ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Abrahamic: દુનિયામાં જન્મ્યો એક નવો ધર્મ, જેમાં નથી કોઈ ધર્મગ્રંથ કે કોઈ પુજારી!

Newest Religion Of World ‘Abrahamic’: દુનિયામાં ફરી એક નવા ધર્મનો જન્મ થયો છે. શું તમે જાણો છો દુનિયાનો સૌથી નવો ધર્મ કયો છે? તમને જણાવી દઈએ કે, ઈસ્લામ, યહુદી, શીખ કે ખ્રિસ્તી આમાંથી એક પણ ધર્મ નવો નથી. જી હા,...
07:58 AM Apr 21, 2024 IST | VIMAL PRAJAPATI
Newest Religion Of World ‘Abrahamic’: દુનિયામાં ફરી એક નવા ધર્મનો જન્મ થયો છે. શું તમે જાણો છો દુનિયાનો સૌથી નવો ધર્મ કયો છે? તમને જણાવી દઈએ કે, ઈસ્લામ, યહુદી, શીખ કે ખ્રિસ્તી આમાંથી એક પણ ધર્મ નવો નથી. જી હા,...
World Newest Religion Abrahamic

Newest Religion Of World ‘Abrahamic’: દુનિયામાં ફરી એક નવા ધર્મનો જન્મ થયો છે. શું તમે જાણો છો દુનિયાનો સૌથી નવો ધર્મ કયો છે? તમને જણાવી દઈએ કે, ઈસ્લામ, યહુદી, શીખ કે ખ્રિસ્તી આમાંથી એક પણ ધર્મ નવો નથી. જી હા, અત્યારે દુનિયામાં એક નવા જ ધર્મનો જન્મ થયો તેવું કહેવામાં જરાય અતિશયોક્તી નથી. દુનિયાના સૌથી નવા ધર્મનું નામ છે અબ્રાહમી કે ઈબ્રાહમી છે. આ ધર્મ પહેલી વાર 2020માં અસ્તિત્વમાં આવ્યો હતો. આ પંથને માનવાવાળા લોકો એક ‘ઈશ્વર’ ને માને છે અને ઈબ્રાહીમને ઈશ્વરને સંદેશાવાહક માને છે.

આ ધર્મનો ઇસ્લામિક દેશોએ કર્યો ખુબ વિરોધ

તમને જણાવી દઈએ કે, આ ધર્મના અસ્તિત્વને લઈને ઇસ્લામિક દેશોમાં ભારે બવાલ મચેલો છે. કેટલાય ધર્મગુરૂઓનું માનવું છે કે, ઈસ્લામને ખતમ કરવા અને મુસ્લિમ દેશોના ઈઝરાયેલ સાથે સંબંધો વધારવા માટે આ ધર્મનું ઊભો કરવામાં આવ્યો છે. અનેક લોકો તો આને અમેરિકાની ચાલ પણ કહી રહ્યાં છે. સમય-સમય પર, તેને રાજકીય પ્રચાર કહીને ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, માત્ર ચાર વર્ષના આ ધર્મનો ખુબ જ વિરોધ પણ થઈ રહ્યો છે. ખાસ કરીને ઇસ્લામિક દેશો તેનો વધારે વિરોધ કરી રહ્યાં છે.

નથી કોઈ ધર્મગ્રંથ કે કોઈ પુજારી!

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં, તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારની દેખરેખમાં 'અબ્રાહમિક કરાર' (Abrahamic religions) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ઈસ્લામિક રાષ્ટ્રો UAE અને બહેરીને ઈઝરાયેલ સાથે કરાર કર્યા હતા. તે સમયે કહેવામાં આવ્યું હતું કે 'અબ્રાહમિક' ધર્મ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મતભેદો દૂર કરીને ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ વચ્ચે એકતા લાવવાનો હતો.

શું આ એક રાજનૈતિક ધર્મ છે?

અબ્રાહમી એક એવો ધર્મ છે, જેમાં ના તો કોઈ ધર્મગ્રંથ છે, ના તો કોઈ પુજારી છે. નોંધનીય છે કે, અન્ય ધર્મમાં પોતાના પુજારીઓ હોય છે પરંતુ આ ધર્મમાં ના તો પુજારી છે કે ના કોઈ ધર્મગ્રંથ છે. આને એક રાજનૈતિક ધર્મ પણ માનવામાં આવી રહ્યો છે. ઘણા ધાર્મિક નેતાઓએ તેને ધાર્મિક પ્રોજેક્ટ ગણાવીને તેનો વિરોધ કર્યો છે. આ ધર્મમાં યહુદી, ખ્રિસ્તી, ઈસ્લામ અને બહાઈ સંપ્રદાયના અનુયાયીઓનો સમાવેશ થાય છે. તેણે તો એમ પણ કહ્યું છે કે આ માત્ર એક આધ્યાત્મિક પ્રોજેક્ટ છે જેનો હેતુ ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ વચ્ચેની સમાનતા જોઈને તેમના વચ્ચેના તફાવતોને ભૂંસી નાખવાનો છે.

આ પણ વાંચો: BrahMos: ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસની પ્રથમ બેચ મોકલી, 2022માં થયો હતો 2,966 કરોડનો સોદો

આ પણ વાંચો: Iraq Base Camp Attack: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઈરાકમાં સૈન્ય મથકોને કોણે નિશાન બનાવ્યું?

આ પણ વાંચો: Israel Iran war: મહાયુદ્ધના એંધાણ! ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલો છોડી

Tags :
AbrahamicInternational NewsNew ReligionNew Religion AbrahamicNewest ReligionNewest Religion AbrahamicReligion AbrahamicVimal PrajapatiWorld New ReligionWorld New Religion AbrahamicWorld Newest ReligionWorld Newest Religion Abrahamic
Next Article