Misuse of AI: AI થી બનાવી શકાય છે Biological Weapon! AI કંપનીના ચીફની ચેતવણી
. Anthropic કંપનીના સીઈઓએ ચેતવણી આપી છે કે એડવાન્સ AI મૉડલ જૈવિક હથિયારો બનાવવાનું જ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યું છે
. જૈવિક હથિયાર સૂક્ષ્મજીવો અથવા ટોક્સિનથી બનાવાય છે, જે મનુષ્યો અને જાનવરો માટે ગંભીર ખતરો છે
. ડારિયો અમોદેઈએ જણાવ્યુ છે કે AI મૉડલ ઝડપથી સારું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં માણસોથી વધુ ક્ષમતા ધરાવશે
Misuse of AI: Artificial Inteligence એટલે કે AI માણસો માટે ટેક્નોલોજીના ક્ષેત્રમાં સૌથી મોટી ઉપલબ્ધિ છે અથવા તો પછી સૌથી મોટી ભૂલ છે? પસાર થતા સમયચક્રની સાથે આ સવાલ અને તેનો જવાબ મહત્વના બનતા જઈ રહ્યા છે. એક પછી એક એવા ખુલાસા થઈ રહ્યા છે, જે ડરાવે છે. દુનિયામાં AIની ટોચની કંપનીઓમાંથી એકના પ્રમુખે ચેતવણી આપી છે કે હવે AI સિસ્ટમ એટલી એડવાન્સ સ્તરે પહોંચી ગઈ છે કે જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો, તો તે માનવતા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે.
એન્થ્રોપિક કંપનીના સીઈઓ ડારિયો અમેદેઈએ દાવો કર્યો છે કે એડવાન્સ AI મોડલમાં પહેલેથી જ જૈવિક હથિયાર બનાવવામાં મદદ માટે જરૂરી જ્ઞાન છે અથવા તે ઝડપથી તેના તરફ આગળ વધી રહ્યું છે.
બાયોલોજિકલ વેપન એવું હથિયાર છે કે જે મનુષ્યો, જાનવરો અથવા ઝાડપાનને બીમાર કરવા,તેમને વિકલાંગ કરવા અથા મારી નાખવા માટે રોગ પેદા કરનારા સૂક્ષ્મજીવો અથવા તેના ટોક્સિનનો ઉપયોગ કરે છે. તેમને ગુપ્તપણે ફેલાવી શકાય છે અને તે ઝડપથી ફેલાવીને મોટા પ્રમાણમાં તબાહી મચાવી શકે છે.
આ પણ વાંચો: AIથી 4-5 વર્ષમાં White Collar નોકરીઓ પર ખતરો, Bill Gates એ કહ્યુ-સમય ઓછો છે
ડારિયો અમેદેઈ (Dario Amodei) એ શું કહ્યું?
ડારિયો અમોદેઈએ પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે ઉચ્ચ સ્તર પર, મને ચિંતા છે કે લાર્જ લેંગ્વેજ મોડલ (LLMs) શરુથી અંત સુધી (જૈવિક હથિયાર) બનાવવા અને તેને રિલીઝ કરવા માટે જરૂરી જ્ઞાનની નજીક પહોંચી રહ્યું છે (અથવા પહેલા જ પહોંચી ચુક્યું છે) અને વિનાશની તેની ક્ષમતા ઘણી વધારે છે.
મહત્વપૂર્ણ છે કે લાર્જ લેન્ગ્વેજ મોડલ એક પ્રકારે એઆઈ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ છે. ડારિયો અમોદેઈની કંપની એન્થ્રોપિક OpenAI, ગૂગલ ડીપમાઈન્ડ અને મેટા સાથે AI ક્ષેત્રમમાં સૌથી પ્રભાવશાળી કંપનીઓમાંથી એક છે.
