ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SCO summit: PM મોદીની પુતિન- જિનપિંગ સાથે મુલાકાત બાદ ભડક્યું અમેરિકા

SCO summit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO summit દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી. આ મીટિંગને પગલે અમેરિકાને તકલીફ થઈ રહી છે. ટ્રમ્પના ટ્રેડ...
03:49 PM Sep 02, 2025 IST | Hiren Dave
SCO summit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO summit દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી. આ મીટિંગને પગલે અમેરિકાને તકલીફ થઈ રહી છે. ટ્રમ્પના ટ્રેડ...
Peter Navarro anti India remark

SCO summit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO summit દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી. આ મીટિંગને પગલે અમેરિકાને તકલીફ થઈ રહી છે. ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતે અમેરિકાની સાથે રહેવું જોઈએ, રશિયાની સાથે નહીં.

ભારતે અમેરિકા સાથે રહેવું જોઈએઃ નવારો

એક અહેવાલ અનુસાર, પીટર નવારોએ કહ્યું કે, 'ભારતે અમારી સાથે રહેવું જોઈએ, ન કે રશિયા સાથે. વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન સાથે કામ કરી રહ્યા છે, આ યોગ્ય નથી.'નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી એસસીઓ સમિટ દરમિયાન જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. વળી, પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા હતા. આ બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જેની અમેરિકાએ નારાજગી પણ વ્યક્ત કરી છે.

આ પણ  વાંચપ -Donald Trump : "હવે ખૂબ મોડું થઈ ગયું છે," PM મોદીને પુતિન-જિનપિંગ સાથે જોઈ ટ્રમ્પને ખટક્યું

ભારત પર કેમ લગાવ્યો વધારાનો ટેરિફ?

પીટર નવારોએ ભારત પર વધારાના ટેરિફ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'ભારત સાથે બે પ્રકારની તકલીફ છે અને આ જ કારણે ટેરિફ લગાવવામાં આવ્યો છે. પહેલું તે અનફેર ટ્રેડ કરે છે. જેના કારણે 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો અને બીજું રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. આ કારણે પણ 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે.'

આ પણ  વાંચપ -Sudan's Landslide : સુદાનના ભયંકર ભૂસ્ખલનમાં આખું ગામ નાશ પામ્યું

અમેરિકાએ યુક્રેન યુદ્ધને લઈને ભારત પર લગાવ્યો આરોપ

નવારોએ કહ્યું કે, ભારત, યુક્રેન યુદ્ધને લંબાવવામાં ટેકો આપી રહ્યું છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. રશિયા આ કમાણીને યુદ્ધમાં લગાવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે અનેક મહિનાઓથી યુદ્ધ ચાલુ છે પરંતુ કોઈ સમાધાનકારી રસ્તો નીકળ્યો નથી. ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કી સાથે વિશેષ બેઠક કરી પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

Tags :
India Russia China relationsModi Putin Xi Jinping photosModi Putin Xi meetingPeter Navarro anti India remarkPeter Navarro India commentRussian oil imports IndiaSCO Summit 2025Trump India policyUS India tensionsUS tariffs on India
Next Article