરવા માટે વિશેષ કાળજી લેશે.

રાજકીય માન્યતા માટે પ્રયાસો ચાલુ છે

અરાકાન આર્મીનું આ નિવેદન આ સંગઠનના વરિષ્ઠ સૈન્ય નેતાઓ અને ભારત અને ચીનના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની ગુપ્ત બેઠક બાદ આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, યુનાઈટેડ લીગ ઓફ અરાકાન-અરકાન આર્મી સિત્તવે અને ક્યોકફ્યુને કબજે કરવા માટે સીધો આક્રમણ શરૂ કરશે કે પછી ચીની અને ભારતીય પ્રતિભાવોનું મૂલ્યાંકન કરવા રાહ જોશે.

આ પણ વાંચો :  HMPV Virus:China માં નવા વાયરસે મચાવ્યો તાંડવ,વિશ્વમાં ડરનો માહોલ!

વાયુસેના અને નૌકાદળના ઉપયોગ છતાં અરાકાન આર્મીને જીત મળી

મ્યાનમાર દ્વારા વાયુસેના અને નૌકાદળના ઉપયોગ છતાં અરાકાન આર્મીને આ જીત મળી છે. તેથી, બળવાખોરોને એક છેલ્લા મોટા હુમલા માટે ફરીથી એકત્ર થવા માટે ટૂંકી રાહતની જરૂર પડી શકે છે, પરંતુ વાટાઘાટોની ઓફર કરવા અને વિદેશી રોકાણકારોને આશ્વાસન આપવા પાછળનું વાસ્તવિક કારણ એ છે કે, જો ખરેખર સ્વતંત્રતા પ્રાપ્ત થાય તો રાજદ્વારી માન્યતા મેળવવાની શક્યતાઓ પર વિચાર કરી શકાય. એશિયા અને પશ્ચિમી વિશ્વ બંનેના મહત્વપૂર્ણ દેશોની માન્યતા વિના, યુનાઇટેડ લીગ ઓફ અરાકાનનો સ્વતંત્ર રાજ્ય બનાવવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે નહીં.

લડાઈમાં વધુ બે સંગઠનો સામેલ

મ્યાનમાર સરકાર સામે આઝાદીની લડાઈમાં વધુ બે સંગઠનો સામેલ છે, આ ત્રણેયને મળીને થ્રી બ્રધરહુડ એલાયન્સ કહેવામાં આવે છે. અરાકાન આર્મી ઉપરાંત, 'ધ ટેંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA) અને મ્યાનમાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આર્મી (MNDDA) પણ હવે મ્યાનમારના લશ્કરી જુન્ટા સાથે રાજકીય સંવાદ શરૂ કરવા સંમત થયા છે. ચીનની મધ્યસ્થતાને કારણે આ શક્ય બની શકે છે. પરંતુ તેણે ઉત્તર-પશ્ચિમ લશ્કરી કમાન્ડના મુખ્ય મથક, લાશિયો શહેરને લશ્કરી જુન્ટાને પાછા આપવાનો ઇનકાર કર્યો છે.

મ્યાનમાર સ્પષ્ટપણે પૂર્વનું નવું સીરિયા બની રહ્યું છે

જો બર્મીઝ લશ્કરી જુન્ટા વાટાઘાટો માટે સંમત થાય, તો અરાકાન બળવાખોરો તરત જ સ્વતંત્રતા માટે દબાણ નહીં કરે, પરંતુ તેઓ અન્ય વંશીય સશસ્ત્ર સંગઠનો સાથે વધુ સ્વાયત્તતાની શક્યતા શોધી શકે છે. આ એ વાત પર આધાર રાખે છે કે, અન્ય બળવાખોર જૂથો જુન્ટા સામે તેમના લશ્કરી હુમલામાં કેટલા સફળ થાય છે. મ્યાનમાર સ્પષ્ટપણે પૂર્વનું નવું સીરિયા બની રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તેણે તે પ્રકારનું વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું નથી જે અપેક્ષિત હતું.

આ પણ વાંચો :  Afghanistan-Pakistan: 'અમારી પાસે પરમાણુ બોમ્બ જેટલા શક્તિશાળી લડવૈયાઓ છે', તાલિબાને ફરી પાકિસ્તાન પર નિશાન સાધ્યું

Tags :
Arakan ArmyBangladeshGoalGujarat FirstGwaHEADQUARTERSindependent countryMangdawmilitary wingMyanmarneighborhoodRakhineregional commandUnited League of ArakanWestern military
Next Article