અમોદેઈએ કહ્યુ છે કે તેમની કંપનીએ જોયું છે કે જો તે AI મોડલના વધારે ડેટા, વધારાની કમ્પ્યુટિંગ શક્તિ અને ટ્રેનિંગ માટે વધુ સમય આપે છે, તો AI મોડલ લગભગ દરેક વસ્તુમાં અનુમાથી ઘણું વધારે અને સતત સારું થતું જાય છે. તેમણે દાવો કર્યો છે કે મોટાભાગના લોકો જેટલું અનુમાન લગાવે છે, AI તેની સરખામણીએ ઘણું ઝડપથી આગળ થઈ રહ્યું છે અને સુધાર થઈ રહ્યો છે.
Anthropic CEO. "at a high level, I am concerned that LLMs are approaching (or may already have reached) the knowledge needed to create and release [biological weapons] end-to-end, and that their potential for destruction is very high." https://t.co/2bBpMoRM6L pic.twitter.com/Yk2PRTvgEI
— Shashank Joshi (@shashj) January 29, 2026
આ પણ વાંચો: અપડેટ થજો નહીંતર પતી જશો!: AI થી ખતમ થનારી 40 જૉબ્સનું આવ્યું લિસ્ટ
AI ને લગતી ચેતવણી
અમોદેઈએ લખ્યું છે કે માત્ર ત્રણ વર્ષ પહેલા AI મુશ્કેલીથી ગણિતના પાયાના સવાલો કરી શકતું હતું. તેને કોમ્પ્યુટર કોડની એકપણ યોગ્ય લાઈન લખવામાં પણ સંઘર્ષ કરવો પડતો હતો. પરંતુ આજની કહાની અલગ છે. આજે AI તકનીક ગણિતના એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવામાં મદદ કરી રહ્યું છે જેમને મનુષ્ય હજી સુધી હલ કરી નથી શક્યો. તેનું કોડિંગ એઠલું સારું છે કે ટોપના એન્જિનિયર પણ પોતાના મોટાભાગના કામ AI ને કરવા માટે આપે છે.
આટલું જ નહીં AI તરફથી બાયોલોજિકલ સાઈન્સ, ફાઈનાન્સ, ફિઝિક્સ અને એડવાન્સ એજેન્ટિક કામો સહીત ઘણાં ક્ષેત્રોમાં આ પ્રકારની તેજીથી સુધારો આવી રહ્યો છે. અમોદેઈનો દાવો છે કે AI જલ્દી જ લગભગ દરેક ચીજમાં માણસોથી સારું થઈ શકે છે.
તેમણે કહ્યુ છે કે એન્થ્રોપિકની અંદર ગત 5 વર્ષોની પ્રગતિને જોતા, અને આને જોતા કે આગામી કેટલાક માસમાં મોડલ કેવો આકાર લઈ રહ્યું છે, હું આ પ્રગતિની રફ્તારને મહસૂસ કરી શકું છું. મને ટિક-ટિક કરતી ઘડિયાળના કાંટા સંભાળાઈ રહ્યા છે.
AI માં લાગણીઓ નથી
અમોદેઈએ કહ્યુ છે કે જ્યારે AI મોડલને ટ્રેનિંગ આપવામાં આવે છે, તોો તે મોટા પ્રમાણમાં ડેટાથી પેટર્ન શીખે છે. તે ન માત્ર ફેક્ટ શીખે છે, પરંતુ તે પ્રતિક્રિયા આપવાની રીત, વિચારવાની શૈલી અને આંતરીક આદતો પણ શીખે છે. તેમણે કહ્યુ ખે AI ભાવનાઓને મહસૂસ કરતું નથી, પરંતુ આ એ રીતોથી કામ કરી શકે છે, જે આ સ્થિતિઓથી મળતી છે. તેમણે કહ્યુ છે કે ખોટી રીતે સત્તાની તલાશ જ આ ભવિષ્યવાણીનો બૌદ્ધિક આધાર છે કે AI અનિવાર્ય રીતે માનવતાને નષ્ટ કરી દેશે.
આ પણ વાંચો: યુદ્ધનો નક્શો બદલી રહ્યું છે AI, પ્રોજેક્ટ મેવેને યુદ્ધક્ષેત્રમાં કમાન્ડરોની માનસિકતા બદલી


