ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Donald Trump Oath Ceremony : શપથ પહેલા ટ્રમ્પની વધી ચિંતા? સમર્થકોને ઘરે જ રહેવાની કરી અપીલ

આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. તે પહેલા એવું લાગી રહ્યું છે કે અમેરિકા પર કુદરત જાણે રુઠી હોય. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે.
07:09 PM Jan 20, 2025 IST | Hardik Shah
આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. તે પહેલા એવું લાગી રહ્યું છે કે અમેરિકા પર કુદરત જાણે રુઠી હોય. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે.
Donald Trump Oath Ceremony

Donald Trump Oath Ceremony : આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે. તે પહેલા એવું લાગી રહ્યું છે કે અમેરિકા પર કુદરત જાણે રુઠી હોય. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ 40 વર્ષ પછી કેપિટોલ હિલના રોટુન્ડા હોલમાં યોજાશે. વોશિંગ્ટન ડીસીમાં ઠંડીને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે તેમના સમર્થકોને રસ્તાઓ પર ઉજવણી ન કરવા અને ઘરે રહેવાની અપીલ કરી છે.

હાડ થીજવતી ઠંડી બનશે વિલન

મળતી માહિતી અનુસાર, અમેરિકામાં અત્યારે કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ હાડ થીજવતી ઠંડીમાં આજે ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ પદની શપથ લેવાના છે. ત્યારે આ ઠંડીને ધ્યાનમાં રાખીને તેમના શપથ ગ્રહણનો સમારોહ કેપિટોલ હિલના રોટુન્ડા હોલમાં યોજાશે. આ લગભગ 40 વર્ષ બાદ થશે કે જ્યારે અમેરિકામાં ઈન્ડોર શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલા 1985 માં રોનાલ્ડ રીગનનો શપથ ગ્રહણ સમારોહ પણ ઈન્ડોર યોજાયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ પહેલા આપ્યા મોટા સંકેત

શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) વિજય રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં લોકો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને તેમનો જયઘોષ થયો હતો. આ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે "હું ત્રીજું વિશ્વયુદ્ધ થવા દઈશ નહીં અને અમેરિકાને ફરીથી મહાન બનાવીશ." તેમણે કહ્યું કે યુદ્ધ અને અશાંતિના સમયમાં હું યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવીશ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અરાજકતાને રોકીશ. સાથે જ તેમણે વિશ્વયુદ્ધને ટાળવા માટે મહત્વના પગલાં લેનારું નિવેદન પણ આપ્યું. ટ્રમ્પે જણાવ્યું કે "અમે ત્રીજા વિશ્વયુદ્ધના ખૂબ નજીક છીએ અને તેના ભયંકર પરિણામોથી બચવા માટે જ કામ કરવું જરૂરી છે." તેમણે એલોન મસ્કના અધ્યક્ષપદ હેઠળ એક નવો સરકારી વિભાગ બનાવવા અંગે સંકેત આપ્યાો જ્યાં મોટા ફેરફારો કરવા માટેની તૈયારીની શરૂઆત કરી શકે.

ચૂંટણી પરિણામો જાહેર થયાના બે મહિના પછી શપથ ગ્રહણ સમારોહ

આજે અમેરિકન રાજકારણમાં એક ખાસ દિવસ છે. આજે ઈનોગ્રેશન ડે છે  એટલે કે, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ. જેમ ભારતમાં, ચૂંટણી પછી, નવી સરકાર શપથ લે છે અને કાર્યભાર સંભાળે છે, તેવી જ પ્રક્રિયા અમેરિકામાં પણ થાય છે. પણ બન્નેમાં એક મોટો ફરક છે. ભારતમાં ચૂંટણી પછી તરત જ નવી સરકાર રચાય છે. રાષ્ટ્રપતિ બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધનના નેતાને શપથ લેવડાવે છે, અને કાર્ય શરૂ થાય છે. જોકે, અમેરિકામાં આવું નથી થતું. ત્યાં ચૂંટણી પરિણામો જાહેર થયાના બે મહિના પછી શપથ ગ્રહણ સમારોહ યોજાય છે. પણ આવું કેમ? આ પરંપરા ક્યારે અને શા માટે શરૂ થઈ?

સત્તા ટ્રાન્સફરમાં બે મહિના લાગે છે

અમેરિકામાં સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 72 થી 78 દિવસ લાગે છે. આનું કારણ ફક્ત આજની રાજકીય પ્રક્રિયાઓ જ નથી, પરંતુ તેનો ઇતિહાસ પણ છે, જે 1776માં સ્વતંત્રતાના યુગ સુધીનો છે. તે સમયે અમેરિકાની મોટાભાગની વસ્તી દૂરના વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હતી. આધુનિક પરિવહન કે ઝડપી સંદેશાવ્યવહારના સાધનો નહોતા. ઘોડા-ગાડીઓ દ્વારા લાંબા અંતર કાપવા પડતા હતા, અને રસ્તાઓ પણ દુર્ગમ હતા. ચૂંટણી પછી, મતોની ગણતરી કરવામાં, ઇલેક્ટોરલ કોલેજના મતદારોને મળવામાં અને અંતે આ મતો કોંગ્રેસ સુધી પહોંચાડવામાં મહિનાઓ લાગી જતા હતા. આ જ કારણ હતું કે, શરૂઆતમાં ચૂંટણી અને શપથ ગ્રહણ સમારોહ વચ્ચે 4 મહિનાનો અંતર રાખવામાં આવ્યો હતો. એવું કહી શકાય કે, આ વિલંબ ફક્ત ટેકનિકલ કારણોસર શરૂ થયો હતો, પરંતુ હવે તે અમેરિકન લોકશાહીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

આ પણ વાંચો : America : શપથ ગ્રહણ પહેલાં Donald Trump એ ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને આ શું કહી દીધું?

Tags :
American Democracy ProcessAvoid World War IIICapitol Hill Rotunda HallDonald TrumpDonald Trump Oath CeremonyElon Musk Government DepartmentExtreme Cold in Washington DCGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHistorical Inauguration TraditionsIndoor Inauguration CeremonyJD VanceMAGA Victory RallyMiddle East Conflict SolutionsPower Transition in AmericaPresidential Inauguration DayRonald Reagan Indoor Oath 1985Significance of Inauguration DayTrumpTrump as 47th PresidentTrump on Global Peace EffortsTrump’s Vision for PeaceTwo-Month Presidential TransitionUkraine War ResolutionUS Election to Oath GapWashington DC
Next Article