Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

થાઇલેન્ડના ફુકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનું હાર્ડ લેન્ડિંગ,તમામ મુસાફરોનો આબાદ બચાવ!

હૈદરાબાદથી હજારો ફૂટ ઊંચાઈએ ઉડેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) જ્યારે ફુકેટના સુંદર કિનારે લેન્ડ થવાની તૈયારીમાં હતી, ત્યારે કલ્પના નહોતી કે પળવારમાં શું થઈ જશે. રનવેને સ્પર્શતા જ વિમાનનું આગળનું વ્હીલ (Nose Wheel) કડકડાટ ભૂસકો મારીને તૂટી પડ્યું અને લોખંડનું આ મહાકાય પંખી રનવે પર લપસવા લાગ્યું. શું આ પાયલટની ભૂલ હતી કે વિમાનની ટેકનિકલ ખામી? જાણો તે 133 મુસાફરોની આપવીતી જેમના જીવ તાળવે ચોંટ્યા હતા.
થાઇલેન્ડના ફુકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનું હાર્ડ લેન્ડિંગ તમામ મુસાફરોનો આબાદ બચાવ
Advertisement
  • હૈદરાબાદથી ફુકેટ જતી ફ્લાઈટ IX-938 નું લેન્ડિંગ સમયે લેન્ડિંગ ગિયર તૂટ્યું (Air India Express Phuket Hard Landing)
  • વિમાનના નોઝ ગિયરને ભારે નુકસાન, રનવે પર વિમાન થોડે દૂર સુધી લપસ્યું
  • ઇમરજન્સી ટીમોએ વિમાનમાં સવાર તમામ 133 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા

થાઈલેન્ડના (Thailand) ફુકેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Phuket International Airport) પર બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. હૈદરાબાદથી (Hyderabad) ફુકેટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન હાર્ડ લેન્ડિંગ (Hard Landing) થયું હતું. આ ઘટનામાં વિમાનના આગળના લેન્ડિંગ ગિયરને (Landing Gear) ભારે નુકસાન થયું હતું, જેના કારણે એરપોર્ટ પર થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, પાયલટની સમયસૂચકતા અને ઇમરજન્સી ટીમોની મદદથી તમામ 133 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisement

Air India Express Phuket Hard Landing : ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ 737 MAX-8 (Boeing 737 MAX-8) વિમાન જ્યારે ફુકેટ એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તેના નોઝ ગિયરમાં (Nose Gear) ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. વિમાનનું આગળનું વ્હીલ તૂટી જવાથી વિમાન રનવે (Runway) પર થોડા અંતર સુધી લપસ્યું હતું. ઘટનાસ્થળની તસવીરોમાં વિમાનનું આગળનું ટાયર રનવે પર પડેલું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક NOTAM (Notice to Air Missions) જારી કરીને સાંજે 6:00 વાગ્યા સુધી રનવે બંધ કરી દીધો હતો.

Advertisement


મુસાફરોની સુરક્ષા અને એરલાઈન્સનું નિવેદન

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, ફ્લાઈટ IX-938 (Flight IX-938) હૈદરાબાદથી સવારે 6:42 વાગ્યે ઉપડી હતી અને સ્થાનિક સમય મુજબ સવારે 11:40 વાગ્યે ફુકેટ પહોંચી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ક્રૂ મેમ્બર્સે તમામ માનક સલામતી પ્રોટોકોલનું (Safety Protocols) પાલન કર્યું હતું. અમે મુસાફરો અને એરપોર્ટ અધિકારીઓના સહયોગ બદલ તેમનો આભાર માનીએ છીએ." હાલમાં તમામ મુસાફરોને એરપોર્ટના વેઈટિંગ એરિયામાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે.

હાર્ડ લેન્ડિંગ શું હોય છે!

હાર્ડ લેન્ડિંગ (Hard Landing) એટલે વિમાનનું રનવે પર સામાન્ય કરતાં વધુ ઝડપ અથવા દબાણ સાથે ઉતરાણ થવું, જે ઘણીવાર ટેકનિકલ ખામી અથવા ખરાબ હવામાનને કારણે સર્જાતી સ્થિતિ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) આ ઘટનામાં, જ્યારે વિમાનના પૈડાં રનવેને સ્પર્શ્યા ત્યારે તે એટલા જોરથી અથડાયા કે વિમાનનું આગળનું નોઝ ગિયર (Nose Gear) આ આંચકો સહન ન કરી શક્યું અને તૂટી ગયું. હાર્ડ લેન્ડિંગ દરમિયાન વિમાનની ઊભી ગતિ (Vertical Speed) સામાન્ય મર્યાદા કરતા વધારે હોવાથી વિમાનના માળખાકીય ભાગો, જેમ કે લેન્ડિંગ ગિયર અને ફ્યુઝલેજ પર ભારે દબાણ આવે છે, જેના પરિણામે ટાયર ફાટવા અથવા વ્હીલ તૂટી જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને વિમાન રનવે પર લપસી શકે છે.

આ પણ વાંચો:  Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ પાસે ઈરાનનો ભીષણ ડ્રોન હુમલો; ભારતીય નાગરિક સહિત 4 લોકો ઘાયલ

Tags :
Advertisement

.

×