Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદ Air India દુર્ઘટના જાણીજોઈને કરાઈ, પાયલટે બંધ કરી ફ્યૂલ સ્વિચ?, ઈટાલિયન અખબારનો દાવો

Ahmedabad AI plane crash : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસમાં ઈટાલિયન મીડિયાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. અહેવાલ મુજબ, તપાસમાં બહાર આવ્યું છે કે પાયલટ દ્વારા ફ્યૂલ સ્વીચ બંધ કરી દેવાતા એન્જિન અટકી પડ્યું હતું. જો કે, ભારતીય ઉડ્ડયન નિયમનકાર DGCA નો સત્તાવાર રિપોર્ટ હજુ બાકી છે, પરંતુ આ 'મેનમેડ' દુર્ઘટના હોવાની આશંકાએ સુરક્ષા એજન્સીઓને ચિંતામાં મૂકી દીધી છે
અમદાવાદ air india દુર્ઘટના જાણીજોઈને કરાઈ  પાયલટે બંધ કરી ફ્યૂલ સ્વિચ   ઈટાલિયન અખબારનો દાવો
Advertisement

. અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેસની તપાસમાં તકનીકી ખરાબીનો ઈન્કાર
. ટાલીના અખબાર કોરિએરે ડેલા સેરાના અહેવાલમાં જાણીજોઈને ફ્યૂલ કટ ઑફની આશંકા વ્યક્ત કરી
. DGCA ના આખરી રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

Ahmedabad AI plane crash : અમદાવાદ (Ahmedabad) માં જૂન-2025માં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશે (Air India Plane Crash) દેશ અને દુનિયાને ખળભળાવી દીધી હતી. શરૂઆતમાં આ દુર્ઘટનાને તકનીકી કારણો સાથે સાંકળીને જોવાઈ રહી હતી, પરંતુ હવે આ મામલાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

Advertisement

આ ખુલાસા મુજબ આ દુર્ઘટના કોઈ ગડબડને કારણે નહીં, પરંતુ એક જાણીજોઈને કરવામાં આવેલી હરકતને કારણે થઈ છે. ઈટાલીના અખબાર કોરિએરે ડેલા સેરા (Corriere della Sera) એ પોતાના અહેવાલમાં ચોંકાવનારો દાવો કર્યો છે. જો કે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) નો સત્તાવાર રિપોર્ટ હજી સામે આવ્યો નથી અને તેના નિષ્કર્ષ આવતા પહેલા આ પ્રકારના દાવાઓ પર વિશ્વાસ કરવો ઉતાવળ હશે.

Advertisement

આ પણ વાંચો : Ajit Pawar Plane Crash: અજિત પવાર અને વિજયભાઈ રુપાણી જ નહીં.....રાજકારણના આ મહારથીઓનું પણ પ્લેન ક્રેશમાં થયું છે મોત

ફ્યૂલ સપ્લાઈ જાણીજોઈને બંધ કરાઈ હોવાનો દાવો

ઈટાલી (Italy) ના અખબારે નવી દિલ્હી (New Delhi) અને વોશિંગ્ટન (Washington) વચ્ચે થયેલી વાતચીતને પોતાના રિપોર્ટનો આધાર બનાવી છે. રિપોર્ટ પ્રમાણે, ભારતીય તપાસકર્તાઓએ એ સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદમાં થયેલી આ દુર્ઘટના કોઈ તકનીકી ખરાબીને કારણે થઈ નથી. તપાસમાં સામે આવ્યું છે કે વિમાનના એન્જિનમાં ફ્યૂલની સપ્લાઈ જાણીજોઈને બંધ કરવામાં આવી હતી, તેના કારણે આ પ્લેન ક્રેશ થયું. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાની પાછળ વિમાનની તકનીકી ખરાબી જવાબદાર નથી. અમેરિકાના એક્સપર્ટ્સે આ રિપોર્ટના પરિણામોને એક મોટી સફળતા ગણાવી છે.

12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાની AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે રવાના થઈ હતી અને તેના ટેકઓફના થોડાક જ સમયમાં તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 241 પ્રવાસીઓ અને ક્રૂ-મેમ્બર્સ સહીત કુલ 260 લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad Plane Crash Investigation : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ કડક આદેશ

Tags :
Advertisement

.

×