America : રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ અને રુપર્ટ મર્ડોક વિરુદ્ધ 10 અબજ ડોલરનો દાવો કર્યો
- અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ના નામે વધુ એક વિવાદ
- 2003માં જેફરી એપ્સટિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મુદ્દે વિવાદ
- ડોનાલ્ડ ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ અને રુપર્ટ મર્ડોક વિરુદ્ધ 10 અબજ ડોલરનો દાવો કર્યો
America : વિશ્વની મહાસત્તા અને જગતકાજી બનેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિવાદનો પર્યાય બનતા જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિષયક એક વિવાદ શમે ત્યાં જ બીજો વિવાદ ઊભો થઈ જાય છે. હજૂ ટેરિફ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યાં પાછો ફરીથી જેફરી એપ્સટિનના વિવાદનું ભૂત ધુણવા લાગ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ છાપ્યો હતો કે, વર્ષ 2003માં ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સટિન (Jeffrey Epstein) ને જન્મદિવસનો જે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો તેમાં એક નગ્ન મહિલાનો સ્કેચ અને વાંધાજનક આકારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અહેવાલ પર ટ્રમ્પ ભડક્યા છે. તેમણે વોલ સ્ટ્રીટ જર્નલ અને રુપર્ટ મર્ડોક વિરુદ્ધ 10 અબજ ડોલરનો દાવો કરી દીધો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની તીખી પ્રતિક્રિયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટિનના વિવાદનો મધપુડો ફરીથી છેડાયો છે. જેમાં હવે ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જનરલ અને રુપર્ટ મર્ડોકને ઘસેડી લીધા છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ છાપ્યો હતો કે, વર્ષ 2003માં ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સટિનને જન્મદિવસનો જે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો તેમાં એક નગ્ન મહિલાનો સ્કેચ અને વાંધાજનક આકારમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અહેવાલ પર ટ્રમ્પ ભડક્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, ધ વોલ સ્ટ્રીટ જર્નલે એક નકલી પત્ર પ્રકાશિત કર્યો છે, જે કથિત રીતે એપ્સટિનને લખાયો છે. આ મારા શબ્દો નથી કે હું આવું બોલતો નથી. હું સ્કેચ પણ બનાવતો નથી. ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ અને રુપર્ટ મર્ડોક પર 10 અબજ ડોલરનું નુકસાન ભરપાઈ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ TRF પર પ્રતિબંધ છતાં ખતરો હજુ યથાવત, જાણો એજન્સીઓએ શું કહ્યું!
ફલોરિડામાં કેસ દાખલ કરાયો
2003 માં ટ્રમ્પે જેફરી એપ્સટિનને જન્મદિવસનો પત્ર મોકલ્યો હોવાનો દાવો ધ વોલ સ્ટ્રીટ જર્નલે પ્રકાશિત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા છે. તેમણે ફ્લોરિડાના મિયામીમાં દક્ષિણ જિલ્લાની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો છે. જેમાં ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ અને રુપર્ટ મર્ડોક વિરુદ્ધ 10 અબજ ડોલરનો દાવો કરી દીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટમાં લખ્યું કે, મેં રુપર્ટ મર્ડોકને કહ્યું હતું કે આ એક કૌભાંડ છે, તેમણે આ ખોટા સમાચાર પ્રકાશિત ન કરવા જોઈએ, પરંતુ તેમણે પ્રકાશિત કર્યા અને હવે હું તેમના અને આ ખરાબ અખબાર પર દાવો કરવા જઈ રહ્યો છું. ટ્રમ્પ આ કેસમાં જુબાની આપવાની તૈયારી દર્શાવી છે અને આ એક રસપ્રદ અનુભવ હશે તેમ પણ જણાવ્યું છે. અત્યાર સુધી, ઔપચારિક ફરિયાદની નકલ જાહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
આ પણ વાંચોઃ OPERATION SINDOOR માં ક્ષતિગ્રસ્ત પાકિસ્તાનનું એરપોર્ટ આજે પણ ચાલુ થઇ શક્યું નથી