Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વેનેઝુએલા બાદ અમેરિકા ઈરાનને નિશાન બનાવે તેવી શક્યતા, દેખાવોમાં 35ના મોતની આશંકા

ઈરાનમાં આર્થિક તંગી અને રાજકીય દમન વિરુદ્ધ ફાટી નીકળેલા આંદોલનમાં અત્યાર સુધી 4 બાળકો સહિત 35 લોકોના મોત થયા હોવાની આશંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે દેખાવકારો પર હિંસાના કિસ્સામાં અમેરિકા હસ્તક્ષેપ કરશે તેવી સીધી ધમકી આપી છે. વેનેઝુએલાના માદુરો જેવી જ કાર્યવાહી ઈરાન પર થવાની અટકળો વચ્ચે 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સુપ્રીમ લીડર ખામેનેઈ દેશ છોડી શકે તેવા અહેવાલો પણ ચર્ચામાં છે
વેનેઝુએલા બાદ અમેરિકા ઈરાનને નિશાન બનાવે તેવી શક્યતા  દેખાવોમાં 35ના મોતની આશંકા
Advertisement

. ઈરાનમાં સરકાર વિરોધી આંદોલને જોર પકડયું
. ઈરાની દળોની કાર્યવાહીમાં 35 દેખાવકારોના મોતની શક્યતા
. અમેરિકા ઈરાનમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ પર ચર્ચા

નવી દિલ્હી: ઈરાનમાં શાસન સામે ચાલી રહેલા આંદોલને જોર પકડયું છે. ગત વર્ષના આકરી સપ્તાહમાં તહેરાના બજાર બંધથી શરૂ થયેલું અભિયાન દેશના અન્ય ભાગોમાં ફેલાઈ ચુક્યું છે.

Advertisement

લોકોની વચ્ચે અલી ખોમનેઈની વિરુદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે, ક્યાંક રાજા પહલવીના સમર્થનમાં નારાબાજી થઈ રહી છે. અમેરિકા અને ઈઝરાયલના અધિકારી ઈરાનમાં ચાલી રહેલી અશાંતિના જવાબમાં સંભવિત નીતિગત વિકલ્પોનું આકલન કરી રહ્યા છે. ધ જેરુસલમે પોસ્ટ અને અન્ય ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, આ વાતના સંકેત મળી રહ્યા છે કે આ આંદોલનો બાદ બંને દેશો વચ્ચે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.

Advertisement

ઈરાનના વિભિન્ન શહેરોમાં સતત વિરોધ પ્રદર્શનો ચાલુ છે અને વેનેઝુએલામાં અમેરિકાની તાજેતરની કાર્યવાહીએ પ્રાદેશિક રણનીતિક ગણતરીઓને પ્રભાવિત કરી છે. ધ જેરુસલમે પોસ્ટ લખે છે કે ઈરાનમાં વખતોવખત વિરોધ પ્રદર્શનોની લહેર ઉઠતી રહે છે. તેની પાછળ આર્થિક દબાણ, રાજકીય દમન અને મૌલવી શાસનની પ્રત્યે અસંતોષ દેખીતા કારણો છે. જો કે ઈરાની ઈધિકારીઓ પહેલા આવા આંદોલનોને દબાવવામાં સફળ રહ્યા છે, પરંતુ હાલના દેખાવોની નિરંતરતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર અન્ય દેશોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે ટાઈમ્સ ઓફ ઈઝરાયના અહેવાલ પ્રમાણે, ઈરાનમાં દેખાવો સાથે જોડાયેલી હિંસામાં મૃતકોનો આંકડો ઓછામાં ઓછો 35 જેટલો થઈ ગયો છે.

1200થી વધુ એરેસ્ટ

અખબારે અમેરિકા સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે એક સપ્તાહથી વધારે સમયથી ચાલી રહેલા આ દેખાવોમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. એઝન્સી પ્રમાણે, માર્યા ગયેલા લોકોમાં 29 દેખાવકારો, 4 બાળકો અને ઈરાની સુરક્ષાદળોના 2 સદસ્યો સામેલ છે.

