Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Air India Middle East Flights : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વિમાન સેવાઓ પર અસર, એર ઈન્ડિયાની મિડલ ઈસ્ટ જતી તમામ ફ્લાઈટને લઈને મોટા સમાચાર

જ્યારે આકાશમાંથી મિસાઈલો વરસી રહી હોય ત્યારે મુસાફરીનો આનંદ જોખમમાં ફેરવાઈ જાય છે. મિડિલ ઈસ્ટના દેશોમાં સર્જાયેલા યુદ્ધને કારણે હવે ભારતીય પ્રવાસીઓની ચિંતામાં પણ વધારો કર્યો છે. એર ઈન્ડિયાએ લીધેલા આ આકસ્મિક નિર્ણય પાછળ શું માત્ર સુરક્ષા જ કારણ છે કે પછી સ્થિતિ વધુ વણસી રહી છે? આ ગંભીર કટોકટીમાં મુસાફરો માટે હવે કયા વિકલ્પો બચ્યા છે તે જાણવું અત્યંત અનિવાર્ય બન્યું છે.
air india middle east flights    ઈરાન ઈઝરાયેલ યુદ્ધની વિમાન સેવાઓ પર અસર  એર ઈન્ડિયાની મિડલ ઈસ્ટ જતી તમામ ફ્લાઈટને લઈને મોટા સમાચાર
Advertisement
  • Air India Middle East Flights : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની સીધી અસર દુનિયા પર
  • એર ઈન્ડિયાએ તમામ મિડિલ ઈસ્ટ ફ્લાઈટ્સ કરી સસ્પેન્ડ
  • યાત્રીઓ અને ક્રૂની સુરક્ષા માટે એરલાઈનનો મોટો નિર્ણય
  • વેબસાઈટ અને હેલ્પલાઈન પર ફ્લાઈટ સ્ટેટસ તપાસવા સૂચના
  • આંતરરાષ્ટ્રીય આકાશમાં મિસાઈલ હુમલાને પગલે લીધેલું એરલાઈનની એડવાઈઝરી

Air India Middle East Flights : મિડિલ ઈસ્ટ (Middle East) ના દેશોમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે આખા વિસ્તારમાં તણાવ (Tension) વ્યાપેલો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયા (Air India) એ એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ મિડિલ ઈસ્ટ તરફ જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Flights Suspended) કરી દીધી છે.

એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું કે, "અમે અમારા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા (Safety of Passengers and Crew) માટે પ્રતિબદ્ધ છીએ. વર્તમાન સુરક્ષા સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે."

Advertisement

Advertisement

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને એરપોર્ટ પર અસર 

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missiles) હુમલા અને તેના જવાબમાં ઈઝરાયેલની વળતી કાર્યવાહીને કારણે મિડિલ ઈસ્ટના આકાશમાં વિમાનો ઉડાડવા જોખમી બન્યા છે. કતાર (Qatar) થી લઈને અબુ ધાબી (Abu Dhabi) સુધીના વિસ્તારોમાં હુમલાનો ભય છે. ખાસ કરીને અમેરિકી સૈન્ય ઠેકાણાઓને (US Military Bases) નિશાન બનાવવામાં આવતા હોવાથી આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક પર તેની માઠી અસર પડી છે.

Air India Middle East Flights : મુસાફરો માટે મહત્વની સૂચના

એર ઈન્ડિયાએ પ્રવાસીઓને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ નીકળતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ (Flight Status) વેબસાઈટ પર તપાસી લે. જો કોઈ મુસાફરને વધુ વિગતો જોઈતી હોય તો કંપનીના 24x7 કોલ સેન્ટર નંબર +91 1169329333 અથવા +91 1169329999 પર સંપર્ક કરી શકે છે. કંપનીની ટીમ મુસાફરોને રિફંડ અથવા રિશેડ્યુલિંગમાં મદદ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : Israel-US ના હુમલાથી Iran ને રશિયા બચાવશે? RSC એ કહ્યુ- ટ્રમ્પે દેખાડયો અસલી રંગ

આ પણ વાંચો : DRDO એ VSHORADS મિસાઇલના સતત 3 સફળ પરીક્ષણ કર્યા, દુશ્મન વિમાનોનો થશે સફાયો

Tags :
Advertisement

.

×