વેનેઝુએલા પર એક્શન બાદ ટ્રમ્પે વધુ 2 દેશને આપી ધમકી, કહ્યુ- આવા જ હાલ થશે!
વોશિંગ્ટન: અમેરિકાના સૈનિકોએ ઓપરેશન ઓબ્સેલ્યૂટ રિઝોલ્યૂશન ચલાવીને ગત સપ્તાહે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને એરેસ્ટ કર્યા હતા. તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે અને તેમની પત્ની પણ સાથે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં એક સારું નેતૃત્વ સ્થાપિત કરવાની વાત કહી છે અને ત્યાં સુધી અમેરિકા દ્વારા શાસન ચલાવવાની પણ જાણકારી આપી છે.
આ દરમિયાન તેમણે કોલંબિયા અને ક્યૂબાને પણ ધમકી આપી છે. તેમણે કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોને ધમકી આપીને કહ્યુ છે કે ત્યાંના નેતા પણ વેનેઝુએલાની જેમ જ શાસન કરી રહ્યા છે. તેમનું એટલું જ કામ છે કે કોકીન બનાવો અને પછી તેને અમેરિકામાં વેચી દો.
વેનેઝુએલામાં પણ અમેરિકાએ આમ કહીને હુમલો કર્યો હતો કે ત્યાં ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. તેવામાં કોલંબિયાને લઈને તેમની ધમકી પણ ચિંતા વધારનારી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ક્યૂબાને લઈને પણ આવી જ ધમકી આપતા કહ્યુ છે કે ત્યાં પણ સરકાર કોઈપણ સમયે પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એરપોર્સ વન પર સવાલ થતી વખતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે નિકોલસ માદુરોને અપહ્રત કરાયા બાદ પણ અમે મિલિટ્રી એક્શન માટે તૈયાર હતા. ટ્રમ્પે કહ્યુ છે કે કોલંબિયા અને વેનેઝુએલા બંને દેશોની સ્થિતિ ખરાબ છે.
ટ્ર્મ્પનો સીધો હુમલો- બીમાર વ્યક્તિ ચલાવી રહ્યો છે કોલંબિયાની સરકાર
ટ્રમ્પે કહ્યુ છે કે બોગોટામાં એક બેહદ બીમાર વ્યક્તિ દ્વારા સરકાર ચલાવાઈ રહી હતી, જે કોકીન તૈયાર કરે છે અને તેને અમેરિકામાં વેચી દે છે. તેની આ ટીપ્પી સીધી કોલંબિયાને ધમકી માનવામાં આવે છે.
પેટ્રો તરફ ઈશારો કરતા તેમણે ત્યાં વધારે દિવસ સુધી નહીં ચાલવા દેવાની વાત કરી છે. તેને જ્યારે પુછવામાં આવ્યું કે શું તમે કોલંબિયાના નેતા સંદર્ભે વાત કરી રહ્યા છો, તો ટ્રમ્પે કહ્યુ કે તમે કદાચ ઠીક સમજી રહ્યા છો. તેમણે આગળ એ વાત પર હામી ભરી હતી કે કોલંબિયા પર પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે.
કોલંબિયાના નેતા ભડક્યા, ક્હ્યુ-માનવ ઈતિહાસમાં આવું પહેલીવાર થયું
કોલંબયાને નેતા આ મામલે ભડકયા છે અને તેમણે કહ્યુ છે કે આવી કાર્યવાહી વિરુદ્ધ લેટિન મેરિકાના તમામ દેશોએ એકજૂટ થવું પડશે. આખરે કેવી રીતે અમેરિકામાં આપણી સાથે ગુલામ અથવા નોકર જેવો વ્યવહાર કરી શકાય છે.તેમણે કહ્યુ કે માનવ ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે, જ્યારે દક્ષિણ અમેરિકાના કોઈ દેશની રાજધાની પર આ પ્રકારે બોમ્બમારો કરાયો. આવું કરનારો એકમાત્ર દેશ અમેરિકા જ છે. તેમણે કહ્યુ કે આ મોકો છે, જ્યારે લેટિન અમેરિકા એક થઈ શકે છે. આપણે આપણી શક્તિને સમજવી પડશે.