દેખાવ ઈરાનના 31માંથી 27 પ્રાંતોના 250થી વધુ સ્થાનો પર ફેલાઈ ચુક્યા છે. ત્યારે ઈરાની ફોર્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે આ દેખાવો દરમિયાન 250 પોલીસકર્મીઓ અને સ્વયંસેવી બસીઝ દળના 45 સદસ્યો ઘાયલ થયા છે.

ટ્રમ્પે આપી હતી ધમકી

2 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યુ કે જો ઈરાની અધિકારી શાંતિપૂર્ણ દેખાવકારો વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરે છે, તો અમેરિકા જવાબ આપવા માટે લૉક્ડ એન્ડ લોડેડ છે. ઈરાનના ઘણાં પ્રાંતોમાં વણસતી આર્થિક સ્થિતિને લઈને ફેલાતા દેખાવો વચ્ચે ટ્ર્મ્પે આ નિવેદન આપ્યું હતું. ટ્રુથ સોશયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યુ કે જો ઈરાન શાંતિપૂર્ણ દેખાવકારો પર ગોળી ચલાવે છે અને તેમને હિંસક રીતે મારે છે, તો જેવું કે પરંપરા રહી ચે તો અમેરિકા તેમના બચાવ માટે આગળ આવશે. અમે પુરી રીતે તૈયાર છીએ. આ મામલા પર ધ્યાન આપવા માટે ધન્યવાદ.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન છોડવાની તૈયારીમાં ખામેનેઈ? રિપોર્ટમાં દાવો

પ્રિન્સ પહલવી પણ દેખાવકારોના સમર્થનમાં

નિર્વાસનમાં રહેતા ઈરાનના પૂર્વ ક્રાઉન પ્રિન્સ રેજા પહલવી પણ ખામેનેઈ શાસન વિરુદ્ધ દેખાવકારોનું ખુલીને સમર્થન કરી રહ્યા છે. સોમવારે એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યુ કે પ્રિય હમવતન સાથીઓ, માલેકશાહીના બહાદૂર અને સમ્માનિત લોકો પર કરવામાં આવેલા ફાયરિંગ, શહેરના યુવાઓની હત્યા અને તેના પછી ઈલામ હોસ્પિટલ પર શાસનના ભાડાના લોકોનો કાયરતાપૂર્ણ હુમલો એક સ્પષ્ટ અપરાધ છે, જે 2022ના બ્લડી ફ્રાઈડેએ જાહેદાનમાં થયેલા નરસંહારની યાદ અપાવે છે.

તેમણે લખ્યું કે જો શાસન નિશસ્ત્ર યુવાઓને મારે છે અને ચિકિત્સા કેન્દ્ર પર રેડ મારે છે, તેની કોઈ કાયદેસરતા રહી જતી નથી અને તે પોતાના અંતની નજીક છે. માલેકશાહી અને ઈલામના પીડિત અને દેશભક્ત લોકોની સાથે હું શોક અને એકજૂટતામાં ઉભો છું અને આશ્વસ્ત કરું છું કે ખામેનેઈ અને ઈસ્લામિક રિપબ્લિકના ભ્રષ્ટ, હત્યારા સરગનાઓએ આ અપરાધની કિંમત ચુકવવી પડશે.

ઈરાન તરફ વળશે અમેરિકા?

પહલવીએ વોલ સ્ટ્રીટ જર્નલને કહ્યુ કે મેં આ સંક્રમણનું નેતૃત્વ કરવા માટે પગલાં આગળ વધાર્યા છે, આ આત્મનિર્ણય, આઝાદી અને અમારા દેશના પુનર્નિમાણ માટે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીએ પણ ઈરાની દેખાવકારોને પ્રોત્સાહિત કર્યા છે, જેનાથી મધ્ય-પૂર્વની સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ ચુકી છે. આ ઘટનાક્રમ વચ્ચે મીડયામાં એ પણ અહેવાલો આવ્યા છે કે ખામેનેઈ ઈરાન છોડીના ભાગવાની ફિરાકમાં છે અને તે સંભવિતપણે રશિયા અથવા ઈરાક જાય તેવી શક્યતા છે. જો કે ભારતમાં ઈરાનના રાજદૂતે આવા અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

આ પણ વાંચો: ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

Tags :
Advertisement

.

×