Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump: અમેરિકામાં મોંઘવારી આસમાને, ટ્રમ્પે આ વસ્તુઓ પરથી ટેરિફ હટાવી લેવા પડ્યા!

Donald Trump: ટ્રમ્પે લાદેલા ટેરિફને કારણે અમેરિકામાં મોંઘવારી વધી રહી છે. આ મોંઘવારીનો સામનો કરવા ટ્રમ્પ વહીવટીતંત્રે કોફી, બીફ અને ફળ સહિત કેટલીક વસ્તુઓ પર ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ટ્રમ્પની નીતીઓનો તેમના જ દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
donald trump  અમેરિકામાં મોંઘવારી આસમાને  ટ્રમ્પે આ વસ્તુઓ પરથી ટેરિફ હટાવી લેવા પડ્યા
Advertisement
  • ટ્રમ્પે લાદેલા ટેરિફથી અમેરિકાને જ નુકસાન
  • મોંઘવારી વધતાં લોકો હેરાન
  • ભારત પર લાદેલા ટેરિફને લઈ ટ્રમ્પે આપ્યું નિવેદન

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ભારે ટેરિફનો માર અમેરિકન લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. અમેરિકા (America)માં મોંઘવારી ઝડપથી વધી રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવા ડોનાલ્ડ ટ્રમ્પે વહીવટીતંત્રે કોફી, બીફ અને ફળ સહિત અનેક વસ્તુઓ પર ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેમણે સ્થાનિક ઉત્પાદન વધારવા અને અમેરિકન અર્થતંત્રને વેગ આપવા માટે ટેરિફમાં વધારો કર્યો છે.

ટ્રમ્પનો દાવો: મોંઘવારી સામે અનેક પગલાં લીધા
donald Trump_Gujarat_first 2
નોંધનીય છે કે આ મહિનાની ઑફ-યર ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સે વર્જિનિયા, ન્યુ જર્સી અને અન્ય સ્થળોએ મોટી જીત મેળવી છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમુક વસ્તુઓ પર ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું, "અમે કોફી જેવી કેટલીક વસ્તુઓ પર ટેરિફ હટાવી રહ્યા છીએ. મોંઘવારી અંગે તેમણે કહ્યું કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જો કે મોટા ચિત્રમાં આ રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલું પગલું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે પદ સંભાળ્યા પછી મોંઘવારી સામે લડવા માટે અનેક પગલાં લીધાં છે. ટ્રમ્પ વહીવટી તંત્રનું કહેવું છે કે રોજિંદી વસ્તુઓના વધતાં ભાવ માટે ટેરિફ જવાબદાર નથી. દરમિયાન ડેમોક્રેટ્સ કહે છે કે ટ્રમ્પની નીતિઓ અમેરિકન લોકોને નુકસાન પહોંચાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ અમેરિકામાં સૌથી વધુ ગૌમાંસ નિકાસ કરતું હતું. જોકે બ્રાઝિલ પર ભારે ટેરિફ લાદવાથી તેના ભાવમાં વધારો થયો છે. ટ્રમ્પે ચા, ફળોના રસ, કોકો, મસાલા, કેળા, નારંગી, ટામેટાં અને કેટલાક ખાતરો પરના ટેરિફ દૂર કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકા ઘણા દેશો સાથે વેપાર વાટાઘાટો પણ કરી રહ્યું છે. અમેરિકાએ કૃષિ ઉત્પાદનો અંગે ઇક્વાડોર, અલ સાલ્વાડોર અને આર્જેન્ટિના સાથે કરાર કર્યા છે અને ટેરિફમાં રાહત આપી છે.

Advertisement

શું ટ્રમ્પ ભારત પર લાગેલા ટેરિફને ઘટાડશે?

donald Trump_Gujarat_first 2ભારત પર લગાવેલા બમણા ટેરિફ અંગે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે "વાજબી વેપાર સોદો" કરવા માટે ખૂબ નજીક છે અને ઉમેર્યું કે તેઓ ટંક ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડશે. બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે ભારત સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સોદો અંતિમ સ્વરૂપ પામશે.

Advertisement

આ પણ વાંચોઃ Jharkhand: પોલીસકર્મીઓની કારે કાબૂ ગુમાવતાં ડેમમાં પડી, 4 પોલીસના મૃતદેહ મળ્યા, એકની શોધખળ ચાલુ

આ પણ વાંચોઃ Sania Mirza: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો આજે જન્મ દિવસ, જાણો તેની અજાણી વાતો!

Tags :
Advertisement

.

×