America : ટેક્સાસ પૂર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકટ્રેસ રોઝી ઓ'ડોનેલ પર ગુસ્સે થયા, માનવતા માટે ગણાવી ખતરો
- ટેક્સાસ પૂર મુદ્દે ટ્રમ્પ પ્રશાસનની ચોમેર ટીકા થઈ રહી છે
- અમેરિકન અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે ટ્રમ્પ સરકારની ટીકા કરતો ટિકટોક વીડિયો બનાવ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે અભિનેત્રીની અમેરિકન નાગરિકતા છીનવી લેવાની આપી ધમકી
America : 4 જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં કુલ 119 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પર અમેરિકાની જાણીતી અભિનેત્રી રોઝી ઓ'ડોનેલ (Rosie O'Donnell) એ એક શોક સંદેશ ટિકટોક પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણીએ ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી હતી. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભડક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અભિનેત્રીને માનવતા માટે ખતરો ગણાવી અને તેણીની અમેરિકન નાગરિકતા છીનવી લેવાની ધમકી પણ આપી છે.
રોઝી ઓ'ડોનેલ માનવતા માટે ખતરો છે - ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, રોઝી ઓ'ડોનેલ આપણા મહાન દેશના હિતમાં નથી, તેથી હું ગંભીરતાપૂર્વક તેની નાગરિકતા રદ કરવાનું વિચારી રહ્યો છું. તે માનવતા માટે ખતરો છે, અને જો આયર્લેન્ડ તેને રાખવા માંગે છે, તો તેને ત્યાં રહેવા દો. ગોડબ્લેસ અમેરિકા.
શું કહ્યું હતું રોઝી ઓ'ડોનેલે ?
4 જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં કુલ 119 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પર અમેરિકાની જાણીતી અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે એક શોક સંદેશ ટિકટોક પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણીએ ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી હતી. તેણીએ કહ્યું કે, ટેક્સાસમાં જે બન્યું તે એક ભયાનક છે. ટ્રમ્પ પ્રશાસને પર્યાવરણીય દેખરેખ અને આપત્તિ આગાહી સંબંધિત સરકારી એજન્સીઓનું ભંડોળ કાપ્યું હતું. તેથી સમયસર આગાહી ન થઈ શકી. રોઝી ઓ'ડોનેલે ટિકટોક પર આ વીડિયો પોસ્ટ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યાં અને અભિનેત્રીની નાગરિકતા ખતમ કરવાની ધમકી આપી દીધી છે.
Donald Trump Gujarat First-
જૂનો ખટરાગ
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી રોઝી ઓ'ડોનેલ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વર્ષ 2006થી ખટરાગ થયેલો છે. તે સમયે મિસ યુએસએ બ્યૂટી કોન્ટેસ્ટ વિશે અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે એક ટીવી શો 'ધ વ્યૂ'માં ટ્રમ્પના અભિગમની મજાક ઉડાવી હતી કારણ કે આ કોન્ટેસ્ટ કરાવનાર કંપનીના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ હતા. તેથી આ અભિનેત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વર્ષોથી ખટરાગ ચાલ્યો આવે છે.
આ પણ વાંચોઃ ISRAEL ની સૌથી મોટી એરસ્ટ્રાઇક, GAZA પટ્ટીનો કેટલોક ભાગ કાટમાળમાં ફેરવાયો