ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi China Visit : જાપાન બાદ PM મોદી ચીન પહોંચ્યા, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ

PM મોદી જાપાન બાદ શનિવારે ચીન પહોંચ્યા (PM Modi China Visit) SCO શિખર સંમેલનમાં સામેલ થશે 7 વર્ષ પછી પીએમ મોદી ચીનની મુલાકાતે PM Modi China Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન (PM Modi China Visit)...
04:40 PM Aug 30, 2025 IST | Hiren Dave
PM મોદી જાપાન બાદ શનિવારે ચીન પહોંચ્યા (PM Modi China Visit) SCO શિખર સંમેલનમાં સામેલ થશે 7 વર્ષ પછી પીએમ મોદી ચીનની મુલાકાતે PM Modi China Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન (PM Modi China Visit)...
PM Modi in China

PM Modi China Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન (PM Modi China Visit) પહોંચી ગયા છે. અહીં તેઓ ત્યેનજિન શહેરમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.7 વર્ષ પછી પીએમ મોદી ચીનની મુલાકાતે

PM મોદી જાપાન બાદ  ચીન  પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન પહોંચી ગયા છે. અહીં તેઓ ત્યેનજિન શહેરમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

આ પણ  વાંચો -PM Modi Japan visit: 5 લાખ ભારતીયો જશે જાપાન, જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો?

7 વર્ષ પછી પીએમ મોદી ચીનની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 7 વર્ષ પછી ચીન ગયા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો અને ઈંડિયન આર્મી વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીની આ પ્રથમ ચીનની મુલાકાત છે. તો વળી રશિયન ઓયલ ખરીદવા પર ભારતના માથે અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ આ પહેલી વાર હશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે હાજર રહેશે.


ચીન પહોંચતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પહેલું ટ્વિટ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખ્યું, "હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. હું SCO સમિટમાં ચર્ચાઓ અને વિવિધ વિશ્વ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યો છું."

Tags :
annual summit of the Shanghai Cooperation OrganisationModi attend SCO summitpm modi china visitPM Modi China Visit LivePM Modi in China LIVE UpdatesPM Modi in SCO SummitPrime Minister Narendra Modi reached China
Next Article